________________
૨૯
ઉદયપ્રકરણ - સારસંગ્રહ સ્થિતિસ્થાનોમાંથી દલિકોને ઉદયાવલિકામાં નાખી ઉદયગત સ્થિતિસ્થાન સાથે ભોગવે છે. માટે તે વખતે પણ એક સ્થિતિસ્થાન પ્રમાણ જઘન્યસ્થિતિ ઉદય હોતો નથી. તેથી ઉદીરણાકરણમાં બતાવેલ છે તેનાથી એક સમય અધિક જઘન્યસ્થિતિ ઉદય ઘટે છે.
ઇતિ સ્થિતિ ઉદય સમાપ્ત
- અથ અનુભાગોદય :-) અનુભાગ, તેના હેતુઓ, સ્થાન, શુભાશુભ, સાદ્યાદિ અને સ્વામિત્વ વગેરે જે પ્રમાણે ઉદીરણાકરણમાં કહેલ છે તે પ્રમાણે સમજવાં, માત્ર જઘન્ય અનુભાગ ઉદયના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષીણમોહના ચરમસમયે, સંજવલનલોભનો સૂક્ષ્મસંપરામના ચરમસમયે, ત્રણે વેદનો પોતપોતાની પ્રથમસ્થિતિના ચરમસમયે ક્ષપકને અને સમ્યકત્વમોહનીયનો ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતા ક્ષયોપશમ સમ્યકત્વીને ચરમસમયે જઘન્ય અનુભાગોદય હોય છે.
ઇતિ અનુભાગોદય સમાપ્ત
૯ઃ અથ પ્રદેશોદય :-) અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ એ બે ધારો છે. (૧) સાદ્યાદિ પ્રરૂપણા - સાદ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. (૧) મૂળપ્રકૃતિવિષયક (૨) ઉત્તરપ્રકૃતિવિષયક.
(૧) ત્યાં મોહનીય તથા આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ શેષ છ કર્મના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે, અજઘન્ય સાદ્યાદિ ચાર પ્રકારે અને અનુત્કૃષ્ટ સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એક - એક કર્મના અગિયાર- અગિયાર ભાંગા થવાથી કુલ ૧૧૪૬૦૬૬ મોહનીયના જઘન્ય તથા ઉત્કૃષ્ટ સાદિ અને અધ્રુવ એમ બે - બે પ્રકારે, તેમજ અજઘન્ય તથા અનુત્કૃષ્ટ સાદ્યાદિ ચાર-ચાર પ્રકારે હોવાથી કુલ બાર અને આયુષ્યના જઘન્યાદિ ચારે પ્રદેશોદય સાદિ - અધ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી. આઠ, એમ મૂળકર્મ આશ્રયી પ્રદેશોદયના કુલ ૬૬ +૧૨ + ૮ =૮૬ ભાંગા થાય છે. તે આ પ્રમાણે...
જેને ઓછામાં ઓછા પ્રદેશકર્મની સત્તા હોય તે જીવ ક્ષપિતકર્માસ કહેવાય છે. અને તે ભવ્ય જ હોય છે. તેનું વિશેષસ્વરૂપ આ જ ગ્રંથના ભાગ-૧માં સંક્રમણકરણમાં બતાવેલ છે.
તે ક્ષપિતકર્માશ જીવ સીધો એકેન્દ્રિયમાં જતો ન હોવાથી પહેલા દેવલોકમાં જાય, ત્યાં અતિસંકિલષ્ટ પરિણામી થઇ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અને તે વખતે ઘણાં પ્રદેશોની ઉદ્વર્તન કરે, જે સમયે જેટલો નવીન સ્થિતિબંધ થતો હોય તે સમયે પૂર્વે બંધાયેલ તે કર્મના તેટલાં સ્થિતિસ્થાનોમાંના દલિકની જ ઉદ્વર્તન થાય એટલે નીચેના સ્થિતિસ્થાનોમાં પહેલાં જે દલિકોની ગોઠવણ થયેલ છે ત્યાંથી દલિકો ગ્રહણ કરી કરી ઉપરના સ્થિતિસ્થાનમાં ગોઠવે, છતાં નીચેના સ્થિતિસ્થાનો સર્વથા દલિક રહિત થતાં નથી પરંતુ પૂર્વે ઘણાં દલિકો હતાં તેને બદલે હવે ઓછાં થઇ જાય છે. જેથી ઉદય વખતે થોડાં દલિકો ઉદયમાં આવે. આ કારણથી અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી ઘણી ઉદ્ધર્તના કરે એમ કહેવામાં આવેલ છે.
ત્યારબાદ બંધને અંતે કાળે કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે મોહનીય તથા આયુ વિના શેષ છ કર્મનો જઘન્યપ્રદેશોદય હોય છે.
જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં અને અન્ય એકેન્દ્રિયોની અપેક્ષાએ ઉત્પત્તિના પ્રથમ સમયે એકેન્દ્રિયને યોગ ઘણો અલ્પ હોય છે. તેથી ઉદીરણાદ્વારા પણ ઉપરથી ઘણાં અલ્પ પ્રદેશો જ ઉદયમાં આવે.
બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા દ્વારા ઘણાં નવીન બંધાયેલ કર્મદલિકો પણ ઉદયમાં આવે માટે બંધના અંતે કાલ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને જ જઘન્ય પ્રદેશોદય હોય એમ કહેલ છે.
વળી તે એકજ સમય હોય છે માટે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે, તે ઉપર જણાવેલ એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજા સમયથી શરૂ થતો હોવાથી સાદિ, જઘન્ય પ્રદેશોદયના સ્થાનને નહીં પામેલાઓને અનાદિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org