________________
:
સુખ સહજ જાણી ઘડીનું, ઊંઘ છોડી દે આતમા, જમે જમણ તૃપ્તિ થશે નહિ, સ્વપ્ન વિષે જેમ રાતમાં.. હે પળ. કર વિચાર સંસારમાં તો, સંગ સોબતી કોણ તાહરું, માત પિતા સુત ભગીની દારા, જીવ ગયે સો રે પરું.... હે પળ ઘરા વિષે ધન સાંચીયું તે, કહો કોઈ કેમ તાહરું, ઉઠી જવું જબ આપણે તો, પાછળ બીજે વાવરું. હે પળ પુરા પંડીત કવિઓ ગયાને, નૃપ હતા બહુ નટખટા, કાળ આવ્યું એક કોઈ ન ફાવ્યા ચાલ્યા ચતુર જટ પટા... હે પળ કાળુ કહે રે ખરી બ્રહ્મ પ્રીતે, દુઃખ દાવાનળ રે પરું, સાર સંસારે એક જ દીઠું, આપે અભયપદ એ ખરું. હે પળ 9 પદ-પ૩, રાગ : છંદ ઇન્દ્ર વિજય ભુ
મુનિ શ્રી અમરશી રખ વિષે નીર મલીન જો જોઈ મલે ગંગમેં, ગંગ હોત સુસંગતી પાઈ. ચંદન પાસ જયું બાસ બસે, વૃક્ષ હોત હી ચંદન દુર્ગુણ વામી. લોહ સમાન મહામતી પણ હું, પારસ આપ સુજાન હે સ્વામી. અમ્મર આપ થયા ગુરુ દેવ હી, અમ્મર મુજ કરો નીજ નામી. છો ગુરુ જ્ઞાન સ્વરૂપ સદાય, ક્ષમાવંત હે સમ ભાવિક સ્વામી. સદા સુર વૃક્ષ સદા ફળ દાય, શાન્ત શશી શમ અંતરજામી. ઉર થકી અંધકાર ટળ્યો મુજ, દરશન આપ દયાલકો પામી. સંત મહંત મળ્યા ગુરુ અમ્મર, આજ ત્રિવિધિથી મોયે નમામી.
પદ-૫૪, રાગ : છંદ ઇન્દ્ર વિજય ભુ.
મનને શીખામણ આજ કરે જબ કાલ કરે, તબ હી સબ વખ વિતાઈ જવાનો. આશ તણા બહુ પાસ થકી, નીજ વાસ ખરે જમ હાથ થવાનો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org