________________
ન લલચાવી રખડાવ્યા છે.
નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર | દૃષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે, તે બોધ યથાર્થ | પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.
પત્ર ક્રમાંક ૭૫૩ %
(૧) જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે 1 પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ ૪
પામે. તે એ ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમાં સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે.
(૨) હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે, અનેક પ્રકારના શબ્દ, સ્પર્શાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા 1 ઘણા પ્રકાર છે. પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા ?
છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની * પ્રાપ્તિનો ભાગ્યોદય થાય.
ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે, દ્રવ્યપૂજા, ભાવપૂજા, [ આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા જ તો ચિત્ત પ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી ૪
એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ ' અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા ! છે. યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની છે. 1 લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા | * વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા કે
અખંડ જ રહે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org