SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં અસુરકુમારે અંગુલ માત્રામાં રહેલ પ્રદેશ રાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ ઘનીકૃતલોકની જે ઉદર્વ અધે લાંબી એક પ્રાદેશિક શ્રેણિઓના જેટલા પ્રદેશ છે, તેટલી સંખ્યામાં જાણવા એજ પ્રમાણે નાગકુમારાદિ પણ જાણવા, અસુરકુમાર નાગકુમારાદિના સમુદાય રૂપ ભવનપતિની સંખ્યા પણ આજ પ્રમાણે ગણાય. માત્ર અંગુલનાં પ્રથમ વર્ગમૂળને અસંખ્યાતમે ભાગ માટે આવે. વ્યંતરે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય સૂચિ શ્રેણિના પ્રદેશ જેટલા જાણવા. અહીં ભાજક તરીકે અસંખ્ય છે તે સંખ્યાત જન પ્રમાણ સૂચિ શ્રેણિના પ્રદેશ રૂપ જાણો संखेज्ज जोयणाणं सूईपएसेहि भाइओ पयरो । वंतरसुरेहि हीरई एवं एकेकभएणं । પંચસંગ્રહ ગા. ૪૮ સંખ્યાત જન પ્રમાણ સૂચિપ્રદેશથી ભાજિત પ્રતર વ્યંતરદેથી અપહરાય છે. તેવી રીતે વ્યંતરોમાં પ્રત્યેક ભેદમાં પણ જાણવું. અર્થાત્ ઘનીકૃત લેકનાં એક પ્રતરમાંથી સંખ્યાત જન સૂચિ પ્રમાણને ખંડ કાઢીએ અને બીજી બાજુ એક વ્યંતર મુકીએ તે પ્રત૨ના બધા ખંડે ખાલી થાય, બીજી બાજુ વ્યંતરોની સંખ્યા પૂર્ણ થાય. જ્યોતિષીઓ પણ પ્રતરના અસંખ્યાતમાં ભાગ જેટલા છે પણ અહીં ભાજક તરીકે બસ છપ્પન સૂચિ અંગુલના પ્રદેશ રૂપ જાણો. छप्पनदोसयंगुलसूइपएसेहिं भाइयंपयर। जोइसिरहिं हीइ પંચસંગ્રહ ગા. ૪ બસ છપ્પન સૂચિ અંગુલના પ્રદેશથી ભાજિત પ્રતર જયોતિષીઓથી હરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy