________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અન્ય આઠ ગુણશ્રેણિઓ રચવાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે પણ તે સંખ્યાતગુણ હીન-હીન છે એમ ન સમજવું. કારણ કે ઉપશાંતમોહ અને ક્ષીણમોત સંબંધી ગુણશ્રેણિની રચનાનો કાળ તે તે ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂર્તનો છે. મોહોપશમક અને મોક્ષપક આ બે ગુણશ્રેણિઓનો કાળ નવમા અને દસમા ગુણસ્થાનકનો મળીને જેટલો કાળ થાય તેટલો છે. તેમજ અયોગી સંબંધી ગુણશ્રેણિનો કાળ આયોજિકાકરણના પ્રથમ સમયથી સયોગીના ચરમ સમય સુધીના અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરિતિ સંબંધી જે પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી મિથ્યાત્વે જઈ અપ્રશસ્ત મૃત્યુ પામે તો જીવ નરકાદિ ચારે ગતિઓમાં આ પ્રથમની ત્રણ ગુણશ્રેણિ પ્રાપ્ત કરે છે.
અનંતાનુબંધિ વિસંયોજનાની ગુણશ્રેણિ પણ ચારે ગતિમાં થાય છે, તેમજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતો આત્મા પણ કાલ કરી ચારે ગતિમાં જઈ ક્ષાયિક સમ્યકત્વની સમાપ્તિ કરે છે, તેથી આ બે ગુણશ્રેણિઓ પણ ચોથા ગુણઠાણે રહેલ આત્માને નરકાદિ ચારે ગતિઓમાં સંભવી શકે છે. પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનક લઈને નરકાદિ ગતિમાં જાય તો પ્રથમની ત્રણ જ ગુણશ્રેણિ સંભવે-એવી વિવક્ષા અહીં કરી હોય તેમ લાગે છે. વળી ઉપશમક મોહ સંબંધી અને ઉપશાંત મોહ સંબંધી (આ) બે ગુણશ્રેણિઓ કરી કાળ કરી ચતુર્થ ગુણસ્થાનક લઈ અનુત્તર વિમાનમાં જાય તો ત્યાં આ બે ગુણશ્રેણિઓ પણ ઘટે છે.
| સામાન્યતઃ પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ગુણિતકર્માશ આત્માને અને જઘન્ય પ્રદેશોદય ક્ષપિતકશ આત્માને હોય છે.
ઉત્તરપ્રકૃતિ આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી - સાત માસ અધિક આઠ વર્ષની ઉંમરે સંયમ લઈ અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પામે તે આત્માને લઘુક્ષપણાવાળો કહેવાય છે.
તેવા આત્માઓને પ્રથમ થોડા જ પ્રદેશો ક્ષય થાય છે અને ઉદયના અંતે સત્તામાં ઘણાં પ્રદેશો હોવાથી ઉદયમાં પણ ઘણાં પ્રદેશો આવે છે. તેથી લઘુક્ષપણાએ કર્મનો ક્ષય કરવા તૈયાર થયેલ ગુણિતકર્માશ જીવને ક્ષાયિક સમ્યકત્વના ચરમ સમયે સમ્યકત્વ મોહનીયનો, અંતરકરણ કર્યા બાદ પ્રથમ સ્થિતિના ચરમોદયે ત્રણ વેદનો, નવ ગુણસ્થાનકે પોતપોતાના ઉદયના ચરમ સમયે ક્રોધાદિ ત્રણ સંવલનનો અને સૂક્ષ્મસંપાયના ચરમ સમયે સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
તે જ આત્માને ક્ષીણમોહના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચોદનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિઢિકાવરણના ઘણાં યુગલો સત્તામાં હોવાથી ઉદયમાં પણ વધુ આવે તેથી તેને અવધિઢિકાવરણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય સમજવો.
તે જ આત્માને સયોગીના ચરમ સમયે ઔદારિકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, સંસ્થાનષક, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વીસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાયોગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અને નિર્માણરૂપ બાવન પ્રકૃતિઓનો તેમજ તે જ સયોગી આત્માને સ્વર નિરોધના ચરમ સમયે બે સ્વરનો, અને શ્વાસોચ્છવાસ-નિરોધના ચરમ સમયે ઉચ્છવાસ નામકર્મનો વળી અયોગીના ચરમ સમયે મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, તીર્થંકર નામકર્મ, બે વેદનીય અને ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. ' ઉપશાંતમોહ ગુણસ્થાનકે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં જીવને નિદ્રા અને પ્રચલામાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. વળી તે જ ગુણશ્રેણિના શિરભાગના પૂર્વ સમયે કાલ કરી દેવામાં ઉત્પન્ન થયેલાને પ્રથમ સમયે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં દેવદ્વિક અને વૈક્રિયસપ્તક એ નવનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
કોઈક આત્મા દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિ કરતાં કરતાં જ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી ગુણશ્રેણિ પણ એવી રીતે કરે - તે બન્ને ગુણશ્રેણિના મસ્તકનો યોગ એક સમયે પ્રાપ્ત થાય. તેવો જીવ સર્વવિરતિથી પડી શીધ્ર મિથ્યાત્વે જાય તેને ઉપરોકત બન્ને ગુણશ્રણિના શિરભાગે વર્તતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધિનો અને થીણદ્વિત્રિકના ઉદયવાળાને યથાસંભવ થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય છે. વળી થીણદ્વિત્રિકનો ઉદય પ્રમત્ત ગુણસ્થાનક સુધી હોવાથી મિથ્યાત્વે ન ગયેલ આત્માને પણ તે બન્ને ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org