SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ખા/મનો આદE જ આપણો ખાધા ''માન'નાયરે તેનું’’ : શાસ્ત્રકાર મહારાજા સૂચવી ગયા કે સંસારમાં જે જે મતો પાપ-પુણ્ય અને મોક્ષને માનનારા છે, તે તમામ મતો ત્રણ તત્ત્વોમાં તો સમાન જ માન્યતા ધરાવે છે. તે ક્યા ત્રણ તત્ત્વો ? દેવ, ગુરુ અને ધર્મ, કોઇ પણ આસ્તિક મતવાળાઓ દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણ તત્ત્વોને માનવામાં આનાકાની કરતાં નથી. એને અંગે નકારતા નથી અર્થાતુ ‘તે ત્રણને ન માનવા' તેવો કોઇપણ આસ્તિકનો અવાજ નથી. વસ્તુસ્થિતિ જો આમ છે તો પછી ભેદ ક્યા પડે છે ? તો સમજો કે સ્વરૂપમાં. હરિ ‘દેવ માનવા’ તે વાતમાં દરેક આસ્તિકદર્શનનો એક મત છે. ગુરુ માટે પણ તેમ જ અને ધર્મ માટે પણ તેમ જ. પોતાને અધર્મી કહેવડાવવા કોઇ તૈયાર નથી. પરંતુ તે દરેક પોતાને જે દેવ, ગુરુ અને ધર્મને માનવાવાળા તરીકે ઓળખાવે છે તે માત્ર નામથી જ, સ્વરૂપથી નહિ. કારણ કે કોઇ પરમેશ્વરનું કેવું સ્વરૂપ માને છે અને કોઇ કેવું ! આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે 'વડુત્વાત્પરીક્ષાવતાર:’ અર્થાત્ ઘણાં હોય ત્યાં પરીક્ષાનો પ્રસંગ છે. દેવદત્તને જો એક જ છોકરો હોય તો મોટા-નાનાનો વિભાગ ક્યાંથી હોય ? એમ જ દેવ પણ જો એક જ હોત તો પરીક્ષાનો અવકાશ ન હોત. પણ મત બહુ તેથી તે દેવ બહુ છે અને તેથી દેવ બાબત પરીક્ષાનો અવકાશ છે. છે આ પરીક્ષા કેવી રીતે કરવી ? જૈનેતરો ભોતિક સંબંધે ધન-સ્ત્રી-માલ વિગેરે આપે છે તેથી દેવ માને છે. જેનો આત્માને અવિચલ પદ પમાડવાનું સાધન જેઓએ અમલમાં મૂક્યું અને બતાવ્યું, તેને અંગે દેવ માને છે. ગૃહીલિંગે અન્યલિંગ Jain Education International For Personal & Pryale Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy