________________
૬૨
કર્મપ્રકૃતિ ભાગ-૩
આહારક અને જિનનામકર્મ તો સ્વ આધારરૂપે સંભવિત અર્થાત્ જ્યાં તે બેની સત્તા સંભવી શકે છે તે સર્વે પણ ગુણસ્થાનકને વિષે ભજનાએ સંભવે છે. વળી જિનનામકર્મની સત્તા તો સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે નિશ્ચયથી ન જ હોય. કારણ કે જિનનામની સત્તાવાળા જીવ સ્વભાવથી જ તે કહેલા બે ગુણસ્થાનકે જવાનો અસંભવ છે. અર્થાત્ ન જાય. તે કારણે આ બે કર્મની ભજના વિચારવી.
- જે અપ્રમત્ત સંયત વગેરે સંયમ પ્રત્યયથી આહારકસપ્તકનો બંધ કરીને વિશુદ્ધિના બલથી ઉપરના ગુણસ્થાનકે ચડે છે, અને જે તે બંધ પછી ઉપરના ગુણસ્થાનકોમાંથી અવિશુદ્ધિ અધ્યવસાયના કારણે નીચે પડે છે, તે જીવને આહારકસપ્તક “સર્વ ગુણસ્થાનકને વિષે સત્તા પામે છે. જે આહારકસપ્તક ન જ બાંધે, અને તેના વિના જ ઉપરના ગુણસ્થાનકમાં ચઢે છે, તે જીવને આહારકસપ્તક તે ગુણસ્થાનકોને વિષે સત્તામાં પ્રાપ્ત થાય નહીં.
તથા જે કોઈ જીવ અવિરતસમ્યગુદૃષ્ટિથી અપૂર્વકરણના ૬ઠ્ઠા ભાગ સુધી સમ્યકત્વ પ્રત્યયથી જિનનામકર્મનો બંધ કરી ઉપરના ગુણસ્થાનકે ચડે છે, અને કોઈ જીવ જિનનામકર્મનો બંધ કરેલ અવિશુદ્ધિના કારણથી મિથ્યાત્વને પણ પામે છે ત્યારે સાસ્વાદન મિશ્ર રહિત ૧૧૨ ગુણસ્થાનકને વિષે જિનનામકર્મની સત્તા પ્રાપ્ત થાય છે, અને જે જીવ વિશુદ્ધ સમ્યકત્વ હોવા છતાં પણ તે જિનનામને ન બાંધે તે જીવ સર્વગુણસ્થાનકને વિષે તે જિનનામની સત્તા ન પામે. જે કારણથી આ બે કર્મની પોતાના હેતુ સદ્ભાવમાં પણ બંધનું અધ્રુવપણું હોવાથી અવશ્ય સત્તા સંભવતી નથી.
તથા જિનનામ અને આહારકની પરસ્પર ભેગી સત્તાવાળો જીવ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં જાય નહીં અને પંચસંગ્રહ પાંચમા દ્વારની ગાથા ૧૪૧માં કહ્યું છે કે ““ઉમU સંતિ ન મો'' = ઉભયની એટલે જિનનામ અને આહારફની સત્તાવાળો મિથ્યાત્વે હોય નહીં, અર્થાત્ મિથ્યાત્વે જાય જ નહીં. ફક્ત જિનનામની સત્તાવાળો પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત માત્ર કાલ રહે, પણ અધિક નહીં. અને પંચસંગ્રહ પાંચમા દ્વારની ગાથા-૧૪૧માં કહ્યું છે કે “ સિલ્વરે સત્તરમુદિત્ત' = મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત હોય છે. .
મિથ્યાત્વે જિનનામની સત્તાવાળા જીવ અંતર્મુહૂર્ત રહે તેનું કારણ આ પ્રમાણે છે. - જે જીવ પ્રથમ (મિથ્યાત્વગુણસ્થાનકે) નરકાયુષ્ય બાંધેલ હોય તે જીવ વેદક સમ્યગુદષ્ટિ અર્થાત્ ક્ષયોપશમ સમ્યકત્વ પામી જિનનામકર્મ બાંધીને (આયુષ્યના અન્ત નરકગમનાભિમુખ થયો છતો) ક્ષયોપશમ સમ્યકત્વનો અવશ્ય ત્યાગ કરીને જ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અંતર્મુહૂર્તમાં અવશ્ય સમ્યકત્વ પામે છે. એ પ્રમાણે મિથ્યાત્વમાં જિનનામની અંતર્મુહૂર્ત માત્ર જ સત્તા હોય છે. (યંત્ર નંબર ૨ જુઓ).
ઇતિ એકેક પ્રકૃતિ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
અહીં પાંચમાં કર્મગ્રંથની ગાથા ૧૨માં પણ કહ્યું છે કે મહારતાં જા, સવજી જિતિને વિના નિત્ય નોખો કિો, અંતગુત્ત પરિયે !ા અર્થ :- આહારકસપ્તક સર્વ ગુણસ્થાનકોમાં જ = વિકલ્પ છે, અર્થાત્ કોઈ ગુણસ્થાનકમાં ધ્રુવસત્તાક નથી. તથા જિનનામકર્મ પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનક સિવાયના શેષ સર્વ ગુણસ્થાનકોમાં વિકલ્પ છે. એટલે અધુવસત્તાક છે. વળી વિશેષ એ છે કે આહાક - જિનનામ એ (“Tષત્તિ) બેની સત્તાવાળો જીવ મિશ્રાદષ્ટિ ન હોય, અને મિથ્યાત્વે જિનનામકર્મની સત્તા પણ અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. અહીં ઉપશમ સમ્યકત્વમાં પણ જો કે જિનનામ બાંધે છે. તેમજ ઉપશમ સમ્યગુદષ્ટિ સમ્યકત્વ પામી મિથ્યાદષ્ટિપણે નરકમાં પણ જાય છે, તો પણ અહીં દીર્ધ સતત બંધના સદ્ભાવ માટે કયોપશમ સમ્યકત્વ કહ્યું છે, તેમજ નરકાભિમુખ થયેલા જીવને આયુષ્યપર્યન્ત ઉપશમ સમ્યકત્વ સહિત જિનનામનો બંધ અસંભવિત છે. પ્રશ્ન :-અહીંટીકામાં મિથ્યાત્વે જિનનામની સત્તાનો કાળ કહ્યો. તો આહારકસપ્તકની સત્તાનો પણ કાળ કેમ ન કહ્યો ? તો કેટલો કાળ હોય ? ઉત્તર :- આહા૨કની સત્તાનો કાળ મિથ્યાત્વે ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સંભવે છે, ત્યારબાદ અવશ્ય નિઃસત્તાક થાય છે. અને જઘન્યથી અંતર્મુહૂર્ત જો રહે તો ત્યારબાદ અવશ્ય ઉપરનું ૩જું કે ૪થું ગુણસ્થાનક પામે છે, કારણ કે આહારકની સત્તાવાળો જીવ અવિરતિપણામાં જઇ ત્યાં અંતર્મુહૂર્ત બાદ આહારકની ઉવલના શરૂ કરે છે, તે યાવત્ પલ્યોપમના અસંખ્ય ભાગ સુધીમાં આહારકનો વિનાશ કરી નિ:સત્તાક કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org