________________
કાર્યાકાર્યવ્યવસ્થા
૫૨૯ બાળબચ્ચાં એવો અર્થ કરનાર કાર્ય અકાયનો નિર્ણય કરવામાં “જે મારા દેહને, મારી સ્ત્રીને અને મારાં બાળબચ્ચાંને અધિક સુખકર તે અધિક શ્રેયસ્કર અને તે જ મારો “સ્વધર્મ એવો નિર્ણય કરશે. જેના “સ્વ”ની કલ્પના અધિક વ્યાપક, અધિક ઉદાર હશે તે સ્વદેશ માટે ધન, દારા અને પિતાનું બલિદાન દેશે.
એવા માણસના મત પ્રમાણે “સ્વધર્મને અર્થ “જે યોગે દેશહિત અધિક થાય તે” એવા પ્રકારનો થશે. દેશહિત – કિંવા દેશહિત શા માટે? જોઈએ તે જગતહિત કહે, એને અર્થ છે તેનો પણ તેણે પોતાના મન સાથે નિર્ણય કરવો પડશે. એને નિર્ણય થયા પછી કેવી રીતે વર્તવાથી એ સાધ્ય થશે તે જોઈને તે માણસ વર્તશે. અર્થાત તે પિતાના જન્મસિદ્ધ ગુણ, સ્વભાવ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ જોઈને જ નિર્ણય કરશે. સારાંશ, પ્રથમ
નો અર્થ નક્કી કરી તથા સ્વભાવ, શક્તિ, પ્રસંગ વગેરે જોઈને માણસે સ્વધર્મ નક્કી કરો.
બેટિયન યુવક આક્રેડનું દૃષ્ટાંત લઈ અર્થ વિશદ કરીએ. બેજિયમ દેશ સ્વતંત્ર રહેવું જોઈએ એમ તે હૃદયપૂર્વક માનતા હશે, અર્થાત્ બેજિયમ દેશ “સ્વ”ના જેટલો મહત્ત્વનું અંગ બન્ય હશે, “કેટલાક દિવસ વિદ્યાભ્યાસ નહિ થાય, ગુણવિકાસ દૂર રહેશે, એટલું જ નહિ પણ સ્વદેહનો નાશ થશે; પણ બેજિયમની સ્વતંત્રતાના રક્ષણ માટે હું કામમાં આવીશ તે મારું “ સ્વત્વ ” કાયમ રહેશે” એમ કહેવા જેટલી તેની તૈયારી હશે, તે તે બ્રહ્મચર્યાશ્રમ અને બ્રાહ્મણ ધર્મ ત્યજી દેશે અને એવી સ્થિતિમાં તેણે ત્યજી પણ દે જઈ એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org