________________
નીતિશાસ્ત્રપ્રવેશ સંબંધ નિકટ હોય એ સ્વાભાવિક છે. “શું કરવું એ પ્રશ્ન “શું છે એ વાત પર ઘણા અંશે અવલંબી રહેલ છે, એ વિચારવંત વાચકને કહેવાની જરૂર નથી જ.
સમાજશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર સમાજશાસ્ત્રનો વ્યાપક અર્થ કરીએ તે તેના ઉદરમાં રાજનીતિશાસ્ત્રાદિ ઘણાંખરાં શાસ્ત્રોને અંતર્ભાવ થશે; પરંતુ અહીં તેને સંકુચિત અર્થમાં વિચાર કરવાનું છે, એટલે કે વિવિધ દેશમાં વિવિધ રીતરિવાજ કેવા હોય છે, સુધરેલા દેશમાં પણ નીતિવિષયક અને ધર્મવિષયક કપના કેવી ભિન્ન હોય છે, જંગલી લોકેના આચારવિચાર કેવા પ્રકારના હોય છે, વગેરે મનરંજક જ્ઞાન આપનાર શાસ્ત્ર (Anthropology)નો અને નીતિશાસ્ત્રને સંબંધ શું છે તે હવે ટૂંકમાં જોવાનું છે. ભીલ, લુ, બાન્દ્ર, હોટેરાટ, રાતા ઈન્ડિયન વગેરે લોકોની નીતિવિષયક ભિન્ન અને ચમત્કારિક કલ્પનાને નીતિશાસ્ત્રમાં વિચાર થવો જોઈએ, કારણ
અમુક સારું કે અમુક ખરાબ” એને નિર્ણય કરતા પહેલાં ઉપર જણાવી તેવી બાબતેનો વિચાર કરવામાં ન આવે, તે તે ઊહાપોહ સર્વાગ પરિપૂર્ણ બની શકે નહિ. પરંતુ નીતિશાસ્ત્ર એટલે ભિન્ન ભિન્ન સમાજમાંની નીતિકલ્પનાને ભંડાર એમ માનવાનું નથી. તે આ ભંડારનો ઉપયોગ કરી લઈ નીતિનાં પરમ–તત્ત્વ ઠરાવી શકે છે. નીતિશાસ્ત્રમાં આચાર કે બુદ્ધિની શુદ્ધતમ કિંવા સર્વમાં અધિક શ્રેયસ્કર અવસ્થા જણાવેલી હોય છે. લોકોની નીતિકલ્પના કેવી હોય છે' એ સમાજશાસ્ત્ર કહે છે; તે “કેવી હોવી જોઈએ એ નીતિશાસ્ત્ર શીખવે છે. પહેલું શાસ્ત્ર કેવળ વસ્તુસ્થિતિ વર્ણનાત્મક (Descriptive) છે, બીજું ધ્યેયસૂચક અથવા પરમતત્ત્વ નિર્ણાયક (Normative) છે. પહેલા શાસ્ત્રમાં વસ્તુસ્થિતિનાં
અભિપ્રાયરહિત પ્રતિબિંબ હોય છે; બીજામાં વિશિષ્ટ દૃષ્ટિએ કાઢેલાં અભિપ્રાયસૂચક ચિત્ર હોય છે.
ભૂગોળમાં જેમ પ્રથમ દેશની મર્યાદા કહેવામાં આવે છે, તેમજ અહીં સુધી આપણે નીતિશાસ્ત્રની મર્યાદા કહી છે. આમ, નીતિશાસ્ત્રનું ક્ષેત્ર સ્થળરૂપે નિશ્ચિત થયું છે, માટે હવે એ ક્ષેત્રનું વિગતવાર સક્ષ્મ નિરીક્ષણ કરવાને હરકત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org