________________
કારણે બતાવ્યા છે; તથા બીજા કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપનું વર્ણન તથા ચૌદ ગુણસ્થાનકે કર્મના બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા બતાવેલ છે. - સ્વ. પૂજ્ય આચાર્ય ભગવંતના આ અતિપ્રિય વિષયનું પ્રકાશન કરવાને લાભ અમને મળ્યો છે તે અમારું મોટું સદ્દભાગ્ય છે. તૃતીયાદિ કર્મગ્રંથના પદાર્થોના સંગ્રહ રૂપ પદાર્થ પ્રકાશના બીજા ભાગે પણ પ્રકાશન કરવાને શીઘ લાભ મળે તે જ હૃદયની ઉત્કંઠા છે.
કર્મસિદ્ધાંત એ જૈન પ્રવચનને મુખ્ય વિષય છે. કર્મના સંયોગથી છૂટવા માટે તે જૈનશાસન છે. જીવનમાં શાંતિ અને સમાધિ માટે પણ કર્મગ્રંથના આવા મહત્વના વિષયનું જ્ઞાન અત્યંત આવશ્યક છે તે પ્રસ્તુત પ્રકાશન ચતુર્વિધ સંઘમાં ખૂબ આદરને પાત્ર બને અને અનેક પુણ્યાત્માએ આ ગ્રંથ દ્વારા ખૂબ ખૂબ સ્વાધ્યાય અને તત્ત્વચિંતનાદિ કરી અપૂર્વ નિરાને પ્રાપ્ત કરે એ જ એક માત્ર શુભાભિલાષા.
સુકૃત કાર્યોના વિશેષ વિશેષ લાભ મળતાં રહે એ જ એક શાસનપતિ દેવાધિદેવને અભ્યર્થના છે.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ (૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) બંસીલાલ અંબાલાલ શાહ (૩) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૪) પુંડરિક અંબાલાલ શાહ (૫) મુકેશ બંસીલાલ શાહ (૬) ઉપેન્દ્ર તારાચંદ શાહ
અનુક્રમણિકા તથા શુદ્ધિપત્રક છે લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org