________________
‘ઈશ્વરેચ્છા’ એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઇશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામી છે; સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે; કર્તવ્યભાવ તેને વિષે વિલય પ્રાપ્ત છે; માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે, જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.
O પત્ર ક્રમાંક ૩૭૯ : સૌ. જી
મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ ૫૨મ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી; દાતા દુર્લભ છે..
O પત્ર ક્રમાંક ૩૮૫ : સૌ. જી
સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે; માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિષે કલ્પે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે.
જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું
૫૨
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org