________________
૩૮
ઉત્તર ઃ
પ્રશ્ન-૮ :
ઉત્તર ઃ
પ્રશ્ન-૯ :
ઉત્તર ઃ
ઉત્તર ઃ
પ્રશ્ન-૧૨ :
ઉત્તર ઃ
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પ્રકૃતિ આદિનો વિચા૨ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્યત્વે બે પ્રકારે ક૨વામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અનુત્કૃષ્ટ કહેવાય છે. આ હકીકત ધ્યાનમાં રાખવા આ બે ભેદો પાડેલ છે. પણ જો જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક ભેદો ગમે તે એકમાં આવી શકે.
મિથ્યાત્વ, પુરુષવેદ અને સમ્યક્ત્વમોહનીય એ ત્રણ અથવા સ્ત્રીવેદ, નપુંસકવેદ અને સંજ્વલન લોભ સહિત કુલ છે.
પ્રશ્ન-૧૦ :- ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પર્યન્ત ઉદીરણા વિના કેવળ ઉદય પણ હોઈ શકે તેવી પ્રકૃતિઓ કઈ કઈ ? બે વેદનીય અને મનુષ્યાયુષ્ય એમ કુલ ત્રણ.
ઉત્તર ઃપ્રશ્ન-૧૧ :
ઉદય તથા સત્તાનો એકી સાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રકૃતિઓ કેટલી અને કઈ કઈ ?
એવું કયું ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તેટલી પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ? તેમજ પ્રથમ ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિની ઉદીરણા ન પણ હોય એવું બની શકે ?
Jain Education International
મિશ્રગુણસ્થાનકે જેંટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેક પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે ચરમાવલિકામાં ચાર આયુષ્યનો, પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો તેમ જ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો એમ ૧૦ પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે.
ઉદયના ચરમ સમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં ચ૨માવલિકામાં જેનો કેવળ ઉદય હોય પણ ઉદીરણા ન હોય તેવી પ્રકૃતિઓ કેટલી અને કઈ કઈ ?
મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેયદ્ઘિક, ઉચ્ચગોત્ર, તીર્થંક૨ નામકર્મ, પંચેન્દ્રિયજાતિ, અને બે વેદનીય આ ૧૩ પ્રકૃતિઓનો ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ઉદય સત્તાનો સાથે વિચ્છેદ હોવા છતાં ચૌદમા ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્યાયુ અને બે વેદનીયનો ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઈ શકે છે.
મૂળ આઠ કર્મમાંથી કયા કર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય ? અને તે કઈ રીતે ?
મોહનીયકર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે :- ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતાં મોહનીયનો પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દસમા ગુણસ્થાનકથી આગળ નહીં ગયેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ.
પ્રશ્ન-૧૩ :- મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ ઉદય કેટલો હોય ? અને તે કઈ રીતે ? ઉત્તર ઃ
મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે :- જીવ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં વર્તતાં તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીસ કોડકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક
For Personal & Private Use Only
www.jainelibrary.org