________________
૩૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩ અભવ્યો જઘન્ય પ્રદેશોદય કરવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્યોને પ્રદેશોદયનો વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ - એમ અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે.
જેનું સ્વરૂપ આ જ ગ્રંથના પ્રથમ ભાગના સંક્રમણકરણમાં કહેલ છે. તેવા સર્વથી વધારે પ્રદેશકમની સત્તાવાળા ગુણિતકર્માશ જીવને બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણનો તેમ જ ચોદમાં ગુણસ્થાનકના ચરમસમયે, નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે, તે એક જ સમય હોય છે માટે સાદિ અને અધ્રુવ, તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ કહેવાય છે. પરંતુ આ છએ કર્મનો ઉદયવિચ્છેદ થયા પછી ફરીથી ઉદય થતો ન હોવાથી અનુત્કૃષ્ટ પ્રદેશોદયની સાદિ થતી નથી, જે જીવો આ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાનને પામ્યા જ નથી તેઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ અનુત્કૃષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે.
અંતરકરણની ક્રિયા કર્યા પછી અંતરકરણમાં રહેલ ક્ષપિતકર્માશ આત્માને પડતાં પહેલાં ઘણાં અને પછી-પછીના સમયમાં અનુક્રમે હીન હીન એમ ગોપુચ્છાકારે અંતરકરણની જે ચરમાવલિકામાં દલિતરચના થાય છે તે આવલિકાના ચરમસમયે સર્વથી અલ્પ પ્રદેશોદય હોવાથી એક જ સમય મોહનીય કર્મનો જઘન્યપ્રદેશોદય થાય છે અને તે સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. ઉપરોક્ત જીવને જઘન્ય પ્રદેશોદયના પછીના સમયે તે નવીન થતો હોવાથી અજઘન્ય પ્રદેશોદયની સાદિ, જઘન્ય પ્રદેશોદયને અગર પ્રદેશોદય વિચ્છેદ સ્થાનને નહીં પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ચાર પ્રકારે છે.
ગુણિતકર્માશ ક્ષેપકને સૂક્ષ્મસં૫રાયના ચરમ સમયે એક જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો હોવાથી તે સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુકૂષ્ટ છે, ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડેલાને તે પુનઃ શરૂ થાય છે, માટે સાદિ, સૂક્ષ્મસંપાયના ચરમ સમયને નહીં પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ચાર પ્રકારે છે.
આયુષ્યના જઘન્યાદિ ચારે ઉદયો નિયત કાળ સુધી જ થતા હોવાથી તે સાદિ અને અદ્ભવ એમ બે - બે પ્રકારે જ હોય છે.
મિથ્યાત્વમોહનીયનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશોદય બે પ્રકારે અને અનુકુટ તથા અજઘન્ય પ્રદેશોદય ચાર - ચાર પ્રકારે હોવાથી કુલ બાર, શેષ ૪૭ ધ્રુવોદયી પ્રકૃતિઓના જઘન્ય તથા ઉત્કૃષ્ટ બે પ્રકારે, અજઘન્ય ચાર પ્રકાર અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકેકના અગિયાર - અગિચાર, તેમજ શેષ ૧૧૦ અધ્રુવોદયી પ્રકૃતિના જઘન્યાદિ ચારે પ્રદેશોદય નિયત કાળે જ થતાં હોવાથી સાદિ - અધ્રુવ એમ બે - બે પ્રકારે છે. તેથી એકેક પ્રકૃતિના આઠ-આઠ એમ પ્રદેશોદય આશ્રયી ૧૫૮ પ્રકૃતિઓના કુલ ૧૪૦૯ ભાંગા થાય છે.
ક્ષપિતકર્માશ અનાદિ મિથ્યાદષ્ટિ ત્રણ કરણ પૂર્વક અંતરકરણની ક્રિયા કરી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતરકરણમાં રહેલ તે જ આત્માને મિથ્યાત્વે જતાં પહેલાં અંતરકરણની ચરમાવલિકામાં ગોપુચ્છાકારે દલિક રચના થતી હોવાથી તે આવલિકાના ચરમસમયે મિથ્યાત્વનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. તે જઘન્ય પ્રદેશોદયના બીજા સમયે અથવા ક્ષયોપશમ સમ્યકત્વથી પડતાં નવીન થાય છે માટે સાદિ, ઉદય-વિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ એમ ચાર પ્રકારે છે
ગુણિતકર્માશ આત્મા પ્રથમ દેશવિરતિ પ્રાપ્ત કરી તે નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિમાં વર્તવા છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિની ગુણશ્રેણિ પણ એ રીતે કરે છે.... તે બન્ને ગુણશ્રેણિઓના મસ્તકરૂપ અન્યભાગ એક સાથે જ પ્રાપ્ત થાય. અને તે જ સમયે મિથ્યાત્વ પામે તો તે વખતે ઉપરોક્ત બન્ને ગુણશ્રેણિના મસ્તકે વર્તતાં આત્માને મિથ્યાત્વનો એક સમય ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોદય છે. ઉત્કૃષ્ટ પ્રદેશોદયથી અથવા સમ્યક્ત્વથી પડતાંને તેનો આરંભ થાય છે માટે સાદિ, ઉદયવિચ્છેદને નહીં પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ – એમ તે ચાર પ્રકારે છે.
શેષ ૪૭ ધ્રુવોદયી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય બે પ્રકારે અને અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે. તે મૂળ છે કર્મનો એકેન્દ્રિયો આશ્રયી જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે છે, પરંતુ અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણનો દેવભવમાં જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેની બંધાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે... અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણાં પુદગલોનો ક્ષય થઇ જાય છે. તેથી પછી ઉદયમાં અલ્પ આવે અને નવીન બંધાયેલ દલિતો ઉદીરણાદ્વારા ઉદયમાં ન આવે માટે બંધાવલિકાનો ચરમ સમય કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org