________________
છે, મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તો પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.
(૨૦૫) ‘વિભાવ’ એટલે ‘વિરૂદ્ધભાવ’ નહીં, પરંતુ ‘વિશેષભાવ.’ આત્મા આત્મારૂપે પરિણમે તે ‘ભાવ’ છે, અથવા ‘સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ’ છે. આ જ રીતે જડ ને માટે પણ સમજવું.
(૨૧૯) જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જીવાદિક વડે જાણે દેખે તે ઇન્દ્રયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ સ્વયંમેવ થાય છે, અર્થાત્ ઇન્દ્રિય પ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મ પ્રત્યક્ષ છે.
(૨૨૨) ધર્મસંબંધી (શ્રી રત્નકદંડ શ્રાવકાચાર) :
આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ.
આત્માનો સ્વભાવ તે ધર્મ.
સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ.
પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ.
સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન સમ્યક્ચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૧૫૭
www.jainelibrary.org