________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ગાથાર્થ :- ચારવાર મોહનીયને ઉપશમાવીને પુનઃ અનંતાનુબંધિને બાંધે, તદનંતર ઘણાં કાળ સુધી સમ્યક્ત્વમાં રહીને ત્યાંથી પુનઃ મિથ્યાત્વે જઇને પુનઃ અનંતાનુબંધિને બાંધે તો બંધાવલિકાના અન્ય સમયે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય થાય.
૨૪
ટીકાર્થ :- ચાર વાર મોહનીયને ઉપશમાવીને પછી અંતર્મુહૂર્ત ગયે છતે અને મિથ્યાત્વને પામ્યો છતો મિથ્યાત્વરૂપ હેતુથી સંયોજના એટલે કે અનંતાનુબંધિને બાંધે છે, તે બાંધીને પરિણામ પરાવૃત્તિ અર્થાત્ ફેરફાર થવાથી સમ્યક્ત્વને પામે, અને તે સમ્યક્ત્વને દીર્ધકાલ-૧૩૨ સાગરોપમ સુધી પાલન કરે છે. અને સમ્યક્ત્વના પ્રભાવથી તેટલાં ઘણાં કાલ વડે અનંતાનુબંધિ સંબંધી પુદ્ગલોને પ્રદેશસંક્રમ વડે નિર્જરા કરે, (અર્થાત્ તતુ સમ્યક્ત્વની સત્તારૂપ કરે.) પછી ફરી પણ મિથ્યાત્વે જઇને મિથ્યાત્વરૂપ હેતુથી ફરી પણ અનંતાનુબંધિને બાંધે છે, તેની આવલિકા એટલે બંધાવલિકાના ચરમ સમયે પૂર્વે બાંધેલ અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય થાય છે. કારણ કે આવલિકાના અનંતર સમયે પ્રથમ સમયે બાંધેલ દલિકની ઉદીરણા થવાથી ઉદય થાય છે તેથી જઘન્ય પ્રદેશોદય ન પામે, તે કારણે બંધાવલિકાનો અન્ય સમય કહ્યો છે. અને આખા સંસારરૂપ ચક્રમાં એક જીવને આશ્રયીને ૪ વા૨ જ મોહનીયનો ઉપશમ થાય છે, પરંતુ પાંચ વાર ઉપશમ થતો નથી તેથી ૪ વખત મોહનીયને ઉપશમાવવાનું કહ્યું છે.
પ્રશ્ન :- અહીં કોઇ પ્રશ્ન કરે કે મોહનીયનો ઉપશમ ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? તો જવાબ કહે છે.... અહીં મોહનીયને ઉપશમાવતો જીવ અપ્રત્યાખ્યાનાદિ કષાયોના દલિકોને ગુણસંક્રમ દ્વારા ઘણાં સંક્રમે છે, તેથી અન્યત્ર જગ્યાએ સંક્રમ દ્વારા ઘણાં દલિકો ક્ષય થયેલા અને અતિ અલ્પ બાકી રહેલા તે ત્રણે કષાયોનું દલિક બંધાતા એવા અનંતાનુબંધિમાં અતિ અલ્પ જ સંક્રમે છે, તે કારણથી અહીં મોહનીયના ઉપશમનું ગ્રહણ કર્યું છે.
इत्थीऍ संजमभवे, सव्वनिरुद्धम्मि गंतु मिच्छत्तं । તેવી નમિથી, નેટ્ટટિર્ફ ઞાતિનું તંતું || ૨૦ ||
स्त्रियाः संयमभवे, सर्वनिरुद्धे गत्वा मिथ्यात्वं ।
રેવ્યા: લધુસ્ત્રી, પેસ્થિતિરાવનિષ્ઠાં ત્વા || ૨૦ ||
ગાથાર્થ :- કોઇ સ્ત્રી સંયમના ભવમાં અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મિથ્યાત્વે જાય. ત્યાં કાળધર્મ પામી દેવીપણે ઉત્પન્ન થાય, તે દેવીના ભવમાં જલ્દીથી પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉત્તના કરે, તે જીવને બંધાવલિકાના અન્ય સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય.
ટીકાર્થ :- સંયમ વડે ઉપલક્ષિત અર્થાત્ સંયમ વડે યુક્ત એવો જે ભવ તે સંયમભવ કહેવાય. તે સંયમભવમાં સર્વ નિરુદ્ધે એટલે અંતર્મુહૂર્ત શેષ રહે છતે મિથ્યાત્વે ગયેલી સ્ત્રી અર્થાત્ સાધ્વીજી અનન્તર ભવમાં દેવી થયેલી ‘ તદું ’ તિ જલ્દીથી પર્યાપ્ત થઇને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થયા પછી આવલિકા ગયે છતે એટલે બંધાવલિકાના અન્ય સમયે સ્ત્રીવેદનો જઘન્ય
પ્રદેશોદય થાય છે.
અહીં આ તાત્પર્ય છે.... કે ક્ષપિતકર્માંશ એવા (કોઇ સાધ્વીજી) દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરીને આયુષ્યમાં અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વે જઇને અનન્ત૨ભવમાં દેવી તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં જલ્દીથી પર્યાપ્ત થાય, તદનંતર ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતો તે જીવ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે, અને પૂર્વબદ્ધ ઉર્જાના કરે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આગળ આવલિકાના અન્ય સમયે અર્થાત્ બંધાવલિકાના અન્ય સમયે તે જીવને સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય છે.“ત્યારેજઉર્જાનાદિ ઘણી કરેલ હોવાથી અનંત૨સમયભાવિમાં ઉદીરણાનો અભાવ હોવાથી અલ્પ પ્રદેશ પ્રાપ્ત થાય છે. अप्पद्धाजोगचियाणाऽऽऊणुक्करसगट्टिईते । હરિ થોનિસેો, વિરતિવ્યાસાયવે′′ || ૨૮ ।। अल्पाद्धा योगचितानामायुषामुत्कृष्टस्थितीनामन्ते । હરિ સ્તો નિષે, વિર તીવ્રાસાતવેવિનામૂ || ૨૮ ।।
Jain Education International
૩૧ દેશોન પૂર્વકોટિ પર્યંત ચારિત્રમાં સ્ત્રીવેદ બાંધે નહીં માત્ર પુરુષવેદ જ બાંધે અને તેમાં સ્ત્રીવેદ સંક્રમાવે એટલે સ્ત્રીવેદનું દળ ઓછું થાય એટલે દેશોન પૂર્વકોટી સંયમનું પાલન કરવાનું કહ્યું. ઉપરના ગુણસ્થાનકે મરણ પામે તો પછીના ભવ માં પુરુષ થાય, સ્ત્રી ન થાય માટે છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જવા સૂચવ્યું. અપર્યાપ્ત અવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો નથી, તેથી અને વધારે કાળ ન ગુમાવે માટે પર્યાપ્ત અવસ્થા થાય એમ હ્યું. ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ એટલા માટે કહ્યો કે તે વખતે ઉર્જાના વધારે પ્રમાણમાં થાય. વધારે પ્રમાણમાં ઉત્તના થવાથી નીચેના સ્થાનકોમાં દલિકો બહુ જ અલ્પ પ્રમાણમાં રહે એટલે બંધાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય. આવલિક ાનો ચ૨મ સમય એટલા માટે લીધો કે બંધાવલિકા પૂર્ણ થયા પછી બંધાયેલા પણ ઉદીરણાથી ઉદયમાં આવે અને એમ થવાથી જઘન્ય પ્રદેશોદય ન થાયા. માટે બંધાવલિકાનો ચરમ સમય ગ્રહણ કર્યો છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org