________________
હૃદયપ્રકરણ
हस्सठि बंधित्ता, अद्धाजोगाइटिइनिसेगाणं । उक्कस्सपए पढमोदयम्मि सुरनारगाऊणं ।। १५ । ह्रस्वस्थितिं बद्ध्वा - ऽद्धायोगादिस्थितिनिषेकाणाम् । उत्कृष्टपदे प्रथमोदये सुरनारकायुषोः ।। १५ ।।
ગાથાર્થ ઃઅદ્ધા - યોગ અને પહેલી સ્થિતિમાં દલિકનો નિષેક એ ત્રણેનું જ્યારે ઉત્કૃષ્ટપદ હોય અને જઘન્ય સ્થિતિનો બંધ કરી મરણ પ્રાપ્ત કરી દેવ કે નારકી થાય ત્યારે તેને પ્રથમસ્થિતિમાં વર્તતાં દેવ-નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ટીકાર્ય :અદ્ધા એટલે બંધકાલ, યોગ એટલે મન-વચન-કાયા સંબંધી વીર્ય, અને આદિ સ્થિતિ એટેલે પ્રથમ સ્થિતિ તેમાં જે દલિક નિક્ષેપ થાય તે આદિ સ્થિતિ દલિક નિક્ષેપ, એ સર્વ ઉત્કૃષ્ટપદે પ્રદેશ હોતે છતે અર્થાત્ તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ બંધકાળ પૂર્વક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો જીવ હૂઁસ્વ એટલે જઘન્ય સ્થિતિ બાંધીને અને પ્રથમસ્થિતિમાં ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ કરીને મરણ પામીને દેવ અથવા નારક થાય તે પ્રથમસ્થિતિ ઉદયમાં વર્તતાં દેવને દેવાયુષ્યનો અને નારકને નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
• अद्धाजोगुक्कोसो, बंधित्ता भोग भूमिगेसु लहुं । सव्वष्पजीवियं वज्जइत्तु ओवट्टिया दोन्हं ।। १६ ।।
૧૯
अद्धायोगोत्कृष्टो, बद्ध्वा भोग भूमिगेषु लघु । सर्वाल्पजीवितं वर्जयित्वाऽपवर्त्तिता द्वयोः ।। १६ ।।
=
ગાથાર્થ ઃઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે ભોગભૂમિ = યુગલિક સંબંધી આયુષ્ય બાંધીને મરણ પામી યુગલિયામાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય છોડી શેષ આયુષ્યની શીઘ્ર અપવર્ઝના કરીને પ્રથમ સમયે તિર્યંચ
અને મનુષ્યને ક્રમશઃ તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ટીકાર્થ ઃઉત્કૃષ્ટ બંધકાળમાં અને ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો જીવ અકર્મભૂમિ સંબંધી તિર્યંચ અથવા મનુષ્ય સંબંધી કોઇક જીવ તિર્યંચાયુષ્ય અથવા મનુષ્યાયુષ્યને ૩ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને અને શીઘ્ર મરણ પામીને ૩ પલ્યોપમના આયુષ્યવાળા એક તિર્યંચને વિષે અને બીજો મનુષ્યને વિષે ઉત્પન્ન થાય, અને ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ સર્વ જઘન્ય આયુષ્ય સિવાય એટલે એક અંતર્મુહૂર્ત આયુષ્ય તદ્ભવ ભોગ્યરૂપે ધારણ કરીને, બાકીનું સર્વ પણ પોત-પોતાના આયુષ્યને અપવર્દનાકરણથી તે બે મનુષ્ય - તિર્યંચને ``અપવર્તે પછી તે અપવર્ઝના થયા બાદ પ્રથમ સમયે તે અનુક્રમે મનુષ્યાયુ અને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
Jain Education International
ઉવેલવાના પૂર્વે કાળ કરે અને જે ગોઠવાયું છે તે અંતર્મુહૂર્ત બાદ શીર્ષ ઉદયમાં આવે છે.
૨૪ કારણ કે દીર્ધ અંતર્મુહૂર્ત પર્યંત ઉત્કૃષ્ટ યોગે ઘણાં દલિકો ગ્રહણ કરાયા છે અને પ્રથમસ્થિાિમાં ઘણાં ગોઠવાયા છે, માટે પ્રથમસ્થિતિનો અનુભવ કરતાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટી શકે છે.
૨૫ અનપર્વતનીય આયુષ્યવાળા એવા યુગલિકોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપવર્તના અપર્યાપ્ત અવસ્થા માં યુગલિકોને શ્રી સૂયગડાંજીમાં તથા શ્રી આચારાંગજીમાં કહી છે તે શ્રી આચારાંગજી વૃત્તિનો પાઠ આ પ્રમાણે - ઢયોસ્તિર્યનું મનુષ્યયોપવૃત્તિા - અપવર્ઝને મતિ, તત્ત્વાર્થાત્તાન્તમુર્ણાન્તર્રષ્ટવ્ય તત ઉર્ધ્વમનવવર્ઝનમેવેતિ (= તિર્યંચ અને મનુષ્ય એ બેને (આયુષ્યની) અપવૃત્તિકા એટલે અપવર્તન હોય છે, અને તે અપ ર્યાપ્તપણાના અંતર્મુહૂત્તમાં જાણવું (કારણ કે) ત્યાંથી આગળ (- અપર્યાપ્તપણાનું અંતર્મુહૂત્ત વ્યતીત થયા બાદ આયુષ્યનું) અને પવર્તન જ છે. આ પાઠમાં યુગલિકનું નામ નથી પણ ત્યાં શ્રી આચારાંગજીમાં યુગલિકના સંબંધમાં જ એ પાઠ આપેલો છે.
વળી આયુષ્યની અપવર્ઝના કર્મપ્રકૃતિમાં દેવ-નારકને સર્વને કહીં છે. પરંતુ તે અપવર્ત્ત ના મૂળ સ્થિતિબંધમાંથી ન્યૂન સ્થિતિ ક૨ના૨ી નથી અને આ યુગલિકના આયુષ્યની અપવર્ત્તના તો ૩ પલ્યોપમની મૂળ સ્થિતિમાંથી ઘટાડો કરી અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિ કરી દે છે. આ ઉ૫૨થી સમજી શકાય છે કે યુગલિકો પણ અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામી જાય છે. આ વ્યાખ્યામાં કંઇ ભૂલ હોય તો શ્રીબહુશ્રુતની સહાયથી સુધારી વાંચવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org