________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩ दुभगाऽणाएज्जाजस - गइदुगअणुपुवितिगसनीयाणं । दसणमोहक्खवणे, देसविरइविरइगुणसेढी ।। १७ ।। दर्भगानादेयायशो - गतिद्विकानपींत्रिकसनीचानाम ।
दर्शनमोहक्षपणायां, देशविरति - विरतिगुणश्रेणी ।। १७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- અહીં અવિરત સમ્યગુદષ્ટિ જીવ દર્શનમોહનીયત્રિકને ક્ષય કરવાને તત્પર થયો છતો ગુણ શ્રેણિ કરે છે, તદનંતર તે જ દેશવિરતિને પામતો છતો તત્સત્યયિક ગુણશ્રેણિ કરે છે, તદનંતર તે જ જીવ સર્વવિરતિને પામતો છતો તત્રત્યાયિક ગુણશ્રેણિ કરે છે. તદનંતર કરણ સમાપ્તિ થયે છતે ફરી પણ અવિરતિ થાય, દર્શનમોહનીયત્રિક જેના ક્ષીણ થયા. છે તેવા તેને ત્રીજી (સર્વવિરતિ સંબંધી) ગુણશ્રેણિ કરે છતે, અને સંલેશના વશથી અવિરત થયેલાને ત્રણે પણ ગુણશ્રેણિના શિખર પર વર્તતી તે જ ભાવમાં રહેલા જીવને દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ અને નીચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. છે. અને જો બદ્ધ નરકાયુ જીવ નારક તરીકે જલ્દી ઉત્પન્ન થાય ત્યારે તે જીવને પૂર્વ કહેલ - ૪ પ્રકૃતિઓ અને નરકદ્ધિક સહિત ૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. અને જો તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તો પૂર્વ કહેલ ૪ પ્રકૃતિઓ સહિત તિર્યચદ્વિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય ત્યારે તે જીવને મનુષ્યાનુપૂર્વી સહિત ૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
संघयणपंचगस्स य, बिइयाई तिनि होंति गणसेढी । માણારાdબ્લોયાનુત્તરતનું અપ્પમસ / ૧૮ | | संहननपञ्चकस्य च, द्वितीयादयस्तिस्रो भवन्ति गुणश्रेण्यः ।
आहारकोद्योतयोरनुत्तरतनावप्रमत्तस्य ।। १८ ।। ગાથાર્થ :- પ્રથમ વર્જ પાંચ સંઘયણનો દ્વિતીયાદિ ૩ ગુણશ્રેણિના શિખરે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તથા આહારકસપ્તક અને ઉદ્યોત નામકર્મનો પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતાં અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ટીકાર્થ :- પ્રથમ સંઘયણ સિવાયના બાકીના ૫ સંઘયણનો દ્વિતીયાદિ – ૩ ગુણશ્રેણિઓના પરસ્પર શિખરો ભેગા થાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાનો થાય છે. અહીં આ તાત્પર્ય છે - અહીં કોઇક મનુષ્ય દેશવિરતિને સ્વીકાર કરે, પછી તે દેશવિરતિ પ્રત્યયિક ગુણશ્રેણિને કરે છે. તદનંતર તે જ જીવ અત્યંત વિશુદ્ધિના વશથી સર્વવિરતિને પામ્યો છતો સર્વવિરતિ પ્રત્યયિક ગુણશ્રેણિને કરે છે. તદઅંતર તે જ જીવ તથાવિધ વિશુદ્ધિના વશથી અનંતાનુબંધિની વિસંયોજનામાં તત્પર થયો છતો તે સંબંધી ગુણશ્રેણિને કરે છે. એ પ્રમાણે તે જીવને દ્વિતીયાદિ ત્રણ ગુણશ્રેણિ ભેગી થાય છે. અને તે ગુણશ્રેણિઓ કરીને તેના શીર્ષ પર વર્તતાં પાંચે સંઘયણનો યથાયોગ્ય ઉદય પ્રાપ્ત થતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
તથા ઉત્તર શરીર જે આહારકશરીર તેના ઉદયમાં વર્તતાં અપ્રમત્ત સંયતની પ્રથમ ગુણ શ્રેણિના શિખર પર વર્તતાં જીવને આહારકસપ્તક અને ઉદ્યોત એ ૮ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. અને પંચસંગ્રહ પ્રથમ ભાગના પાંચમા
૨૬ ભવિષ્યનું કોઇ આયુ ન બાંધ્યું હોય અગર ત્રણ નરકનું વૈમાનિક દેવનું અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય - તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તેજ
ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરે છે માટે ‘યુગલિયા' એ વિશેષણ જોડયું છે. તિર્યંચને ભવાઢિ ત નીચગંત્રનો જ ઉદય હોય છે. મનુષ્યને ચોથા ગુણઠાણે તેનો ઉદય હોઇ શકે છે, પાંચમે અને તેથી આગળ તો મનુષ્યને ગુણપ્રત્યયે ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. પહેલા નીચનો ઉદય હોય તો પણ તે પલટાઇ જાય છે. ત્યાંથી પડીને ચોથે આવે તો મૂળ હોય તે ગોત્રનો પણ ઉદય થઈ શકે છે માટે તેનો ચોથે ગુણઠાણે મનુષ્યાદિને ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે
છે. સાયિક સમ્યકત્વી વૈમાનિકમાં જતો હોવાથી અને ત્યાં દુર્ભાગાદિનો ઉદય નહીં હોવાથી દેવગતિમાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો નથી. ૨૭ અહીં પ્રથમ સિવાયના પાંચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેશવિરતિ આદિ સંબંધી ત્રણ ગુણ શ્રેણિઓના શિરભાગે વર્તતાં મનુષ્યને કહ્યો, પરંતુ બીજા
અને ત્રીજા સંઘયણનો કર્મસ્તવ વગેરે માં ૧૧માં ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે અને આ ત્રણ ગુણશ્રેણિઓ કરતાં ઉપશાંતમહની ગુણશ્રેણિામાં દલિક રચના અસંખ્ય ગુણ હોય છે. તેથી આ બે સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઉપશાંતમોહ ગુણસ્થાને પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાર્ગ વર્તતાં જીવને જ સંભવી શકે. છતાં આ ગ્રંથકર્તા તથા કેટલાક અન્ય ગ્રંથકાર “ઉપશમશ્રેણિનો આરંભ પણ પ્રથમ સંઘયણવાળો જ કરે છે પણ બીજા ત્રીજા સંઘયણવાળા નહીં'' એમ માને છે. જુઓ પંચસંગ્રહ - સપ્તતિકા ગાથા ૧૨૯ની ટીકા. તેથી અહીં પાંચે સંઘયણાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેશવિરતિ આદિ સંબંધી ત્રણ ગુણશ્રેણિના શિર ભાગે વર્તતાં મનુષ્યને જ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org