________________
જ શોકસભા ભરીને બે મીનીટનું મૌન રાખીને સદ્ગતના આત્માને શાંતિની ?
પ્રાર્થના કરી એક શોક ઠરાવ પાસ કર્યો અને કલકત્તા તેમના કુટુંબીજનો તે ' ઉપર મોકલી આપ્યો હતો.
આવો મહાન પ્રતાપી આત્મા ચાલી જવાથી મુમુક્ષુઓને પરમાર્થ માર્ગમાં મોટી ખોટ પડી અને દીન-દુખીયાને આ આત્માના ચાલ્યા જવાથી કરુણાસાગરની ખોટ પડી. તેઓશ્રી તો તેમના આત્માનું કલ્યાણ કરીને ચાલ્યા ગયા. આપણે સૌ મુમુક્ષુ ભાઈઓ-વ્હેનોએ તેમના જીવનમાંથી તથા તેઓ જે વાટેથી પરમાર્થ કામ સાધી ગયા તે વાટેથી
આપણે પણ પરમાર્થ માર્ગમાં આગળ વધી આપણું કાર્ય કરી લેવું છે. જોઈએ, તેમના ગુણોને યાદ કરીને આપણામાં ઉતારવા જોઈએ. કે.
આપણે તેઓનો થોડોક પરિચય મેળવ્યો. હવે તેઓશ્રીનો આધ્યાત્મિક પરિચય, તેઓએ લખેલ આધ્યાત્મિક પત્રો દ્વારા મેળવવા પ્રયત્નશીલ બની તેમના જેવા બનવા પુરૂષાર્થ કરીએ એજ અભ્યર્થના.
પરમ પૂજ્ય શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈના આધ્યાત્મિક દ્રષ્ટિએ લખાએલા પત્રો 0 પત્ર નં. ૧ જ
સાયલા, તા. ૯-૨-૫૯ છે | આત્માર્થી ભાઈ અભેચંદભાઈ તથા બેન સવિતાબેન, મોરબી
જત ગઈ કાલે સાંજે વૃજલાલભાઈ અત્રે આવ્યા અને તેમણે તમોને લખેલ પત્રો તથા તમોએ તેમના ઉપર લખેલ પત્રો વાંચ્યા. હવે મને જે જ બોધ થયો છે અને જે બોધનો નિરંતર અનુભવ અથવા નિશ્ચય રહે
છે તે નીચેના શબ્દોમાં દર્શાવું છું. છેએકવાર આપણે નક્કી કર્યું જે આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ
સ્વરૂપ છે. એટલે કે ઉદય અને ઉદયના ચિંતવનથી રહિત જે આપણું
૩૧૪
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org