________________
મોહ માયા મમતે મન દોડી, લાખ ટકા ભલે મેળવ મુડી.
એથી અધીક કરો મંદીર મેડી, કાળ આવે ત્યાં જવું છોડી રે... જાગી.
કાળું કહે તું આપ વિચારી, સેવા કરો ગુરુ સંતની સારી. માની વચન, મન ભજી લે મોરારી, એ ઝટ લેશે ઉગારી રે... જાગી.
૭ ૫૪-૩૪, કુંડળીયા
સંગત કીજે સાધકી, ખોવત પાપ તમામ. છો પૈસા ના લેત હે, પાવત આતમ રામ. પાવત આતમ રામ, ધામ અલખ પરવાના. દાતા સંત દયાળ, મીટાવે ભવ ફરવાના. કહેવે કાળીદાસ, ગુરુગમ ગુણ ભર લીજે. મનકો ટાળે મેલ, સાધકી સંગત કીજે.
૭ ૫૬-૩૫, રાગ : ગોકળીયું મને લાગે પ્યારું ? મનમાં જાણે મારે હવે નથી મરવું, સદા મગન મન ફરવું રે...મનમાં.-૧ કામ જોતાં કાયાનું રે કાચું, જાણ જરૂર જાવાનું રે સાચું, હંસા થવું એક દીન મેં અવાચું, દૈત્ય ફાડીને રહ્યો ડાચું રે....મનમાં.-૨ કોટીકવાર કાયા તેં ધારી, મોહીત થઈ કરી મનથી રે પ્યારી, અંતે જોતાં એની થાય છે ખુવારી, પલ પલમેં પડનારી રે...મનમાં.-૩ સગપણ સાચું એનું ૨ે જાણે, પ્રેમ અતી પીંજર પર આણે, મોહ થકી કંચનમય જાણે, મૂઢ જવાનું મસાણે રે...મનમાં.-૪ સંગ સંબંધ દે તનનો રે છોડી, જીવ જુવે તો હવે નથી થઈ મોડી, માંસ રૂધીર એ આખર મટોડી, જરૂર નથી એ તારી તારી જોડી રે... મનમાં-પ
સુખ કાચુ કાયાનું રે જાણી, પ્રભુ ભજી હવે લે ઝટ પ્રાણી, કાળુ કાયા નગરી બહુ માણી, અંતે થવાની ધૂળ ધાણી રે...મનમાં-૭
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૨૮૭
www.jainelibrary.org