________________
૫૯
સત્તાપ્રકરણ
त्रिषु मिथ्यात्वं नियमा - दष्टसु स्थानेषु भवति भक्तव्यम् ।
आस्वादने सम्यक्त्वं, नियमात् सम्यक्त्वं दशसु भाज्यम् ।। ४ ।। ગાથાર્થ :- પ્રથમ ત્રણ ગુણસ્થાનક મિથ્યાષ્ટિ - સાસ્વાદન અને મિશ્રને વિષે નિશ્ચયથી મિથ્યાત્વ હોય છે. બાકીના ૮ ગુણસ્થાનક - ૪ થી ૧૧ સુધીને વિષે ભજના હોય છે. અને સમ્યકત્વમોહનીયની સત્તા સાસ્વાદને નિશ્ચયથી હોય છે, અને ૧ થી ૧૧ સુધીના (રજા સિવાય) ૧૦ ગુણસ્થાનકને વિષે ભજના હોય છે.
ટીકાર્ય - મિથ્યાત્વ - સાસ્વાદન - મિશ્રરૂપ ત્રણ ગુણસ્થાનકને વિષે નિશ્ચયથી અવશ્ય ભાવથી મિથ્યાત્વની સત્તા હોય છે. બાકીના ૮ ગુણસ્થાનક ૪ થી ૧૧ ઉપશાંતમોહ સુધી ભજન જાણવી, અર્થાત્ ક્યારેક સત્તા હોય અને ક્યારેક સત્તા ન પણ હોય. તે આ પ્રમાણે કહે છે - અવિરત સમ્યગુદષ્ટિ આદિ ગુણસ્થાનકમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરતાં જે જીવે મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય છે તે જીવને સત્તા હોતી નથી, અને ઉપશમાવેલી હોય એટલે કે ઉપશમ સમ્યકત્વીને સત્તામાં હોય છે. અને ક્ષીણમોહાદિ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વની સત્તાનો અવશ્ય અભાવ છે.
તથા ““માસાને' રિ સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વ મોહનીયની સત્તા નિશ્ચયથી હોય છે, કારણ કે ઔપશમિક અદ્ધામાં (કાલમાં) જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી બાકીની ૬ આવલિકા સુધી સાસ્વાદન પામે છે અને ત્યાં નિશ્ચયથી ૨૮ની સત્તા હોય છે. વળી મિથ્યાષ્ટિથી આરંભી રજા ગુણસ્થાનક સિવાય ઉપશાંતમોહ સુધીના દસ ગુણસ્થાનકોમાં ભજના હોય છે. એટલે કે કોઈ વખતે સત્તામાં હોય છે અને કોઈ વખતે સત્તા ન પણ હોય. તે આ પ્રમાણે કહે છે.... મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અનાદિ ૨૬ની સત્તાવાળો અને ઉવલના કરેલ સમ્યકત્વ પુંજવાળા જીવને વિષે તથા મિશ્ર ગુણસ્થાનકે પણ સમ્યકત્વ પુજની ઉવલના કર્યા પછી કેટલોક કાલ મિશ્ર ભાવમાં રહેલને અને અવિરતથી શરૂ કરીને ઉપશાંતમોહ સુધીમાં ક્ષાયિક સમ્યગુદષ્ટિ સમ્યકત્વમોહનીયની સત્તા ન હોય અને તે સિવાય બીજા જીવને સત્તામાં હોય છે.'
बिइयतइएसु मिस्सं, नियमा ठाणनवगम्मि भयणिज्जं । संजोयणा उ नियमा, दुसु पंचसु होइ भइयव्वं ।। ५ ।। द्वितीयतृतीययोर्मिनं, नियमात् स्थाननवके भजनीयम् । संयोजना तु नियमाद्, द्वयोः पञ्चसु भवति भक्तव्यम् ।। ५ ।।
ગાથાર્થ :- દ્વિતીય અને તૃતીય ગુણસ્થાનકે મિશ્રની સત્તા નિશ્ચયથી છે. અને નવ ગુણસ્થાનકે મિશ્રની સત્તા વિકલ્પ છે. પ્રથમના બે ગુણસ્થાનકમાં અનંતાનુબંધિની સત્તા નિશ્ચયથી છે અને આગળના પાંચ ગુણસ્થાનકોમાં વિકલ્પ છે.
ટીકાર્થ :- બીજા અને ત્રીજા ગુણસ્થાનકે મિશ્રમોહનીયની સત્તા નિશ્ચયથી હોય છે, કારણ કે સાસ્વાદને નિશ્ચયથી ૨૮ની જ સત્તા હોય છે. અને મિશ્ર ગુણસ્થાનકવાળો તો ૨૮ની સત્તાવાળો સમ્યકત્વમોહનીયની વિસંયોજના થવાથી ૨૭ની સત્તાવાળો, અથવા અનંતાનુબંધિ-૪ની ઉર્વલના થવાથી ૨૪ની સત્તાવાળો હોય છે, અને તેથી આ સત્તાસ્થાનોને વિષે મિશ્રમોહનીયની સત્તા અવશ્ય પામે છે. ૨૬ની સત્તાવાળાને તો મિશ્રગુણસ્થાનક ન જ સંભવે, કારણ કે મિશ્રપુંજની સત્તા ઉદય વિના મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ જ ન થાય.
“સ્થાનન” મિથ્યાદૃષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ઉપશાંતમોહ અન્ત સુધી નવ ગુણસ્થાનકોમાં મિશ્રમોહનીયની સત્તા ભજના = વિકલ્પ હોય છે. અર્થાત્ ક્યારેક હોય અને ક્યારેક ન હોય. જે મિથ્યાદષ્ટિ ૨૬ની સત્તાવાળો હોય તે અને અવિરત સમ્યગુદષ્ટિ આદિ ઉપશાંતમોહના અન્ત સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિઓ મિશ્રની સત્તા ન પામે અને બીજા પામે એ પ્રમાણે અર્થ છે.'
મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે અભવ્યને અને હજી સુધી જે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્યને સમ્યકત્વમોહનીય સત્તામાં હોતી જ નથી. અને ઉપશમ સમ્યકત્વથી પડીને આવેલા ભવ્યને જ્યાં સુધી ઉવેલે નહીં ત્યાં સુધી જ સત્તામાં હોય છે, તથા ઉપરના ગુણસ્થાનકેથી પડીને મિશ્રપણું પ્રાપ્ત કરે તેને મિશ્રગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયની અવશ્ય સત્તા હોય છે, અને પ્રથમ ગુણસ્થાન કે સમ્યકત્વમોહનીય ઉવેલી મિશ્રપણું પ્રાપ્ત કરે તેને સત્તામાં નથી હોતી. ૪ થી ૧૧મા સુધીમાં ક્ષાયિક સમ્યકત્વીને સત્તામાં હોતી નથી, ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વીને હોય છે. માટે દસ ગુણસ્થાનકોમાં સમ્યકત્વમોહનીયની સત્તા ભજનાએ કહીં છે. ૧૨મા આદિ ગુણસ્થાનકોમાં તો હતી જ નથી. ઇતિ ભાવાર્થ. ક્ષાયિક સમ્યકત્વીને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી, ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વીને હોય છે, પ્રથમ ગુણઠાણ અભવ્યને અને જે જીવે હજુ સુધી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી તે જીવને મિશ્રની સત્તા હોતી નથી. અને સમ્યકત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વે જાય તેઓને તે જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી સત્તામાં હોય છે, પછી ન હોય. એટલે નવ ગુણસ્થાનકે ભજનાએ મિશ્રમોહનીયની સત્તા કહીં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org