________________
કુર પિતા થઈ જન્મ ગુમાવ્યો, લેવાને સાત હજાર રે. કરી ખુબ ખુવારી પિતાજી મારી,
પ્રીત વિસારી, હાથે કરી હદબાર. પિતા બાર બજે ત્યારે આંખે સુઝે, સુણે ન કાનથી લેશ. પાય થકી ઘરબહાર ન ચાલે, ચવે છે લાળ હંમેશ રે. એવા વરને આપી, પિતાજ પાપી,
શીસથી કાપી, હાથે કરી હદબાર.. પિતા. જમપુરીનો વાસી તું પિતા, શઠ તણો સરદાર. વૈતરણીમાં તુજને તાણે, અભક્ષનાં કરનાર રે. આ બાળકી તારી, વેચીને મારી,
કહું છું ધીક્કારી, હાથે કરી હદબાર. પિતા 9 પદ-પર, રાગ-પ્રભાતી બ્યુ.
જળ કમળ છાંડી પળ વીપળ વ્યર્થ કાઢમાં તું, જાણ જરા જબ આવશે, જીવ જરા જબ આવશે, આવશે, દુઃખ પાવશે,
ત્યારે રામ રટણ નહિ ભાવશે. હે પળ દેહ ખોટા, કાચ પોટો, કાળ ઝપાટા રે ફોડશે. જગત તૃષ્ણા તારી રે બંદા, તે તો તુરત એ ફોડશે. હે પળ ભાન ભુલીશ, દુઃખ ડુબીશ, જે વખત જમ આવશે. પાખંડ અને પ્રપંચ પ્રાણી, તદબીર ત્યાં નહિ ફાવશે. હે પળ રામ તણું નહિ નામ લીધું, કામ કીધું કુવિચારનું, મોહ મુરખ મનમાં ધરીને, સુખ ઇચ્છે સંસારનું... હે પળ છળ કપટનાં ખેલથી તું, છેલ કુલી બહુ રહ્યો, ભુલ્યો ભજન તું ભૂધરાનું, નિશ્ચય જમડે તું રહ્યો.. હે પળ
૨૯૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org