________________
6 U
પ્રશ્ન-૨૧ :
ઉત્તર ઃ
પ્રશ્ન-૨૨ :
ઉત્તર ઃ
ઉત્તર ઃ
કર્મપ્રકૃતિ ભાગ – ૩ એવી કઈ ગુણશ્રેણિઓ છેં કે - જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકો ઉતારી અસંખ્યાત ગુણાકારે ગોઠવે ? તે કારણ સાથે જણાવો.
વૈક્રિયસપ્તક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષટ્ક-આ ચોવીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેવગતિમાં જ હોય. નકત્રિકનો નરકગતિમાં જ હોય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવ૨, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, અને તિર્યંચત્રિક આ બાર પ્રકૃતિઓનો તિર્યંચગતિમાં જ, તેમજ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છ, વેદનીય બે, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, ત્રણ વેદ, સંજ્વલનચતુષ્ક, મનુષ્યાયુ, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, આહારકસપ્તક, તેજસ-કાર્યણસપ્તક, સંસ્થાનષટ્ક સંઘયણષટ્ક, વર્ણચતુષ્કની વીસ, વિહાયોગતિદ્વિક, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદસક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક-એમ કુલ એકસો સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મનુષ્યગતિમાં જ હોય છે. વળી થીણદ્વિત્રિકનો મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિર્યંચગતિમાં, દૌર્ભાગ્ય, અનાદેય, અપયશ અને નીચગોત્ર આ ચારનો દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધીચતુષ્ક એ પાંચનો ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે. પ્રશ્ન-૨૩ :- યુગલિકો નિરુપક્રમી અનપવર્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત આયુ વર્જી શેષ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુષ્યની અપવર્ઝના કરી ત્યાર પછીના પ્રથમ સમયે તિર્યંચને તિર્યંચાયુનો અને મનુષ્યને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો છે તો અનપવર્તનીય આયુષ્યવાળા યુગલિકોને આયુષ્યની અપવર્તના શી રીતે હોય ?
ઉપશાંતમોહ તથા સયોગી આ બે ગુણસ્થાનકોમાં સ્થિર પરિણામ હોવાથી તે બે ગુણસ્થાનકો સંબંધી ગુણશ્રેણિઓમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખા દલિકો ઉતારી અસંખ્યગુણાકારે ગોઠવે છે. કઈ કઈ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કઈ કઈ ગતિમાં હોય ?
Jain Education International
યુગલિકોને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવર્ઝના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવર્ઝના થતી નથી. માટે અનપવર્તનીય આયુષ્યવાળા કહ્યાં છે. આ હકીકત શ્રી સૂયડાંગ સૂત્ર તથા આચારંગ સૂત્રમાં પણ કહેલ છે.
પ્રશ્ન-૨૪ :- જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ કયા જીવને હોય ?
ઉત્તર ઃ- આયુ સિવાયની સર્વ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ ક્ષપિતકર્માંશ જીવને જ હોય છે. પ્રશ્ન-૨૫ :- અનંતાનુબંધિના જઘન્ય પ્રદેશોદય કયા જીવને હોય ? તે કારણ સહિત સમજાવો. ઉત્તર ઃ
ક્ષપિતકર્માંશ જે કોઈ જીવ ચાર વાર મોહનીયનો ઉપશમ ક૨ી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય યોગે વર્તતાં અંતર્મુહૂર્ત કાળ માત્ર અનંતાનુબંધિનો બંધ કરી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, સાધિક એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ વચ્ચમાં અંતર્મુહૂર્તના મિશ્ર સહિતના સમ્યક્ત્વનો કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણસ્થાનકે આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ચારે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ચાર વાર મોહનીયનો ઉપશમ ક૨વાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયના ઘણાં દલિકોનો ક્ષય થાય છે અને થોડાં જ દલિકો સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત પ્રમાણ અનંતાનુબંધિના બંધ વખતે તેમાં સક્રમ દ્વારા અન્ય કષાયોના ઘણાં જ ઓછા દલિકો આવે. ત્યારબાદ સાધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી મિશ્ર સહિત સમ્યક્ત્વના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુબંધિના દલિકો છે તે પણ અન્ય પ્રકૃતિઓમાં સંક્રમવાથી ઘણાં જ ઓછા સત્તામાં રહે છે. તેથી ચાર
For Personal & Private Use Only
www.jainelibrary.org