________________
કર્મપ્રકૃતિ ભાગ -
-: અથ સ્થિતિ ઉદય :
સ્થિતિ ઉદય એટલે કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોનો ઉદય સ્થિતિ ઉદય સ્વાભાવિક અને ઉદીરણાકત એ બે પ્રકારે છે.
ત્યાં જે સમયે જે કર્મ બંધાય છે તેનો પૂર્વે બતાવ્યા પ્રમાણે અમુક સમય પ્રમાણ અબાધાકાળ હોય છે, તે અબાધારૂ સ્થિતિનો ક્ષય થવાથી દરેક કર્મનો પ્રદેશોદય તો શરૂ થઇ જ જાય છે, પરંતુ અહીં વિપાકોદયને જ ઉદય કહેવામાં આવે છે ? વિપાકોદય જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવરૂપ હેતુઓને પ્રાપ્ત કરી પ્રવર્તે છે ત્યારે તે સ્વાભાવિકોદય અથવા શુદ્ધોદય કે સંપ્રાપ્તોદય પણ કહેવાય છે.
તે સ્વાભાવિકોદય પ્રવર્તતે છતે વીર્યવિશેષરૂપ ઉદીરણાકરણ વડે ઉદયાવલિકાથી બહારની સ્થિતિસ્થાનકોમાં રહેલા દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં ગોઠવાયેલ દલિકના નિષેકસ્થાનોમાં નાંખીને ઉદયાવલિકાની અંદરના સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સાથે રસોદયથી ભોગવવાં તે ઉદીરણાકૃત ઉદય અથવા અસંપ્રાપ્તોદય પણ કહેવાય છે.
ત્યાં સાદ્યાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા જેમ સ્થિતિ ઉદીરણામાં કહી છે તેમ અહીં પણ સમજવી, માત્ર ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટસ્થિતિ ઉદય એક સમય પ્રમાણ એક સ્થિતિ જેટલો અધિક હોય છે. તે આ પ્રમાણે.... જે સમયે જે કર્મ બંધાય છે તે વિવક્ષિત સમયે બંધાયેલા કર્મલતાના અબાધાકાળમાં પણ તે પૂર્વે બંધાયેલા અને જેનો અબાધાકાળ પૂર્ણ થઇ ગયો છે તેવી તે જ પ્રકૃતિની કર્મલતાના દલિકો ગોઠવાયેલાં જ હોય છે. તેથી મતિજ્ઞાનાવરણીયાદિ ૮૬ ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય છે.
જે સમયે કર્મ બંધાય છે તે સમયથી આરંભી એક આવલિકા સુધી તેમાં કોઇપણ કરણ લાગતું નથી. અને તેને બંધાવલિકા કહેવામાં આવે છે. તે બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનથી આરંભી યાવત્ ચરમ સ્થિતિસ્થાન સુધીમાં રહેલ દલિકોની ઉદીરણા કરે છે.
ઉદયાવલિકા એટલે ઉદયસમયથી આરંભી એક આવલિકાના સમય પ્રમાણ કાળમાં ભોગવવા માટે શરૂઆતના સ્થિતિસ્થાનોમાં ગોઠવાયેલ જે દલિકરચના.
તે ઉદયાવલિકામાં પણ કોઇ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકામાંના કોઇપણ સ્થિતિસ્થાનનો ભોગવટો કરતાં તે ઉદયાવલિકાની ઉપરના સર્વ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકની ઉદીરણા થાય છે. માટે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉદીરણા થાય છે. માત્ર ઉદયાવલિકાગત જે પ્રથમ ઉદય સમયે સ્થિતિસ્થાનનો ભોગવર્ટા કરે છે તેનો ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હોતી નથી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય એક સમય અધિક હોય છે.
એ જ પ્રમાણે મનુષ્યગતિ વગેરે ૨૯ ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન અને ઉદયસંક્રમોત્કૃષ્ટ હોવા છતાં સમ્યકત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદયમાં તેથી એક સમય અધિક હોય છે.
નરકગતિ આદિ વીસ અનુદયબંધોસ્કૃષ્ટા અને જિનનામ વિના મનુષ્યાનુપૂર્વી આદિ સત્તર અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે અને જિનનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય આ દરેક પ્રવૃતિઓનો તેથી એક સમય અધિક હોય છે.
ઉદયબંધોકુષ્ટાદિ ચારે પ્રકારની પ્રવૃતિઓનું સ્વરૂપ આ જ ગ્રંથમાં પ્રથમ ભાગના બંધનકરણમાં ૧લી ગાથાની પીઠીકામાં બતાવ્યું છે.
પૂર્વે જે ૪૧ પ્રકૃતિઓમાં ઉદય અને ઉદીરણામાં તફાવત દર્શાવેલ છે, તેમાંથી નિદ્રાપંચક હીન શેષ પ્રકૃતિઓનો ઉદીરણા અટકયા બાદ પણ કેટલોક કાળ કેવળ ઉદય હોય છે - તેથી પોતપોતાની ચરમ ઉદયાવલિકાના અન્ય સમયે એક સ્થિતિ પ્રમાણ જઘન્યસ્થિતિ ઉદય હોય છે.
શેષ ૧૨૨ પ્રકૃતિઓની ઉદીરણાકરણમાં જેટલી જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે તેનાથી તે જ સમયે ભોગવાતા સમયરૂપ એક સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ ઉદયમાં અધિક હોય છે. •
જો કે નિદ્રાપંચકનો શરીરપર્યાપ્તિની સમાપ્તિ પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદીરણા વિના કેવળ ઉદય કહ્યો પરંતુ તે વખતે અપવર્તન ચાલુ હોવાથી અપવર્તના દ્વારા ઉદયાવલિકાની ઉપરના સત્તાગત સઘળાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org