________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૧૩ ઉત્ક્રાંતિ –એટલે તેને વિકાસ અધિક –એમ આ પરથી સિદ્ધ થાય છે અને તે બરાબર પણ છે. પણ એક વાત માત્ર ધ્યાનમાં રાખવી જોઈએ તે એ કે અવયવ ફક્ત અનેક કિંવા ભિન્ન કિંવા પરસ્પરાવલંબી કિંવા અન્ય પોષક જ રહે છે તેટલાથી ચાલતું નથી. એ ભિન્નાવયવતા અને મિત્રતા પરિસ્થિતિને ટક્કર મારવાના કામમાં ઉપયોગી હોય તે જ તે લાભકારક બને છે. ગંજીફાનો કિલ્લે અન્યોન્યાશ્રયી હોય છે, પણ એથી જ તે આંગળીને સ્પર્શ થતાં જ ઢસળી પડી નાશ પામે છે ! કેવળ અન્યાશ્રયી વિવિધતા કંઈ વિકાસસૂયક નથી.
હવે જીરાફ પ્રાણીનું દૃષ્ટાંત લઈ કેટલાક વાદગ્રસ્ત મુદ્દા અવલોકીશું. ફ્રેંચ શાસ્ત્રજ્ઞ લાભાર્ક (Lanmarck) કહે છે કે, જરાફની ગરદન એકદમ લાંબી ન થતાં ધીમે ધીમે અને ક્રમે ક્રમે લાબી થઈ છે. જીરાફના પૂર્વજ ટૂંકી ગરદનના હતા. તેમની ગરદન લાંબી થવાનું કારણ એ છે કે, કેટલાંક કારણને લીધે નીચાં ઝાડ નષ્ટ થયાં કિંવા તેમની નીચેની ડાળિયે નષ્ટ થઈ અને એવી સ્થિતિમાં જીરાફના પૂર્વજ માટે બને તેટલી ગરદન લંબાવીને ભક્ષ મેળવવા સિવાય અન્ય માર્ગ નહતો. હમેશને હમેશ ગરદન લંબાવવાની જરૂર પડવાથી ગરદન લંબાઈ થેડીક વધી. એવા લાંબી ગરદનના પૂર્વજોનાં પેટે જે બાળકે જન્મ્યાં તેમને આ પૂર્વજ સંસ્કારનો ફાયદે મળ્યો અને તેમની ગરદન “સ્વાભાવિકપણે જ થેડીક લાંબી થઈ પણ પરિસ્થિતિ વિકટ થતી જવાથી એમને પણ ગરદન લંબાવ્યા વિના ભક્ષ્ય અશક્ય થવા લાગ્યું. અર્થાત તેમની ગરદન વધી અને તેમનાં બાળકોને એના સંસ્કાર પડ્યા. આ ક્રમ કેટલાંક વર્ષ કિંવા કેટલીક સદીઓ સુધી ચાલ્યા પછી પૂર્વકાલીન–પૂર્વજોની ગરદનમાં અને જીરાફની ગરદનમાં ઘણે જ ફેરફાર જણાવા લાગ્યો અને જીરાફની એક નવીન જ જાતિ બની.
લાભાર્કની આ ઉપપત્તિમાં કેટલાક આધુનિક વિકાસવાદી એ દેષ દર્શાવે છે કે, જીરાફના પૂર્વજોની ગરદન ટેવને લીધે જો કે લાંબી થઈ હશે પણ લંબકત્વને ગુણ પ્રજામાં ઊતર્યો હોય એમ માનવાને આધાર નથી. આ આક્ષેપકેનું કહેવું એવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org