________________
સત્તાપ્રકરણ
ટીકાર્ય - પૂર્વ કહેલ ૧૬ પ્રવૃતિઓ ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડ જાય ત્યારે નપુંસકવેદ ક્ષય થાય છે અને જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી નપુંસકવેદની સત્તા હોય છે. પછી ફરી પણ સંખ્યાતા સ્થિતિખંડ જાય ત્યારે સ્ત્રીવેદ ક્ષય થાય છે, તે સ્ત્રીવેદનો પણ જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી સત્તામાં હોય છે. એ પ્રમાણે સ્ત્રીવેદ અથવા પુરુષવેદ સહિત ક્ષપકશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જાણવું.
નપુંસકવેદ સહિત શ્રેણિ સ્વીકારનાર જીવને સ્ત્રીવેદ નપુંસકવેદ એકી સાથે ક્ષય પામે છે, અને જ્યાં સુધી ક્ષય ન પામે ત્યાં સુધી આ બન્ને વેદની સત્તા હોય છે. ઉપશમશ્રેણિને આશ્રયીને તો ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તા હોય છે. '
પછી સ્ત્રીવેદ ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડ ઓળંગી ગયા બાદ એકી સાથે હાસ્યાદિ-૬ નો ક્ષય થાય છે, તે હાસ્યાદિ-૬નો ક્ષય થયા પછી સમય ન્યૂન બે આવલિકા પસાર થયા પછી પુરુષવેદ ક્ષય થાય છે. એ પ્રમાણે પુરુષવેદ સહિત ક્ષપકશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જાણવું. સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ સહિત ક્ષપકશ્રેણિ સ્વીકારનાર જીવને તો પુરુષવેદ અને હાસ્યાદિ-૬ એ ૭ પ્રકૃતિઓનો એકી સાથે ક્ષય કરે છે.
પછી પુરુષવેદ ક્ષય થયા બાદ સંખ્યાતા સ્થિતિખંડ ઓળંગી ગયા બાદ સંજ્વલન ક્રોધનો ક્ષય થાય છે. તેથી ફરી પણ સંખ્યાતા સ્થિતિખંડો ઓળંગી ગયા બાદ સંજ્વલન માનનો ક્ષય થાય છે. ત્યાર પછી પણ સંખ્યાતા સ્થિતિખંડો વ્યતીત થયા બાદ સંજ્વલન માયાનો ક્ષય થાય છે. અને જ્યાં સુધી હાસ્યાદિ પ્રવૃતિઓ ક્ષય ન થાય ત્યાં સુધી તેની સત્તા હોય છે.
“તનુરાત્ત'' રિ અહીં જે “ક્ષતિ’ છે તે વાવ' અર્થમાં છે. જ્યાં સુધી તનુરાગ અર્થાત્ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અન્ન સુધી સંજ્વલન લોભની સત્તા જાણવી. આગળ સત્તા ન હોય. ઉપશમશ્રેણિ સ્વીકારનારને તો હાસ્યાદિ સર્વ પણ પ્રવૃતિઓ ઉપશાંતમો ગુણસ્થાનક સુધી સત્તા જાણવી.
मणुयगइजाइतसबायरं च पज्जत्तसुभगआएज्जं । जसकित्ती तित्थयरं, वेयणिउच्चं च मणुयाउं ।। ८ ।। भवचरिमस्समयम्मि उ, तम्मग्गिल्लसमयम्मि सेसा उ । आहारगतित्थयरा, भज्जा दुसु नत्थि तित्थयरं ।। ९ ।। मनुष्यगति जाति त्रसबादरं च पर्याप्तसुभगादेयम् । यशःकीर्तिस्तीर्थंकरम्, वेदनीयोच्चैश्च मनुष्यायुः ।। ८ ।। भवचरमसमये तु, तदग्रिमसमये शेषास्तु ।
आहारकतीर्थकरौ, भाज्यौ द्वयोास्ति तीर्थंकरम् ।। ९ ।। ગાથાર્થ :- મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસ - બાદર - પર્યાપ્ત - સુભગ આદેય - યશ - જીનનામી - બેમાંથી ૧ વેદનીય - ઉચ્ચ ગોત્ર અને મનુષ્યાયુષ્ય એ ૧૨ પ્રકૃતિઓની સત્તા ભવના અન્ય સમય સુધી હોય છે. શેષ ૮૩ પ્રકૃતિઓની સત્તા ૧૪મા ગુ0 ના ઉપાજ્ય સમય સુધી હોય છે. આહારક અને જિનનામની સત્તા સર્વ ગુણસ્થાનકોમાં વિકલ્પ હોય છે, અને રજા તથા ૩જા ગુણઠાણે તો જિનનામની સત્તા નિશ્ચયથી ન જ હોય.
ટીકાર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ કીર્તિ, જિનનામ, કોઈપણ એક વેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્પાયુષ્યરૂપ ૧૨ પ્રકૃતિઓ ભવના અન્ય સમય સુધી સત્તા હોય છે. અયોગી કેવલીના અન્ય સમય સુધી વે છે. આગળ સત્તા નથી એ પ્રમાણે અર્થ છે.
પૂર્વ કહેલ ૭૬ પ્રકૃતિઓ સિવાયની બાકીની કોઈપણ એક વેદનીય, દેવદ્રિક, દારિકસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, પ્રત્યક, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહાયોગતિદ્રિક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર, અયશ : કીર્તિ, મનુષ્યાનુર્વી, નિર્માણ, અનાદેય, અપર્યાપ્ત, નીચગોત્રરૂપ ૮૩ પ્રકૃતિઓની સત્તા ““તમ્મરત્નસમયમ'' ત્તિ ભવના અન્ય સમયથી પૂર્વની સમયે અર્થાત્ અયોગી કેવલીના દ્વિચરમ = ઉપાજ્ય સમય સુધી હોય છે. એ પ્રમાણે અર્થ છે. ૧૪માના અન્ય સમયે સત્તા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org