________________
અથવા સધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણું દાખવવું અર્થાત્ બંનેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકવિકળતા. સમદર્શી સત્ ને સત્ જાણે, બોધે; અસત્ ને અસત્ જાણે, નિષેધે; સશ્રુતને સમ્રુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સદ્ધર્મને સધર્મ જાણે, બોધે; અસધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે, સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બોધે; અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અસદ્ દેવને અસ ્ દેવ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. O ૫ત્ર ક્ર્માંક ૮૪૫ ૩ મોક્ષમાર્ગસ્ય નેતારું ભેત્તાર કર્મભૂભૂતાં, જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાક્યા, ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ O ૫ત્ર ક્રમાંક ૮૫૦ જી
મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય !
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરી૨ને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે !
૧૧૬
વર્ષ ૩૨મું
O ૫ત્ર ક્રમાંક ૮૫૮ G
मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्त झाणप्पासिद्धीए ||
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org