________________
૨૬
देवगई ओहिसमा नवरिं उज्जोयवेयगो ताहे । આહાર નાય બચિર - સંનમમનુપાતિતે ।। રૂ૧ || देवगतिरवधिसमा, नवरमुद्योतवेदकस्तदा । આહારી ખાતોઽતિવિર - સંયમમનુષાત્પાત્તે ।। ૩૧ ||
ગાથાર્થ :- દેવગતિનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણ તુલ્ય કહેવો, પરંતુ જ્યારે ઉદ્યોતનો વેદક હોય ત્યારે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય કહેવો. તથા જે અતિ દીર્ઘકાળ પર્યંત સંયમ પાલન કરીને અન્તે આહારકશરીરી થાય તેને આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ટીકાર્થ :- દેવગતિનો પણ અવધિજ્ઞાનાવરણ સમાન જઘન્ય પ્રદેશોદય જાણવો. વિશેષ એ છે કે જ્યારે ઉદ્યોતનો વેદક થાય છે ‘તાહે’ = ત્યારે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય કહેવો. અહીં હેતુ શું છે ? તો કહે છે.... જ્યાં સુધી ઉદ્યોતનામનો ઉદય થતો નથી ત્યાં સુધી તે ઉદ્યોતને દેવગતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. ત્યાર પછી સંક્રમથી નજીક લાવેલ તેના દલિકનો પ્રવેશ થવાથી તેનો = દેવગતિનો જઘન્ય પ્રદેશોદય પ્રાપ્ત ન થાય. ઉદયે આવેલ ઉદ્યોતનામનો સ્તિબુકસંક્રમ ન થાય, તેથી ઉદ્યોત વેદકનું ગ્રહણ કર્યું છે. અને ઉદ્યોતનું વેદકપણું તો પર્યાપ્તને જ હોય છે અપર્યાપ્તને નહીં, તેથી પર્યાપ્ત અવસ્થામાં દેવગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
તથા દેશોન પૂર્વક્રોડ વર્ષરૂપ જે લાંબાકાળ સુધી સંયમનું અનુપાલન કરીને અન્ય કાલે આહારકશ૨ી૨ી થાય અને ઉદ્યોતનું વેદન = અનુભવ કરે તે જીવને આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશોદય હોય છે. લાંબાકાળ સંયમનું પાલન કરતાં ઘણાં પુદ્ગલોની નિર્જરા કરે છે, તેથી લાંબાકાળ સંયમનું ગ્રહણ કર્યું છે, અને ઉદ્યોત ગ્રહણનો હેતુ પૂર્વ કહ્યો છે તે અહીં જાણવો.
કર્મપ્રકૃતિ ભાગ - ૩
साणं चक्खुसमं, तंमि व अन्नंमि व भवे अचिरा । તખોના વધુનોલો, વેયયંતસ તા તાકો ।।૩૨।। शेषाणां चक्षुः समं, तस्मिन्नेवाऽन्यस्मिन् वा भवेऽचिरात् । તવ્યોચ્યા વહવા:, પ્રવેઘમનસ્ય તતતાઃ।। ૩૨ ।।
ગાથાર્થ :- ઉક્ત શેષ પ્રકૃતિઓનો ચક્ષુદર્શનાવરણ સમાન જઘન્ય પ્રદેશોદય જાણવો, અને જે કર્મોનો એકેન્દ્રિય ભવમાં ઉદય છે તે કર્મોનો જઘન્ય પ્રદેશોદય ત્યાં જ જાણવો, અને જે કર્મોનો અન્ય ભવમાં ઉદય છે તે કર્મોનો તત્ત૬ યોગ્ય અન્ય ભવમાં તત્તદ્ ભવયોગ્ય ઘણી પ્રકૃતિઓને વેદતાં તે પર્યાપ્ત જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે.
ટીકાર્થ :- કહેલ સિવાયની બાકીની પ્રકૃતિઓનો ચક્ષુદર્શનાવરણ સમાન ઉદય કહેવો, તે ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય. તદનંત૨ જે કર્મોનો તે જ એકેન્દ્રિય ભવમાં ઉદય હોય તે કર્મોનો તે જ ભવમાં લાંબોકાળ નહિ તેવા ઉદયમાં જઘન્ય પ્રદેશોદય કહેવો.
Jain Education International
મનુષ્યગતિ, બેઇન્દ્રિયાદિ જાતિ-૪, પ્રથમસંસ્થાન-૫, ઓદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ, સંઘયણ-૬, વિહાયોગતિ-૨, ત્રસ, સુભગ, સુસ્વર, દુઃસ્વર, આદેયરૂપ ૨૫ પ્રકૃતિઓનો એકેન્દ્રય ભવથી નીકળીને તે તે ઉદયયોગ્ય ભવમાં ઉત્પન્ન થયેલ તે તે ભવોયોગ્ય જીવો તે તે ઘણીપ્રકૃતિઓને વેદતા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે તે તે ભવયોગ્ય ઘણી પ્રકૃતિઓનું વેદન પર્યાપ્ત જીવને હોય છે. અને ઉદયપ્રાપ્ત ઘણી પ્રકૃતિઓનું સ્તિબુકસંક્રમણ ન થાય. અને તે પ્રમાણે થયે છતે વિવક્ષિત પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય સંભવે છે, એ પ્રમાણે અનુસંધાન કરીને સામર્થ્યથી પર્યાપ્તનું ગ્રહણ કર્યું છે.
જિનનામકર્મનો ક્ષપિતકર્માંશ જીવને ઉદયના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય જાણવો, ત્યાંથી આગળ (બીજા આદિ સમયમાં) ગુણશ્રેણિ સંબંધી ઘણાં દલિકો ઉદયમાં આવે છે. તે કારણથી જઘન્ય પ્રદેશોદય થતો નથી.(પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર - ૨ જુઓ)
ઇતિ જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ સમાપ્ત ઇતિ ૪થો પ્રદેશોદય સમાપ્ત
ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય વિરચિત કર્મપ્રકૃતિ ટીકામાં ઉદય અધિકારનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ સમાપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org