________________
૩૯
ઉદયપ્રકરણ - પ્રશ્નોત્તરી
નિક્ષેપ ભોગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે. જઘન્ય સ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમા ગુણસ્થાનકના ચરમ સમયે જ થાય છે.
પ્રશ્ન-૧૪ :- ક્ષપિતકમશ અને ગુણિતકમશ આત્મા કોને કહેવાય ? ઉત્તર :- જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશોની સત્તા હોય તે ક્ષપિત કર્ભાશ અને જે આત્માને વધારેમાં વધારે
કર્મપ્રદેશોની સત્તા હોય તે ગુણિતકર્માશ આત્મા કહેવાય છે.
પ્રશ્ન-૧૫ - લઘુક્ષપક એટલે શું? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશોદય તેને જ કહેવાનું કારણ શું ? ઉત્તર :- લઘુ = જલ્દી, ક્ષપક = કર્મનો ક્ષય કરનાર, અર્થાત્ આઠ વર્ષની વયે સર્વવિરતિનો સ્વીકાર કરી અંતર્મુહૂર્તમાં
જ ક્ષપકશ્રેણિ ઉપર આરુઢ થઈ કેવળજ્ઞાન પામે તે લઘુક્ષપક કહેવાય છે, તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશો ઘણાં હોય છે. વળી અંતર્મુહૂર્તમાં જ તેઓનો ગુણશ્રેણિકત ઉદય દ્વારા ક્ષય કરવાનો હોવાથી તે આત્માને ઘણાં પ્રદેશોનો ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેલ છે.
પ્રશ્ન-૧૬ :- ચિરક્ષપણા એટલે શું ? ઉત્તર :- ચિર = લાંબા કાળે. ક્ષપણા = કર્મનો ક્ષય કરવો તે, એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો જે આત્મા ઘણાં
કાળ પછી સંયમનો સ્વીકાર કરે, વળી દીર્ઘકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કર્મનો જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણા કહેવાય છે.
પ્રશ્ન-૧૭ :- અગિયારમાંથી કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ ઉદય દ્વારા સંપૂર્ણ ભોગવીને જ આત્મા કાળ કરી શકે ?
પરંતુ તે પહેલાં નહીં ? ઉત્તર :- મોહક્ષપક, ક્ષીણમોહ સયોગી અને અયોગી એમ ચાર સંબંધી ગુણશ્રેણિઓ ઉદય દ્વારા સંપૂર્ણ ભોગવીને જ
અયોગીના ચરમ સમય બાદ કાળ કરે, પણ તે પહેલાં નહીં. શેષ સાત ગુણશ્રેણિઓ કાળ કરી અન્ય ભવમાં
પણ ભોગવે. પ્રશ્ન-૧૮ :- પહેલે ગુણસ્થાનકે કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે ? ઉત્તર :- સમ્યકત્વ વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીધ્ર મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ
પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે છે.
પ્રશ્ન-૧૯ :- નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ કરી શકે ? ઉત્તર : - નરક તથા દેવગતિમાં સમ્યકત્વ સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ બે, તિર્યંચગતિમાં
- આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં અગિયારે અગિયાર ગુણશ્રેણિઓ કરી શકે
પ્રશ્ન-૨૦ :- નરકાદિ ચાર ગતિઓમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ ઉદયમાં પ્રાપ્ત થાય ?
ઉત્તર :
નરક તથા તિર્યંચગતિમાં પ્રથમની પાંચ, દેવગતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયારે-અગિયાર ગુણશ્રેણિઓમાં કરેલ દલિક રચનાનો અનુભવ હોઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org