________________
૨૫
ગાથાર્થ :- અલ્પ કાળ અને યોગ વડે બાંધેલા ચારે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિને અંતે કે જે સ્થાનમાં અલ્પ નિષેક થયેલો છે તે સર્વોપરિતન સ્થાનમાં વર્તતાં ઘણાં કાળ સુધી તીવ્ર અસાતાવેદનીય વડે અભિભૂત આત્માને ચારે આયુષ્યનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
ઉદયપ્રકરણ
ટીકાર્થ :- અલ્પ બંધકાળ વડે અને અલ્પ યોગ વડે પિતાનાં અર્થાત્ બાંધેલા ચારે પણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ત અર્થાત્ સર્વથી ઉપરના સમયે સર્વથી અલ્પ દલિક નિક્ષેપ થયે અને દીર્ધકાળ સુધી તીવ્ર અસાતા વેદના વડે પરાભાવ પામેલા તે તે આયુષ્યના ઉદયવાળા ક્ષપિતકર્માંશ જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. તીવ્ર અસાતાના વેદન = અનુભવથી આયુષ્યના ઘણાં પુદ્ગલો નિર્જરા કરે તેથી તીવ્ર અસાતા વેદી એ પ્રમાણે વિશેષણ કર્યું છે.
संजोयणा विजोजिय, देव भवजहन्नगे अनिरुद्धे । વધિય વસાવડું, જંતુને િવિયાસની ।। ૨૨ || सव्वलहूं नर्यगए, निरयगई तम्मि सव्वपज्जत्ते । अणुपुब्बीओ गई - तुल्ला नेया भवादिम्मि ।। ३० ।। संयोजनान् वियोज्य, देवभवजघन्येऽतिनिरुद्धे । વધવોત્કૃષ્ટસ્થિતિ, નૈન્દ્રિયાજ્ઞિનોઃ || ૨૧ ।।
सर्वलघु नरकगते, नरकगतेस्तस्मिन् सर्वपर्याप्ते । આનુપૂર્વાશ્ચ ગતિ - તુત્વા જ્ઞેયા મવોલો || ૩૦ ||
ગાથાર્થ ઃઅનંતાનુબંધિની વિસંયોજના કરીને, જઘન્ય દેવપણું પ્રાપ્ત કરે, તેના છેલ્લા મુહૂર્તમાં એકેન્દ્રિય યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને એકેન્દ્રિયમાં અને ત્યાંથી અસંશિમાં જાય, ત્યાં જઇને ત્યાંથી શીઘ્ર નરકમાં જાય, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા તે ના૨કીને ન૨કગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તથા ચારે આનુપૂર્વીનો જઘન્ય પ્રદેશોદય પોત - પોતાની ગતિની જેમ જ થાય છે. માત્ર પોત પોતાના ભવના પ્રથમ સમયે જાણવો. ।। ૨૯-૩૦ ||
ટીકાર્ય :અનંતાનુબંધિની વિસંયોજના કરીને, તે અનંતાનુબંધિની વિસંયોજના થતાં બાકીના પણ બીજા કર્મોના ઘણાં પુદ્ગલો નિર્જરા કરે છે, તેથી અનંતાનુબંધિનું ગ્રહણ કર્યું છે. (પછી જઘન્ય સ્થિતિનું દેવપણું પ્રાપ્ત થાય છે.) અને તે અતિ નિરુદ્ધ થયે છતે અર્થાત્ અન્ય અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામતાં એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને સર્વ સંકુિલષ્ટ એકેન્દ્રિયોને વિષે ઉત્પન્ન થાય. અને ત્યાં અંતર્મુહૂર્ત રહીને અસંક્ષિમાં ઉત્પન્ન થાય. કારણ કે દેવ મરીને અનંત૨ ભવમાં અસંશિને વિષે ન જાય તેથી અનંત એકેન્દ્રિય ભવનું ગ્રહણ કર્યું છે. પછી અસંજ્ઞિ ભવથી બાકીના અસંશિના સર્વ જીવોની અપેક્ષાએ જલ્દીથી મરણ પામીને નરકમાં ઉત્પન્ન થાય, અને જલ્દીથી સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ તેવા તે ના૨કના જીવને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે પર્યાપ્ત થયેલ જીવને ઘણી પ્રકૃતિઓનો વિપાક ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવેલ પ્રકૃતિઓ સ્તિબુકસંક્રમથી સંક્રમે નહીં. તેથી અન્ય પ્રકૃતિમાં સંક્રમનો અભાવ હોવાથી જઘન્ય પ્રદેશોદય પ્રાપ્ત થાય છે, તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તપણાનું ગ્રહણ કર્યું છે.
