________________
વિષયની જિજ્ઞાસા છે. ઘણા વર્ષોથી આપના અંતઃક૨ણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી, પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે. એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી, તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાંક કારણોથી અશક્ય સમજું છું; અને એ જ કારણથી ફરી ફરી અંત:કરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા, બીજું શું ?
વ્યવહા૨ પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જૂજ) વર્ષ થયાં આરંભિત છે, અને તેથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશંકિત હશો, તથાપિ પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે; અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે).
‘યોગવાસિષ્ઠ’ પરત્વે આપને કંઈ જણાવવા ઇચ્છું છું. (પ્રસંગ મળ્યું).
જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે, એટલે વાતચીત વેળા આપ કંઈક અધિક કહેતાં નહીં સ્થંભો એમ વિજ્ઞાપન છે.
૧૪
O પત્ર ક્રમાંક ૧૨૬ : મ.+સૂ. જી
આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક માસ ઉપર કંઈ વખત
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org