________________
છે અને તમે .C.S. થઈ શકો તેમ છો અને શેઠીઆઓ ખર્ચ આપવા ? તે તૈયાર છે. તેમનો જવાબ ફક્ત એ જ હતો કે, પૂ. પિતાશ્રીની આજ્ઞા 1 કેમ ઓળંગાય ? તે ઉમરે પણ આજ્ઞાનું પાલન એ જ તેમનો નિશ્ચય : જ હતો... ૧૮ વર્ષે મેટ્રીક થઈ ૨૫ વર્ષે લાઈન પર આવીએ એવા છે. બહોળા કામના પેટમાં શું સમાયેલું હશે તે કોને ખબર છે? અડધી જીંદગી ભણ્યા કરવું અને માતા-પિતાને મદદગાર ન થવું એ ઉચિત ન ગણાય. આ વિચારે આગળ ભણવાનું માંડી વાળ્યું અને છેલ્લા વર્ષના અભ્યાસક્રમમાં કોમર્સ લીધું. અને સાથે ડ્રોઈંગ ક્લાસમાં દાખલ થયા, તેમાં પણ પ્રથમ નંબરે આવીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું. બોડીંગના
કોઠારમાં પણ તેઓશ્રીએ છ માસ સેવા આપી. આ સમયમાં એન.સી. * HR- One More Feather was to be added in the
crownનો સ્કુલમાં ગુડ કંડક્ટ મેડલ મેળવ્યો. તે મેડલ મતથી મળતો ન હતો. હરીફ સ્કુલના હેડપ્રોફેક્ટ મેટ્રિકના હોંશીયાર વિદ્યાર્થી પરંતુ દૈવયોગે ઘણી રસાકસી બાદ તેઓને ૧૧૦ વિરૂદ્ધ ૧૦૬ મતે તે મેડલ મળ્યો. આ મેડલ સારી વર્તણુંક માટે હતો.
હેલ્થ અને હાઇજીન”નાં નિબંધમાં પ્રથમ નંબરે આવવાથી તેના ઇનામ તરીકે પોતે પોતાની પસંદગીથી મોક્ષમાળા, કર્મ, આત્માનો સંયોગ, જૈન વાંચનમાળા ભા. ૧, ગીતાજી એવા છ પુસ્તકો પ્રાપ્ત કર્યા અને વાંચ્યા. મેટ્રિકની પ્રીલીમનરીનો સમય તો આનંદ અને
એકસ્ટ્રા વાંચનમાં ગાળ્યો. ત્યાં તેઓ પ્રોફેક્ટ, મોનીટર અને ડીબેટીંગ * સોસાયટીના સેક્રેટરી હતા-બહુ પ્રવૃત્તિમય જીવન પસાર થતું. મેટ્રિકમાં છે 'A' ક્લાસમાં આવ્યા.
શાળામાં દિવાળી વેકેશન પડ્યું ત્યારે રાજકોટમાં શીતળાના વાયરા ચાલતા હતા અને તેઓશ્રી પણ તેનો ભોગ બન્યા હતા. પાંચ દિવસ પછી પિતાશ્રી આવ્યા અને સરા ગામે તેઓનું સગપણ કર્યાના સમાચાર આપ્યા.
હવે રાજકોટ છોડી ઘરે આવ્યા અને માતા નીકળેલ હોવાથી પંદર દિવસ પડદે રહ્યા. માતા બહુ ભારે ન હતા.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org