________________
ઉદયપ્રકરણ – પ્રશ્નોત્તરી
ઉદય યોગ્ય ભવમાં ગયેલા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, તે તે ભવ યોગ્ય ઘણી પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે, તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે.
ત્યાં એકેન્દ્રિયજાતિ, ઔદારિકષટ્ક, વૈક્રિયષટ્ક, તૈજસ-કાર્યણસપ્તક, હુંડક સંસ્થાન, વર્ણાદિ વીસ, તીર્થંકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, દુઃસ્વર વિના સૂક્ષ્મ અષ્ટક, બાદરપંચક અને યશ નામકર્મ આ ૬૨ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં, બેઈન્દ્રિયજાતિ, સેવાત્ત સંઘયણ, ઔદારિક અંગોપાંગ, અશુભવિહાયોગતિ, ત્રસ, સુસ્વર અને દુઃસ્વર આ સાતનો બેઈન્દ્રિયમાં, તેઈન્દ્રિયજાતિનો તેઈન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયજાતિનો ચઉરિન્દ્રિયમાં, પંચેન્દ્રિયજાતિનો પર્યાપ્ત અસંશિ પંચેન્દ્રિયમાં, મનુષ્યગતિ, વૈક્રિય અંગોપાંગ, આદ્ય પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સૌભાગ્ય તથા આદેય આ પંદ૨ પ્રકૃતિઓનો પર્યાપ્ત સંશિમાં જઘન્ય પ્રદેશોદય હોય છે.
ઇતિ ઉદયપ્રકરણ સારસંગ્રહ સમાપ્ત
પ્રશ્ન-૧ ઃ
ઉત્તર ઃ
પ્રશ્ન-૨ :
ઉત્તર ઃ
પ્રશ્ન-૩ :
ઉત્તર ઃ
પ્રશ્ન-૪ :
ઉત્તર ઃ
પ્રશ્ન-૫ ઃ
ઉત્તર ઃ
પ્રશ્ન-૬ :
ઉત્તર :
પ્રશ્ન-૭ :
68
Jain Education International
-ઃ અથ ઉદયપ્રકરણ પ્રશ્નોત્તરી :
સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીય બંધ વિના જ ઉદયાદિ ત્રણમાં પ્રાપ્ત થાય છે. તો બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય ?
આ બે પ્રકૃતિઓ સ્વ સ્વરૂપે બંધાતી નથી, પરંતુ બંધાયેલ મિથ્યાત્વના કર્મદલિકને જ ઔપશમિક સમ્યક્ત્વરૂપ વિશુદ્ધિના વશથી ૨સ ધટાડીને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે, એમ કહેવામાં હ૨કત નથી.
એવું કયું કર્મ છે કે જેનો ઉદીરણા વિના કેવળ ઉદય મિશ્રગુણસ્થાને હોતો જ નથી ? આયુષ્યકર્મ.
એવા કયાં મૂળકર્મો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી હોતી જ નથી ? વેદનીય અને આયુષ્યકર્મ,
કેટલાં કાળ સુધી કઈ કઈ પ્રકૃતિઓનો ઉદીરણા વિના પણ કેવળ ઉદય હોઈ શકે ?
બે વેદનીય અને મનુષ્યાયુષ્ય એ ત્રણ પ્રકૃતિઓ દેશોનપૂર્વક્રોડ વર્ષ, ૫ નિદ્રા, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેયદ્ઘિક, જિનનામ, ઉચ્ચગોત્ર એ પંદરનો અંતર્મુહૂર્ત, જ્ઞાનાવરણ-૫, દર્શનાવ૨ણ-૪, અંતરાય-૫, ત્રણવેદ, સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, મનુષ્યાયુ વિના ત્રણ આયુષ્ય, અને સંજ્વલન લોભ આ ૨૩ પ્રકૃતિઓનો એક આવલિકા સુધી કેવળ ઉદય હોય છે. એવું કયું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી ઉદયમાં આવી શકે ?
મોહનીયકર્મ, તેનો ઉપશાંતમોહ ગુણસ્થાનકે સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને ત્યાંથી પડતાં ૧૦મા અથવા ૪થા ગુણસ્થાનકે ફરી ઉદય શરૂ થાય છે.
અજઘન્ય તથા અનુત્કૃષ્ટમાં શું તફાવત છે ?
અજઘન્યમાં જઘન્ય સિવાય ઉત્કૃષ્ટ સુધીના દરેક ભેદોનો અને અનુષ્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદોનો સમાવેશ થઈ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અપેક્ષા વિશેષથી અજઘન્ય અને અનુભૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અજઘન્ય અને અનુષ્કૃષ્ટમાં આવી જાય તો અજઘન્ય કે અનુત્કૃષ્ટરૂપ એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું શું કારણ ?
For Personal & Private Use Only
www.jainelibrary.org