________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અહીં પ્રાયઃ સર્વ (ઘણાં) દલિકની ઉદ્ધના કરી છે તેથી પ્રથમ સમયે અલ્પ પ્રાપ્ત થાય છે, અને વળી ઉત્કૃષ્ટ સંકુલેશવાળાને પ્રદેશોદીરણા અલ્પ હોય છે, કારણ કે તે જીવને અનુભાગ ઉદીરણા ઘણી પ્રવર્તે છે, અને જ્યારે અનુભાગ ઉદીરણા ઘણી પ્રવર્તે ત્યારે પ્રદેશ ઉદીરણા અલ્પ જ પ્રવર્તે એ નિયમ હોવાથી. આ જ આશયથી મિથ્યાત્વે ગયેલ અતિસંફિલષ્ટ એ પ્રમાણે કહ્યું છે.
ओहीण संजमाओ, देवत्तगए गयस्स मिच्छत्तं । उक्कोसटिइबंधे, विकडणा आलिगं गंतुं ।। २२ ।। अवध्योः संयमाद्, देवत्वगतो गतस्य मिथ्यात्वम् ।
उत्कृष्टस्थितिबन्धे, विकर्षणायामावलिकां गत्वा ।। २२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય :- ગવ : = અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણનો જઘન્ય પ્રદેશોદય સંવાતુ - એટલે સંયમને પામેલ એવા ક્ષપિતÍશ જીવે અવધિજ્ઞાન અવધિદર્શન ઉત્પન્ન કરેલ છે અને તે ભાવથી ન પડ્યો છતો જ દેવપણું પામે, અને ત્યાં અંતર્મુહૂર્ત ગયે છતે મિથ્યાત્વને પામે, તદનંતર મિથ્યાત્વ પ્રત્યયથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રવર્તે છતે ઘણાં દલિકોની ખેંચી ખેંચીને ઉદ્વર્તન કરતો છતો આવલિકા અર્થાતુ બંધાવલિકાના ચરમ સમયે અલ્પ પ્રદેશોદય હોય છે, ત્યારે કહેલાં ક્રમથી અલ્પ પ્રદેશ ઉદીરણાને પામેલ તે જીવને અત્યંત અલ્પ પ્રદેશોદય હોય છે.
वेयणियंतरसोगा - रउच्च ओहिब निद्दपयला य । उक्कस्सटिइबंधा, पडिभग्गपवेइया नवरं ।। २३ ।। वेदनीयान्तरायशोका-रत्युच्चैर्गोत्राणाम् अवधेरिव निद्रा-प्रचलयोश्च । ..
उत्कृष्टस्थितिबन्धात्, प्रतिभग्नप्रवेदितान् नवरम् ।। २३ ।। ગાથાર્થ - વેદનીયદ્ધિક, અંતરાય-૫, શોક-અરતિમોહનીય, ઉચ્ચગોત્રનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનની જેમ થાય છે. તથા નિદ્રાદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિથી પ્રતિભગ્ન (નિવૃત્ત) થયેલાને તેનો ઉદય થતાં જઘન્ય પ્રદેશોદય થાય છે.
