________________
ઉદયપ્રકરણ પડેલા થકા તે નિદ્રા પ્રચલાનો જઘન્ય પ્રદેશોદયવાળા હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંકિલન્ટ- વાળાને હોય છે. અને અતિસંકુલેશે વર્તતાં જીવને નિદ્રાનો ઉદય (કોઇપણ નિદ્રાનો ઉદય) ન હોય, તેથી “ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પડેલાએ પ્રમાણે વિશેષણ કહ્યું છે.
वरिसवरतिरियथावर - नीयं पि य मइसमं नवरि तिन्नि । निद्दानिद्दा इंदिय - पज्जत्ती पढमसमयम्मि ।। २४ ।। वर्षवरतिर्यक्रस्थावर - नीचर्गोत्राणामपि मतिसमं नवरं तिस्रः ।
निद्रानिद्रादय इन्द्रिय - पर्याप्त्या प्रथमसमये ।। २४ ।। ગાથાર્થ :- નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવરનામકર્મ અને નીચગોત્રને મતિજ્ઞાનાવરણની જેમ જાણવું. નિદ્રા - નિદ્રા આદિ-૩ = (થીણદ્વિત્રિક) પણ તે પ્રમાણે પરંતુ વિશેષ એ કે ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે હોય છે.
ટીકાર્થ :- વર્ષો = એટલે નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવર અને નીચગોત્ર એ ૪ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય મતિજ્ઞાનાવરણની જેમ જાણવો. નિદ્રાનિદ્રા આદિ ત્રણ (શીણદ્વિત્રિકનો) પ્રકુતિઓનો જઘન્ય પ્રદેશોદય મતિજ્ઞાનાવરણની જેમ વિચારવો. પરંતુ વિશેષ એ કે ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને પ્રથમ સમયે જ જાણવો. બીજા આદિ સમયને વિષે ઉદીરણાનો સંભવ હોવાથી જઘન્ય પ્રદેશોદયનો અસંભવ છે તેથી પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે
दसणमोहे तिविहे, उदीरणुदए उ आलिगं गंतुं ।। सत्तरसण्ह वि एव, उवसमइत्ता गए देव ।। २५ ।। दर्शनमोहे त्रिविधे, उदीरणोदये त्वावलिकां गत्वा ।
સતવશાનામથ્થવ - મુપમ અતઃ લેવ ા ૨૧ / ગાથાર્થ - ઉદીરણોદયાવલિકાના અન્ય સમયે ૩ દર્શનમોહનીયનો જઘન્ય પ્રદેશોદય હોય છે. તથા ૧૭ પ્રકૃતિને ઉપશમાવીને દેવલોકે ગયેલા જીવને પણ એ રીતે જ ૧૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ટીકાર્ય - પિતકશ ઓપશમિક સમ્યગુદૃષ્ટિ ઔપશમિક સમ્યકત્વથી પડતો એવો જીવ અંતરકરણમાં રહેલો દ્વિતીય સ્થિતિમાંથી જે સમ્યકત્વ આદિના દલિકને ખેંચીને અંતરકરણની અન્ય આવલિકા ભાગમાત્રમાં ગોપૃચ્છાકારે પ્રથમ સમયે ઘણાં અને બીજા આદિ સમયે ક્રમથી વિશેષહીન વિશેષહીનના નિવેશ લક્ષણથી રચે છે, અને તેના ઉદયને ઉદીરણોદય એ પ્રમાણે કહેવાય છે. તે ઉદીરણોદય આવલિકામાત્ર જઇને એટલે આવલિકાના અન્ય સમયે સમ્યકત્વ - મિશ્ર અને મિથ્યાત્વનો પોત-પોતાના ઉદયયુક્ત જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે.
તથા અનંતાનુબંધિ સિવાયના ૧૨ કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ૧૭ પ્રકૃતિઓ ઉપશમાવીને દેવલોકમાં ગયેલા જીવને પણ તે જ ૧૭ પ્રકૃતિઓનો ઉદીરણોદયના અન્ય સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે આ ૧૭ પ્રકૃતિઓનું અંતરકરણ કરીને દેવલોકે ગયેલો જીવ પ્રથમ સમયે જ દ્વિતીયસ્થિતિમાંથી દલિકને ખેંચીને ઉદય સમયથી જ શરૂ કરીને ગોપુચ્છાકારે રચે છે. તે આ પ્રમાણે પ્રથમ.... સમયે ઘણાં દલિકને, બીજા સમયે વિશેષહીન, ત્રીજા સમયે વિશેષહીન, એ પ્રમાણે જ્યાં સુધી આવલિકાનો અન્ય સમય આવે ત્યાં સુધી વિશેષહીન કહેવું. એ પ્રમાણે દલિક રચનાને કરવામાં અન્ય સમયે જઘન્ય પ્રદેશોદય પ્રાપ્ત થાય છે.
અથવા ઉપશાંત કષાયવાળો ઉપશમક કાલ પામ્યો છતો સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં જાય છે. એ પ્રમાણે ભગવતી આદિમાં સિદ્ધ છે, અને ત્યાં નપુંસકવેદ - સ્ત્રીવેદ - શોકમોહનીય - અનંતાનુબંધિ -૪ અને અરતિમોહનીય એ ૮ પ્રકૃતિઓનો ઉદય નથી તેથી પ્રતિષેધ કર્યો છે.
चउरुवसमित्तु पच्छा, संजोइय दीहकालसम्मत्ता । मिच्छत्तगए आवलिगाए संजोयणाणं तु ।। २६ ।। चतुरुपशमय्य पश्चात्, संयोज्य दीर्घकालसम्यक्त्वात् । मिथ्यात्वगत आवलिकाया संयोजनानां तु ।। २६ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org