૩૨
ચાર આનુપૂર્વીઓનો જઘન્ય પ્રદેશોદય પોત પોતાની ગતિ સમાન જાણવો. ફક્ત ભવની આદિમાં અર્થાત્ ભવના પ્રથમ સમયે જાણવો. કારણ કે ત્રીજા સમયે પ્રથમ અને બીજા સમયે રહેલી બંધાવલિકામાં રહેલી બીજી પણ પ્રકૃતિ લતાઓ ઉદયમાં આવે છે, તેથી ભવના પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે.
૩૨ અનંતાનુબંધિની વિસંયોજના કરનાર આત્મા અન્ય પ્રકૃતિઓની જેમ નરકગતિના પણ ઘણાં પુદ્ગલો દૂર કરે છે માટે અહીં અનંતાનુબંધિની વિસંયોજના લીધી છે. જઘન્ય આયુષ્યવાળું દેવપણું પ્રાપ્ત ક૨વાનું કારણ એમ જણાય છે કે જઘન્ય આયુષ્યવાળો દેવ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતો હોવો જોઇએ. દીર્ઘ આયુષ્યવાળું એકેન્દ્રિયપણું નહિ લેવાનું કાર ણ અન્ય બંધયોગ્ય નામકર્મની પ્રકૃતિઓ પણ બંધ વડે પુષ્ટ ન કરે તે છે. અન્ય પ્રકૃતિઓને જો પુષ્ટ કરે તો અસંશિમાં નરકગતિ બાંધતા તે પ્રકૃતિઓના દ લિકો સંક્રમે અને નરકગતિ પુષ્ટ થાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય અને ઓછામાં ઓછા પર્યાપ્ત અંતર્મુહૂર્તના આયુષ્યવાળા એકેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય તેટલી સ્થિતિ તો ગ્રહણ કર્યા વિના છૂટકો જ નથી. એકેન્દ્રિયમાથી અસંક્ષિમાં જઇ ત્યાં ઘણીવાર નરકગતિ પ્રાયોગ્ય બંધ ન કરે માટે જલ્દી મરી ન ૨કમાં જાય એમ ક્યું છે. નરકમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં જઘન્ય ઉદય ન કહ્યો. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં ઘણી પ્રકૃતિઓનો વિપાકોદય નાહિ હોવાથી સ્તિબુકસંક્રમ વધારે થાય તેથી પર્યાપ્ત અવસ્થા લીધી છે. વળી નરકગતિમાં નરકગતિનો બંધ થતો નથી પરંતુ ઉદય ઉદીરણા વડે ઓ છા કરે છે માટે પણ પર્યાપ્ત અવસ્થા લીધી છે . સંશિથી અસંશિનો યોગ અલ્પ હોય તેથી ઓછા દલિકો ગ્રહણ કરે માટે અસંક્ષિ લીધો છે.
અહીં એમ શંકા થાય કે નારકીને પોતાના આયુના ચરમ સમયે નરકગતિનો જઘન્ય પ્રદેશા દય થાય એમ કેમ ન કહ્યું? ચરમ સમયે થાય એમ કહેવું જોઇએ. કારણ કે ઉદય ઉદીરણા વડે ઘણાં દલિકો ભોગવાઇ જવાથી ઓછા થાય. વળી બંધા તી મનુષ્ય તિર્યંચગતિમાં સંક્રમી જવાથી પણ ઓછા થાય. વળી ઉપર ઉપરના સ્થાનકમાં નિર્ષક રચના પણ ઓછી ઓછી છે તેથી પોતાના આયુના ચારમ સમયે જઘન્ય પ્રદેશોદય લેવો જોઇએ. કેમ ન લીધો તે બહુશ્રુત પાસેથી જાણી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org