________________
ઉદયપ્રકરણ - પ્રશ્નોત્તરી
૪૧
વાર મોહનો ઉપશમ કરનાર અને સાધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી મિશ્ર સહિત સમ્યકત્વનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતાં જ પ્રથમ સમયથી અનંતાનુબંધિનો બંધ શરૂ થાય છે. તેથી સંક્રમ દ્વારા અન્ય કષાયોના દલિક બંધ સમયથી જ અનંતાનુબંધિમાં આવે છે અને બંધાવલિકાની સાથે જ સંક્રમાવલિકા પૂર્ણ થવાથી આવલિકા પછી બંધથી અને સંક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં દલિકો ઉદય તથા ઉદીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
આવલિકાના ચરમ સમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમયોમાં બંધથી તથા અપનાકૃત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહીં કહેતાં ચરમ સમયે જ જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
પ્રશ્ન-૨૬ :- દેવમાંથી ચ્યવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય થાય
? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઇન્દ્રિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશોદય કેમ ન હોય?
ઉત્તર :
અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, સ્થાવર અને નીચગોત્ર આ બાર પ્રકૃતિઓનો ક્ષપિતકર્માશ એકેન્દ્રિય જીવોને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્ય જીવોને યોગ અસંખ્ય ગુણ હોવાથી ઉદીરણા અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશો આવે અને દેવભવની છેલ્લી આવલિકામાં અતિસંક્લિષ્ટ પરિણામે બંધાયેલ કર્મદલિકોની બંધાવલિકા વ્યતીત થઇ જાય. માટે તે દલિકો પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિકોની ઉદ્ધના કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે.
પ્રશ્ન-૨૭ :- એકેન્દ્રિયમાં કેટલી અને કઇ-કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોઇ શકે? ઉત્તર :- અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ, થીણદ્વિત્રિક, નપુંસકવેદ, તિર્યંચદ્વિક,
એકેન્દ્રિયજાતિ, ઔદારિકષક, તેજસ-કાશ્મણસપ્તક, વૈક્રિયષક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વીસ,
તીર્થંકરનામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદર પંચક, યશઃનામકર્મ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને - નીચગોત્ર એમ કુલ ૭૭ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જ જઘન્ય પ્રદેશોદય હોય.
(વિશેષ પ્રશ્નોત્તરી માટે મુનિ અભયશેખર વિજય મ. સા... ની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં ૧૬૮ થી ૧૭૮ના -૧૪ પ્રશ્નો જુઓ)
ઇતિ ઉદયપ્રકરણ પ્રસ્નોત્તરી સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org