________________
ઉદયપ્રકરણ - સારસંગ્રહ
(-; અથ ઉદયપ્રકરણ સાસંગ્રહ :
ગ્રંથકારે પ્રથમ ભાગ તથા બીજા ભાગમાં આઠ કરણની સમાપ્તિ સુધી પ્રાયઃ એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓની વિરક્ષા કરી છે. તેથી અહીં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવશે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ ઘાતકર્મની પ્રવૃતિઓ, વર્ણાદિ વીસ તેજસ-કાશ્મણસપ્તક, સ્થિર, અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ તેત્રીશ નામકર્મની પ્રકૃતિઓ અને મિથ્યાત્વ મોહનીય, આ ૪૮ ધ્રુવોદયી પ્રકૃતિઓનો અભવ્યોને અનાદિ કાળથી ઉદય છે અને અનંતકાળ સુધી રહેવાનો છે માટે અનાદિ અનંત, તેમ જ ભવ્યોને અનાદિકાળથી ઉદય હોવા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાનો હોવાથી અનાદિ સાંત એમ બે પ્રકારે કાળ છે. વળી સમ્યકત્વથી પડી મિથ્યાત્વે ગયેલાને મિથ્યાત્વનો પુનઃ ઉદય થાય છે અને સમ્યકત્વ પામે ત્યારે ફરી ઉદયનો વિચ્છેદ થાય છે. માટે મિથ્યાત્વનો સાદિ-સાત સહિત ત્રણ પ્રકારે કાળ છે. શેષ ૧૧૦ પ્રકૃતિઓ અધૂવોદયી હોવાથી તેઓનો કાળ સાદિ-સાત જ
બંધની જેમ ઉદય પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારે છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા સર્વદા સાથે જ હોય છે, માટે આગળ ઉપર આચાર્ય મ.સા. ઉદીરણાકરણમાં જે પ્રમાણે પ્રકૃતિ આદિ ઉદીરણા, તેના સ્વામી અને સાદ્યાદિ બતાવ્યા છે તે પ્રમાણે ઉદયમાં પણ સમજવાના છે. આ પ્રકરણમાં માત્ર ઉદીરણાથી જે વિશેષતા છે, તે જ બતાવવામાં આવશે.
- - : અથ પ્રકૃતિ ઉદય :-) ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષીણમોહ ગુણસ્થાનકની ચરમાવલિકામાં, સંજ્વલન લોભનો સૂક્ષ્મસંપાયની ચરમાવલિકામાં. ઉપર દલિકનો જ અભાવ હોવાથી કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી.
સાતમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્યાય અને બે વેદનીયના ઉદીરણા યોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી દેશોન પૂર્વક્રોડ કાલ પર્યત આ ત્રણનો કેવળ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ, જિનનામ તથા ઉચ્ચગોત્ર આ દસનો અયોગી-કેવલી ગુણસ્થાને કેવળ ઉદય હોય છે, પરંતુ યોગના અભાવે ઉદીરણા હોતી નથી.
તે તે વેદના ઉદયવાળાને પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે વેદનો ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી.
સાયિક અથવા ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે ચોથાથી સાતમા ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયની ચરમાવલિકા શેષ રહે છતે સમ્યકત્વમોહનીયનો, પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો અને પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં પોતપોતાના આયુષ્યનો કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી.
શરીરપર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચ નિદ્રાનો તથાસ્વભાવે કેવળ ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હોતી નથી.
આ પ્રમાણે ૪૧ પ્રકૃતિઓ સિવાય શેષ સર્વ પ્રકૃતિઓની ઉદય-ઉદીરણા સાથે જ હોય છે.
સાદ્યાદિ પ્રરૂપણ - અગિયારમા ગુણસ્થાનકે મોહનીયનો ઉદય હોતો નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ ઉદય થાય છે. માટે તેની સાદિ, દસમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ મોહનીયનો ઉદય ચાર પ્રકારે છે.
શેષ સાતે કર્મનો ઉદય અભવ્યોને અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે માટે અનાદિ તથા ધ્રુવ, ભવ્યોને ભવિષ્યમાં વિચ્છેદ થશે માટે અધ્રુવ. એમ સાત કર્મનો ઉદય ત્રણ પ્રકારે છે.
પૂર્વે જણાવેલ મિથ્યાત્વ વર્જિત ૪૭ ધ્રુવોદયી પ્રકૃતિઓનો અભવ્યોને અનાદિ તથા ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે ઉદય છે.
મિથ્યાત્વનો ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ તથા અધ્રુવ એમ ચાર પ્રકારે છે. શેષ ૧૧૦ પ્રકૃતિઓ અધ્રુવોદયી હોવાથી તેઓનો ઉદય સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
ઇતિ પ્રકૃતિ ઉદય સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org