________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩ અલ્પલિકો ગ્રહણ થાય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે દરેક સ્થિતિસ્થાનમાં થોડાં થોડાં દલિકોનો નિક્ષેપ થાય પાટે “જઘન્ય યોગ અને અલ્પકાલ વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાનું' કહ્યું છે.
ચરમસ્થિતિસ્થાનમાં દલિક રચના અત્યંત અલ્પ જ થાય છે. વળી દીર્ઘકાળ પર્યન્ત તીવ્ર અસાતાવેદનીયના ઉદયથી આયુષ્ય કર્મના ઘણાં દલિકોનો ક્ષય થઈ જાય છે તેથી પોતપોતાના ભવના ચરમ સમયે ઘણાં જ થોડાં દલિકો ઉદયમાં આવે છે, માટે ‘દીર્ઘકાળ પર્યન્ત તીવ્ર અસતાવેદનીયના ઉદયવાળા જીવને પોતપોતાના ભવના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય' એમ કહ્યું.
ક્ષપિતકર્માશ કોઈક સ્ત્રી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરે અને તેટલાં કાળ સુધી પુરુષવેદનો જ બંધ હોવાથી ઉદય-ઉદીરણા તથા સંક્રમ દ્વારા સત્તામાં રહેલ સ્ત્રીવેદના ઘણાં દલિકો ઓછાં કરે. ત્યારબાદ જો સમ્યક્ત સહિત કાળ કરે તો દેવીપણે ઉત્પન્ન ન થાય માટે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે મિથ્યાત્વ પામી કાળ કરી દેવીપણે ઉત્પન્ન થાય ત્યાં શીધ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ઉત્કૃષ્ટ ઉદ્વર્તન કરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની બંધાવલિકાના ચરમ સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય કરે.
કોઈ ક્ષપિતકશ જીવ અનંતાનુબંધિની વિસંયોજના કરી જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વ પામી અતિસંક્લિષ્ટ પરિણામ દ્વારા એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ આયુ પૂર્ણ કરી અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી અન્ય અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તાઓ કરતાં અત્યંત અલ્પ આયુષ્યવાળા અસંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તમાં ઉત્પન્ન થઈ શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી શક્ય તેટલો જલદી નરકગતિનો બંધ કરી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થાય. ત્યાં શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર તે જીવને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
અનંતાનુબંધિની વિસંયોજના કરતાં સત્તામાં રહેલ નરકગતિ વગેરે શેષ સઘળાં કર્મના પણ ઘણાં દલિકોનો ક્ષય થાય છે. માટે “અનંતાનુબંધિની વિસંયોજના કરવાનું જણાવેલ છે.
એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાત્વી જ કરી શકે - માટે ‘દેવભવનું અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વે જવાનું' વગેરે જણાવેલ છે.
દેવ સીધો પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયમાં જઈ શકતો નથી માટે “એકેન્દ્રિયમાં જવાનું' અને નામકર્મની અન્ય પ્રવૃતિઓ બંધાદિથી વધુ પુષ્ટ ન થાય માટે “જઘન્ય અંતર્મુહૂર્ત આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહેલ છે.
સંન્નિ કરતાં અસંશિને યોગ અત્યંત ઓછો હોય છે. વળી વારંવાર બાંધવાથી બંધાદિ દ્વારા દરેક ગતિ ઘણી પુષ્ટ થાય છે. માટે “ અસંક્ષિ-પર્યાપ્તને શક્ય તેટલો જલદી નરકગતિનો બંધ કરી, મૃત્યુ પામી નરકગતિયાં ઉત્પન્ન થવાનું ' જણાવેલ છે.
જે પ્રકૃતિઓનો વિપાકોદય પર્યાપ્તાવસ્થામાં જ થવાનો છે તે પ્રકૃતિઓનું દલિક પણ તિબુકસંક્રમથી અપર્યાપ્તાવસ્થામાં નરકગતિ આદિમાં પડે છે તેથી અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશોદય ન કહેતાં પર્યાપ્તાવસ્થામાં જ નરકગતિનો જઘન્ય પ્રદેશોદય થાય' એમ કહેલ છે.
ગતિઓની જેમ જ આનુપૂર્વીઓનો પણ જઘન્ય પ્રદેશોદય થાય છે. પરંતુ આનુપૂર્વનો ઉદય વિગ્રહગતિમાં જ વધુમાં વધુ ત્રણ સમય સુધી જ હોય છે. માટે તે તે ગતિના પ્રથમ સમયે જ તે તે આનુપૂર્વીઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
કોઈ ક્ષપિત કર્મશ ચૌદ પૂર્વધર મુનિ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરી ઘણાં કર્મનો ક્ષય કરે, ત્યારબાદ
૧ આહા૨કશરીર બનાવે ત્યારે ઉદ્યોત સહિત ત્રીશના ઉદયે વર્તતાં તેમને આહારકસ કનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ક્ષપિતકશ આત્માને પોતાના ઉદયના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મનો પ્રદેશોદય હોય છે,
શેષ ૮૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય ચક્ષુદર્શનાવરણની જેમ કહેવો, પરંતુ તેમાંથી જે પ્રકૃતિઓનો ઉદય એકેન્દ્રિયમાં હોઈ શકે તે જ પ્રકતિઓનો એકેન્દ્રિયમાં કહેવો. શેષ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાંથી નીકળી શીધ્ર તે તે પ્રકૃતિઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org