________________
ઉદયપ્રકરણ - સારસંગ્રહ
૩૩ વળી મિથ્યાત્વે જઈ મરણ પામી તે તે પ્રકૃતિને ઉદયયોગ્ય એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થયેલ તે જ જીવને બન્ને ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ એ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. ' ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જે સમયે અંતરકરણની ક્રિયા શરૂ કરવાનો છે તેના પૂર્વ સમયે કાળ કરી દેવામાં ગયેલા જીવને અંતર્મુહૂર્ત પછી તે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં અનેક જીવ આશ્રયી ઉદયપ્રાપ્ત યથાસંભવ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, પ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને હાસ્યાદિ છ નોકષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
આયુ બંધ વખતે જેટલો ઉત્કૃષ્ટ યોગ સંભવી શકે તેટલાં ઉત્કૃષ્ટ યોગ અને વધારેમાં વધારે જેટલો કાળ બાંધી શકાય તેટલાં કાળ સુધી જઘન્ય આયુષ્ય બાંધી પ્રથમ ઉદય સ્થિતિમાં ઘણાં દલિકો ગોઠવી દેવ અને નરકમાં ગયેલા જીવને પ્રથમ સમયે અનુક્રમે દેવ અને નરકાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ઉત્કૃષ્ટ યોગવડે અને ઉત્કૃષ્ટ કાળવડે બંધ કરવાથી દલિકો ઘણાં ગ્રહણ થાય અને દસ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુ બાંધવાથી તે બધા દલિકો દસહજા૨ વર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાય એટલે દરેક સ્થિતિસ્થાનમાં દલિકો ઘણાં આવે. વળી તેમાં પણ શક્ય હોય તેટલાં વધુમાં વધુ દલિકો પ્રથમ સ્થિતિસ્થાનમાં ગોઠવે તેથી ઉદયમાં આવતા પ્રથમ સમયે તે તે આયુષ્યના ઘણાં પ્રદેશોનો ઉદય થાય, માટે ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કાળ વડે જઘન્ય આયુ બાંધે અને પ્રથમસ્થિતિમાં ઘણાં દલિકો ગોઠવે તેમ કહ્યું છે.
વધારેમાં વધારે કાળ સુધી બાંધી શકાય તેટલાં મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ કાળવડે અને સ્વયોગ્ય ઉત્કૃષ્ટ યોગથી યુગલિક મનુષ્ય કે તિર્યંચનું ત્રણ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધી મરણ પામી યુગલિક મનુષ્ય કે તિર્યંચમાં જઇ અત્યંત શીધ્ર અતિ જઘન્ય અંતર્મુહૂર્ત સિવાયના ત્રણ પલ્યોપમ આયુની અપવર્તન કરે, ત્યાર પછીના સમયે મનુષ્યને મનુષ્યાયુનો અને તિર્યંચને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
' યુગલિકોને પર્યાપ્તાવસ્થામાં આયુની અપવર્નના થતી નથી માટે અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય અંતર્મુહૂર્ત સિવાયના આયુની અપવર્તન કરવાનું કહ્યું છે. વળી અપવર્નના થયા બાદ ત્રણ પલ્યોપમ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાયેલા સર્વ દલિકો અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાઈ જાય છે. અને તેમાં પણ પ્રથમ સ્થિતિસ્થાનમાં સર્વથી વધારે દલિક હોય છે માટે અપવર્નના થયા પછીના તરતના સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય, એમ કહ્યું છે.
અવિરત ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ પ્રથમ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દર્શનમોહક્ષપક સંબંધી ગુણશ્રેણિ કરે, ત્યારબાદ વિશુદ્ધ પરિણામે દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ સંબંધી અને ત્યારબાદ સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધી પણ ગુણશ્રણ કરે, આ ત્રણે ગુણશ્રેણિઓ એવી રીતે કરે કે ત્રણેનો શિર ભાગ એક જ સમયે પ્રાપ્ત થાય અને તે પહેલાં ચોથે ગુણસ્થાનકે જાય તે આત્માને ત્રણે ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં દોર્ભાગ્ય, અનાદેય, અયશ અને નીચગોત્ર આ ચારમાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
વળી અવિરતિ પામી શીઘ કાલ કરી નરકમાં ગયેલ આત્માને પૂર્વોક્ત ચાર તથા નરકદ્ધિક એમ છનો અને યુગલિક તિર્યંચમાં ગયેલાને યથાસંભવ પૂર્વોક્ત ચાર તથા તિર્યચદ્વિક એમ છનો અને યુગલિક મનુષ્યમાં ગયેલાને મનુષ્યાનુપૂર્વી સહિત યથાસંભવ ઉદયપ્રાપ્ત પૂર્વોક્ત ચાર-એમ પાંચનો ત્રણે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ઉપરોક્ત ત્રણ ગુણશ્રેણિઓનો કાલ અનુક્રમે સંખ્યાતગુણ હીન હીન હોવાથી ત્રણેનો શિરભાગ એક સમયે એકીસાથે પ્રાપ્ત થઈ શકે છે.
પૂર્વે ગુણશ્રેણિઓના વર્ણનમાં સર્વવિરતિની ગુણશ્રેણિ કરતાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિનો કાળ સંખ્યાતગુણહીન કહેલ છે તે સાતમા ગુણસ્થાનકે કરનારની અપેક્ષાએ છે પરંતુ અહીં ચોથા ગુણસ્થાનકે કરે છે તેથી ચોથા ગુણસ્થાનકે તેવી વિશુદ્ધિ ન હોવાથી દેશવિરતિની ગુણશ્રેણિથી પણ સંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ કાલના સમયમાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિના દલિકની રચના થાય છે, એમ લાગે છે.
સંખ્યાત વર્ષ પ્રમાણ મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું ન હોવાથી કાળ કરી યુગલિક મનુષ્ય-તિર્યંચમાં ગયેલ” એમ કહ્યું છે.
કોઈ આત્મા પ્રથમ દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી, ત્યારબાદ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી, વળી ત્યારબાદ અનંતાનુબંધિનો ક્ષય કરવા તત્પર થયેલ તે અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org