________________
જ રકમ તે જમાનામાં આપી. તેના કારણમાં છોટાલાલભાઈની પ્રમાણિકતા, એકનિષ્ઠા હતા. તેમણે પેઢીને ઘણો જ મોટો ફાયદો કરાવી આપેલ. આ રીતે આવી માતબર રકમ આપીને તેમના શેઠે તેઓના ગુણની કદર કરી હતી.
આ રકમ મળતા છોટાલાલભાઈને એટલો બધો સંતોષ થયો અને તે સંતોષના ઘરમાં આવી ગયા. તેમને બાળપણથી જ તૃષ્ણા તો હતી છે જ નહીં, તેમાં તેમના હાથમાં આવેલી માતબર રકમથી તેઓએ છે
મનોમન, નાની ઉંમર હોવા છતાં, કામ કરવાની શક્તિ હોવા છતાં, 1. નિવૃત્તિ લઈ સાયલામાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને તેને અમલમાં છે મૂકીને સંવત ૧૯૮૯માં કલક્તા છોડીને આવ્યા. ફરી કલક્તાની એક ટ્રીપ સંવત ૧૯૯૦માં કરી અને ત્યારપછી સાયલામાં આવીને વસ્યા. નિવૃત્તિ લેતી વખતે એવો નિર્ણય કરેલો કે આપણા આત્માનું જ
કલ્યાણ થાય, દીન-દુ:ખિયાની સેવા થાય એ જ હવે પછી પ્રવૃત્તિ ન કરવી. તે જ પ્રમાણે તેમનું જીવન તેમણે વ્યતિત કર્યું. તે હવે પછી ? તેમના જીવન ઉપરથી જોઈશું.
જ્યારે તેમણે કલકત્તામાં સંવત ૧૯૮૯માં નિવૃત્તિ લઈ સાયલામાં રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે તેમના મિત્રો વૃજલાલભાઈ તથા હિંમતભાઈને સાયલામાં તેમના રહેવા માટે સ્વમાલિકીનું એક મકાન બનાવવાની સૂચના આપી. તે પ્રમાણે દેસાઈ શેરીમાં છોટાલાલ મગનલાલ દેસાઈના નામનું જે મકાન હાલમાં છે તે મકાન ભાઈશ્રી વૃજલાલભાઈ જ તથા હિંમતભાઈની જાત દેખરેખ નીચે તૈયાર થયું હતું, અને સંવત ૧૯૮૯માં આ મકાનનું વાસ્તુ કરવામાં આવ્યું હતું. તેમના સ્વર્ગવાસ પછી છોટાલાલભાઈને કોઈ વારસદાર ન હોવાથી તેમના ભાણેજ મહેન્દ્ર પ્રાણલાલ, જે અત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મુંબઈમાં કામ કરે છે, તેને વારસામાં મળ્યું. છે શ્રી રાજ-સોભાગ-સત્સંગ મંડળની સ્થાપના છેલ્લા લગભગ ૬ ( વર્ષ થયા થયેલ છે. અને તેની પ્રવૃત્તિ શ્રી છોટાલાલભાઈની ઇચ્છા
*
૩૦૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org