________________
૬૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
- તથા “સંયોગના'' એટલે અનંતાનુબંધિની સત્તા મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે નિશ્ચયથી હોય છે, કારણ કે તેઓ અવશ્ય અનંતાનુબંધિ બાંધે છે. વળી, મિશ્રદષ્ટિ આદિ અપ્રમત્ત સંયત સુધીના પાંચ ગુણસ્થાનકને વિષે વિકલ્પ સત્તા હોય છે. અનંતાનુબંધિની વિસંયોજના કરેલ ૨૪ની સત્તાવાળા મિશ્રદષ્ટિ ને, (અર્થાત્ ૪ થી ૭ ગુણ વિસંયોજના કરી જે ૩જે આવે તેને ન હોય) દર્શનસપ્તક ક્ષય કરેલ ૨૧ની સત્તાવાળા ક્ષાયિક જીવને અથવા અનંતાનુબંધિ રહિત ૨૪ની સત્તાવાળો કે જેને વિસંયોજના કરી છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ને વિષે અનંતાનુબંધિની સત્તા ન હોય, તેથી વિપરીતને હોય
અહીં પાંચ ગુણસ્થાનકે જ અનંતાનુબંધિની સત્તા વિકલ્પ જે કહેલ છે તે વિસંયોજિત અનંતાનુબંધિ કષાયવાળા જ ઉપશમશ્રેણિને પામે છે એ પ્રમાણે પોતાના મતના અભિપ્રાયથી કહ્યું છે. બાકી કર્મગ્રંથના અભિપ્રાયે તો આ પ્રમાણે કહ્યું છે. “મારે મન નિયમ મડ્યા રીસા વગ'' અર્થ - પ્રથમ બે (મિથ્યાત્વ'- સાસ્વાદન) ગુણસ્થાનકને વિષે અનંતાનુબંધિની સત્તા નિશ્ચયથી હોય છે, અને મિશ્ર આદિ નવ ગુણસ્થાનકને વિષે ભજના વિકલ્પ હોય છે, એ પ્રમાણે જાણવું.
खवगानियट्टिअद्धा, संखिज्जा होति अट्ठ वि कसाया । નિરતિયિતેરસ, નિદ્દનિતિશેyવરિ II ૬ क्षपकाऽनिवृत्त्यद्धाः, संख्येयाः सन्त्यष्टावपि कषायाः ।
निरयतिर्यक्त्रयोदशकं, निद्रानिद्रात्रिकेणोपरि ।। ६ ।। ગાથાર્થ :- ક્ષેપકને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમ ૮ કષાયો સત્તામાં હોય છે. તથા નરક-તિર્યંચને એકાન્ત પ્રાયોગ્ય ૧૩ + નિદ્રાનિદ્રાત્રિક = થીણદ્વિત્રિક સહિત ૧૬ પ્રકૃતિઓ આઠ કષાય ક્ષય પછી સંખ્યાતા સ્થિતિખંડ જાય ત્યારે એકી સાથે ક્ષય પામે છે.
ટીકાર્ય - મધ્યમ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ ૮ કષાયો ક્ષપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ પર્યત સત્તામાં હોય છે, ત્યાર પછી ન હોય કારણ કે તેઓનો ક્ષય કર્યો છે. વળી ઉપશમશ્રેણિને આશ્રયીને ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તા હોય છે.
તથા નરક - તિર્યંચને એકાન્ત પ્રાયોગ્ય * જે નામકર્મની ૧૩ પ્રકૃતિઓ - નરકદ્ધિક, તિર્યંચદ્રિક, એકેડ બેઇટ વેઇટ ચઉરિદ્રિયજાતિ ૪, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણરૂપ, અને નિદ્રાનિદ્રાત્રિક = થીણદ્વિત્રિક સહિત ૧૬ પ્રકૃતિઓ આઠ કષાય ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડ ગયા પછી એકી સાથે ક્ષય પામે છે. તેથી જ્યાં સુધી ક્ષય ન થયો હોય ત્યાં સુધી સત્તા હોય છે અને ક્ષય થયા પછી સત્તા ન હોય. ઉપશમશ્રેણિમાં તો આ ૧૬ પ્રકૃતિઓની ઉપશાંત ગુણસ્થાનક સુધી ' સત્તા જાણવી.
अपुमित्थीय समं वा, हासच्छक्कं च पुरिस संजलणा । पत्तेगं तस्स कमा, तणुरागतो त्ति लोभो य ।। ७ ।। अपुंस्त्रियावेदेन समं वा, हास्यषट्कं च पुरुष संज्वलनाः ।
प्रत्येकं तस्य क्रमात्, तनुरागान्त इति लोभश्च ।। ७ ।। ગાથાર્થ :- ત્યાર પછીનપુંસકવેદ, તદનંતરસ્ત્રીવેદ અથવા (નપુંસકવેદે પ્રતિપન્ન શ્રેણિગતને) નપુંસકવેદ સ્ત્રીવેદનો સમકાળે ક્ષય થાય છે. તદનંતર હાસ્યાદિ-૬નો સમકાળે ક્ષય થાય છે. તદનંતર પુંવેદ અથવા કે સ્ત્રી નપુંસકે માંડેલી ક્ષપકશ્રેણિની અપેક્ષાએ) હાસ્યછક્ક ને પુરુષવેદનો સમકાળે ક્ષય થાય છે. તદનંતર જે સંજ્વલન કષાય તેનો એકેક કષાયને અનુક્રમે ક્ષય થાય છે, તે કારણથી જ્યાં સુધી તેઓનો ક્ષય નથી થયો ત્યાં સુધી તેઓની સત્તા જાણવી.) અને સંજ્વલન લોભની સત્તા સૂક્ષ્મસંપાયના અન્ય સમય પર્યન્ત જાણવી.
આ ૧૩માંથી નરકતિક અને ઉદ્યત એ ત્રણ સિવાયની ૧૦ પ્રકૃતિઓ એકાન્ત તિર્યંચ યોગ્ય છે. એટલે કે તે ૧૦ પ્રકૃતિઓનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે. તેથી જે કોઈ પણ સ્થળે તિર્યંચ એકાન્ત યોગ્ય પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય ત્યાં આ ૧૦ પ્રકૃતિઓ સમજવી. અને ભવધરણીય શરીરની અપેક્ષાએ ઉદ્યોત નામ પણ એકાન્ત તિ, પ્રાયો છે. માટે તેના સહિત ૧૧ પ્રકૃતિઓ એકાન્ત તિo પ્રા જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org