________________
બધી ઇચ્છાને ત્યાગી એક જ હરિમાં લય લગાડવી જોવે. પણ તે લય છે સંસાર સુખની ઇચ્છા હશે ત્યાં સુધી કદી પણ આવવાની નથી. આ તો
સાચું કરી બતાવવાનું છે-કહી બતાવવાનું નથી. પોથી માંયલા રીંગણાથી 4 શાક બને નહીં, તે તો સાચા હોય તો જ બને. માટે આ તો સત્ય છે મારગ છે ને તેમાં સત્ય પુરુષાર્થ હોય તો જ સત્યની પ્રાપ્તિ થાય છે.
સાંસારીક વૈભવનો મોહ શ્રી રામે કેટલો છોડ્યો હતો તે જોવા માટે યોગવાશિષ્ટના વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણ વાંચી જોશો અને તે વૈરાગ્ય સાથે આપણા વૈરાગ્યની સરખામણી કરશો તો ભાન થશે કે આપણામાં કેટલી ન્યૂનતા છે. - પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રેમ અને તીવ્ર ભક્તિ માટે તુલસીદાસજીની રામાયણ વાંચશો તો ખબર પડશે કે તુલસીદાસજીની છે ભક્તિ કેવા પ્રકારની હતી. ભરતજીનો પ્રેમ, લક્ષ્મણનું આજ્ઞાકીતપણું છે
કેટલું હતું તે સહેજે સમજાશે. મારતોડ ગમે તે પ્રકારની હોય તે ઉપર લક્ષ નહિ દેતાં તેમાં નીતિ, ભક્તિ, પ્રેમ તે લક્ષમાં રાખી વાંચશો તો જ વધારે અનુકૂળતા લાગશે.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા જ રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારે એક દેશ છે | બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. તે પ્રશ્નના જવાબમાં નીચે | મુજબ અમને તો જણાય છે તે વિચારી જોશો.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં એટલે છેવટનું જે આત્મસ્વરૂપ સમજાયામાં કે અનુભવાયામાં ન્યૂનતા નથી. તે તો સર્વ !
પ્રકારે જેમ છે તેમ સમજાયું છે. પણ હજુ તે જ્ઞાન નિરાવરણ નહિ ? છે હોવાથી એટલે કેવળજ્ઞાન ભૂમિકા અનુભવવામાં નહિ આવવાથી એક છે. દેશ બાદ કરતાં તેમાં લખ્યું હોય તેમ લાગે છે. કેવળજ્ઞાન સુધીની ભૂમિકા અગર દશા સમજાયામાં ન્યૂનતા નથી પણ અનુભવાયામાં ન્યૂનતા હોવાથી એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. કેવળજ્ઞાન સુધીનું જ્ઞાન એટલે સ્વરૂપ સ્થિતિ સમજાણી છે પણ અનુભવાણી નથી. માટે એક દેશ બાદ કરતાં તેમ લખ્યું હોય તો ના
૨૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org