________________
O પત્ર ક્રમાંક ૯૪૩ : અં. બુ
પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આશા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત ક૨વો એમ આજ્ઞા છે.
વર્ષ ૩૪મું
O પત્ર ક્રમાંક ૯૪૭ ૩
વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુદ્ધ અંત:કરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.
એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્ય વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે.
O પત્ર ક્રમાંક ૯૫૧ G
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહ૨ાનું રણ સંપ્રાપ્ત થયું.
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૧૨૩
www.jainelibrary.org