________________
ઉદયપ્રકરણ - સારસંગ્રહ
ગુણિત કર્માશ જીવને ક્ષીણમોહના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એ ચૌદનો અને સયોગીના ચરમ સમયે નામકર્મની શેષ ૩૩ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુકુષ્ટ છે. આ સર્વ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થયા પછી પુનઃ ઉદય થતો ન હોવાથી અનુસ્કૃષ્ટ પ્રદેશોદયની સાદિ થતી નથી. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશોદય અથવા ઉદયવિચ્છેદ સ્થાનને નહીં પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.
શેષ ૧૧૦ અધૂવોદયી પ્રકૃતિઓ પોતે જ અઘુવોદયની હોવાથી નિયતકાલભાવી તેઓના જઘન્યાદિ ચારે પ્રદેશોદય સાદિ – અધ્રુવ છે.
| (૨) સ્વામિત્વ દ્વાર :- ઉત્કૃષ્ટ પ્રદેશોદય અને જઘન્ય પ્રદેશોદયના ભેદથી સ્વામિત્વ બે પ્રકારે છે. ત્યાં પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં હોય છે. તેથી ગુણશ્રેણિઓ કેટલી અને કઈ કઈ છે તે બતાવે છે.
વિશુદ્ધિના વશથી અપવર્તનાકરણ દ્વારા ઉપરના સ્થિતિસ્થાનોમાંથી ઉતારેલ દલિકોને જલદી ક્ષય કરવા માટે તે કાળે જે પ્રકૃતિઓનો વિપકોદય હોય તે પ્રકૃતિઓના ઉદય સમયથી અને અન્ય પ્રકૃતિઓના ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત સુધીના સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણાકારે ગોઠવવાં તે ગુણશ્રેણિ કહેવાય છે.
તે ગુણશ્રેણિઓ અગિયાર છે. :
(૧) સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે અને પ્રાપ્ત થયા પછી પણ અંતર્મુહૂર્ણકાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે તે સમ્યકત્વ ગુણશ્રેણિ.
(૨-૩) દેશવિરતિ પ્રાપ્ત કર્યા પછી અને સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે છે તે દેશવિરતિને બીજી (દેશવિરતિ) અને સર્વવિરતિને ત્રીજી (સર્વવિરતિ) ગુણશ્રેણિ.
(૪) સાતમા ગુણસ્થાનકે અનંતાનુબંધિનો ક્ષય કરતી વખતે જે ગુણશ્રેણિ તે અનંતાનુબંધિ વિસંયોજક ગુણશ્રેણિ.
(૫) દર્શનત્રિકના ક્ષય કાળે એટલે કે-ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં દર્શનત્રિકના ક્ષય સંબંધી જે ગુણશ્રેણિ તે પાંચમી ગુણશ્રેણિ.
અનંતાનુબંધિ અને દર્શનત્રિકનો ક્ષય ચોથાથી સાતમા ગુણસ્થાનકવર્તી કોઈપણ આત્માઓ કરે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને અલ્પ વિશુદ્ધિ હોવાથી સર્વવિરતિ-ગુણશ્રેણિથી અલ્પ દલિકોની ગુણશ્રેણિ હોય છે તેથી સાતમા ગુણસ્થાનકે દર્શનત્રિકનો ક્ષય કરનાર આશ્રયીને જ આ બન્ને ગુણશ્રેણિઓ કહીં છે.
(૬) ચારિત્ર મોહનીયનો ઉપશમ કરતી વખતે નવમા-દસમા ગુણસ્થાને જે ગુણશ્રેણિ તે છઠ્ઠી મોહોપશમક ગુણશ્રેણિ.
(૭) ઉપશાંતમોહગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે તે ઉપશાંતમોહગુણશ્રેણિ. (૮) ચારિત્ર મોહનીયનો ક્ષય કરતાં નવમા દસમા ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે તે મોહક્ષપક ગુણશ્રેણિ.
(૯-૧૦-૧૧) ક્ષીણમોહ, અને સયોગી ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે તે અનુક્રમે નવમી ક્ષીણમાહ સંબંધી, અને દસમી સયોગી સંબંધી ગુણશ્રેણિ છે. અને અયોગી ગુણસ્થાનકે ભોગવવા માટે સયોગી ગુણસ્થાનકના અંતે જે ગુણશ્રેણિ થાય છે તે અગિયારમી અયોગી સંબંધી ગુણશ્રેણિ છે.
આ અગિયારે ગુણશ્રેણિઓનો દરેકનો અલગ અલગ અંતર્મુહૂર્ત કાળ હોવા છતાં પૂર્વ-પૂર્વની ગુણશ્રણિ કરતાં પછી-પછીની ગુણશ્રેણિઓનો કાળ અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન એટલે સંખ્યાતમા ભાગ જેટલો જ છે અને દલિકની અપેક્ષાએ અનુક્રમે અસંખ્યગુણ અધિક-અધિક હોય છે. માટે ઉત્તરોત્તર ગુણશ્રેણિઓ દલિકની અપેક્ષાએ દીર્ધ-દીર્ધ અને કાળની અપેક્ષાએ હ્રસ્વ-ટૂંકી હોય છે.
અહીં અગિયારે ગુણશ્રેણિઓનો અનુક્રમે સંખ્યાતગુણહીન-હીન જે કાળ કહ્યો છે તે તે-તે ગુણશ્રેણિની સમાપ્તિની દષ્ટિએ નથી, પરંતુ ઉપરથી ઉતારેલ દલિકોને અંતર્મુહૂર્તના સમય પ્રમાણ જે સ્થિતિસ્થાનોમાં ગોઠવે છે તે સ્થિતિસ્થાનો પછી-પછીની ગુણશ્રેણિમાં સંખ્યાતગુણહીન સમય પ્રમાણ સમજવાના છે. પણ ગુણશ્રેણિઓ તેટલાં કાળ સુધી જ કરે છે. એમ સમજવાનું નથી કારણ કે.... દેશવિરતિ, સર્વવિરતિની ગુણશ્રેણિઓ અને સયોગી સંબંધી ગુણશ્રેણિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ કાળ સુધી પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org