ટીકાર્થ :- સાતા - અસતાવેદનીય, પાંચ અંતરાય, શોક, અરતિ અને ઉચ્ચગોત્રનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણની જેમ કહેવો. નિદ્રા- પ્રચલા પણ એ જ પ્રમાણે જઘન્ય પ્રદેશોદયનો સંભવવાળી જાણવી, ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પડેલા થકા પ્રવેદન = અનુભવ કરવા લાગેલ તે નિદ્રા પ્રચલા તથા પ્રકારે જાણવું. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી ૨૯ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતો આત્મા ઘણાં દલિકોને સત્તામાંથી દૂર કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે માટે અવધિજ્ઞાનીને જઘન્ય પ્રદેશોદય થાય છે,
અવધિજ્ઞાન રહિત આત્માને થતો નથી. તેથી અવધિજ્ઞાનવાળો આત્મા અહીં લીધો છે. તથા ચારિત્રના પ્રભાવથી દેવપણાને પ્રાપ્ત થયેલો આત્મા અંતર્મહત્ત પર્વત ઉપરના ગુણઠાણે ટકી રહે છે. ત્યારપછી મિથ્યાત્વે જાય છે માટે અંતર્મુહૂત્ત ગયા બાદ મિથ્યાત્વે જવાનું જણાવ્યું છે. ચારેગતિમાં અપર્યાપ્તાવસ્થામાં મિથ્યાત્વથી સમ્યગ્દષ્ટિમાં અને સમ્યગ્દષ્ટિપણામાંથી મિથ્યાત્વમાં જતો નથી, પર્યાપ્ત થયા પછી પણ અંતર્મહર્ન બાદ જ ફેરફાર થાય છેએટલે પણ અંતર્મુહર્ત પછી જ મિથ્યાત્વે જાય, મિથ્યાત્વે ગયા બાદ સંકલેશના વાથી દીર્ધ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન કરે. તેમાં બંધ કરવાનું એટલા માટે લખ્યું છે કે બંધ હોય ત્યારે જ ઉદ્વર્તન થાય છે. ઉદ્વના કરવાનું કારણ નીચેના સ્થાનકોમાં દલિકો અલ્પ રહે છે તે છે. બંધાવલિકાના અન્ય સમયે જધન્ય પ્રદેશોદય થાય એમ કહેવાનું કારણ બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે બંધાયેલા ધણાં પ્રદેશોનો ઉદય થાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે બંધાવલિકાનો અન્ય સમય જઘન્ય પ્રદેશોદય માટે લીધો છે.
વળી અહીં એમ પણ શંકા થાય કે દેવપણામાં અંતર્મુહૂર્ત ગયા પછી મિથ્યાત્વે જઇ દીર્ધ સ્થિતિ બાંધે અને ઉદ્ધના કરે એમ કહ્યું પરંતુ એક વર્ષ, બે વર્ષ કે તેનાથી વધારે કાળ ગયા પછી બાંધે એમ કેમ ન કહ્યું ? તેના ઉત્તરમાં સમજવાનું કે લાંબા કાળ ગયા પછી પિતકમશપણું ટકી શકે નહીં કારણ કે બંધ તો શરૂ છે. વળી બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે વધારે પ્રમાણમાં ઉદય થાય અને તેથી પણ જધન્ય પ્રદેશોદય થઈ શકે નહીં.
વળી એમ પણ શંકા થાય કે શરૂઆતના અંતર્મુહૂર્તમાં શું બંધ નથી થતો ? તેના ઉત્તરમાં સમજવું કે તે અનિવાર્ય છે. કારણ કે સંયમના વશથી ઉત્પન્ન થયેલો આત્મા અંતર્મુહૂ પર્વત તો ઉપરના ગુણઠાણે ટકી રહે ત્યાર પછી મિથ્યાત્વી જાય એટલે જ અંતર્મુહૂર્ત ગયા પછી વિગેરે હકીકત સંગત થાય છે. વળી શંકા થાય કે મિથ્યાત્વે જવાનો હેતુ શો ? તેના ઉત્તરમાં જાણવું જે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ અને વધારે પ્રમાણમાં ઉદ્ઘના પહેલે જ
ગુણઠાણે થાય છે. ૩૦ ભાવના આ પ્રમાણે - કોઇ ક્ષપિતકમશ આત્મા સંયમ પ્રાપ્ત કરે અને તેના વશથી દેવમાં જાય, ત્યાં અંતર્મુહૂર્ત ગયા પછી મિથ્યાત્વ પ્રાપ્ત કરે. તથા
આટલા કાળમાં ઉદય ઉદીરણા વડે ઘણાં દલિકો ઓછાં કરે. મિથ્યાત્વે જઇ સંકલેશના વશથી ઉકષ્ટ સ્થિતિ બાંધે અને ઘણાં દલિકોની ઉદ્વર્તન કરે. એટલે નીચેના સ્થાનકોમાં અલ્પ પ્રમાણમાં દલિકો રહે, તે દેવને એ ૧૦ પ્રકૃતિઓનો બંધા વલિકાના અન્ય સમયે જઘન્ય પ્રદેશોદય થાય છે. નિદ્રાદ્ધિ કનો પણ આવા સ્વરૂપવાળા દેવને જ જઘન્ય પ્રદેશોદય થાય, માત્ર ઉત્કૃષ્ટ બંધ કરી નિવત્ત થાય અને પછી તરત તેનો ઉદય થાય તેને કહેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org