________________
૧૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩ વર્તતો કોઇ ગુણિતકર્માશ જીવ મિથ્યાત્વને પામે ત્યારે તે જીવને મિથ્યાત્વ અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.' વળી જો મિશ્રને પામે તો મિશ્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. થીણદ્વિત્રિકનો મિથ્યાત્વને પામેલ અથવા ન પામેલ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેવો, કારણ કે પ્રમત્ત સંયતને પણ તે ત્રિકનો ઉદય પ્રાપ્ત થાય છે.
તથા જે પ્રકૃતિઓ એકાન્ત તિર્યંચ ઉદય પ્રાયોગ્ય છે તે ૭ અને અપર્યાપ્તનામકર્મનો પૂર્વે જેણે બે ગુણશ્રેણિ કરી છે તેને સમ્યકત્વાદિ ગુણથી પડીને મિથ્યાત્વે જઇને અપ્રશસ્ત મરણ વડે મરીને તિર્યંચ ભવને પ્રાપ્ત કરે છતે દેશવિરતિ - સર્વવિરતિ ગુણશ્રેણિના શીખર પર એકત્ર યોગમાં* પોત પોતાના યથાયોગ્ય ઉદયમાં વર્તતાં એવા મિથ્યાદષ્ટિ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
अंतरकरणं होहि त्ति जायदेवस्स तं मुहत्तंतो। ભટ્ટ સાયા, છ ય નોસાયા . ૧૪ IT अन्तरकरणं भविष्यतीति जातदेवस्य तस्मिन्नतर्मुहूर्तान्तात् ।
अष्टानां कषायाणां, षण्णामपि च नोकषायाणाम् ।। १४ ।। ગાથાર્થ - ટીકાની જેમ.
ટીકાર્ય :- અહીં ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરેલ કોઇક જીવ અનન્તર સમયે જ અંતરકરણને કરશે, “તે રિ' - તે પછીના સમયમાં દેવપણે ઉત્પન્ન થાય, તે દેવને ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત પછી ગુણશ્રેણિના શીખર પર વર્તતાં ગુણતિકર્માશ જીવને અપ્રત્યાખ્યાનાવરણ – પ્રત્યાખ્યાનાવરણ = ૮ કષાયનો અને ૩ વેદ સિવાય ૬ નોકષાયનો = ૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. અહીં અંતર્મુહૂર્તથી આગળ જ ગુણશ્રેણિનું શિખર પ્રાપ્ત થયેલ એમ કહ્યું તે “ નાયવર્સ તે મુદ્દત્તાતો'' એ પ્રમાણે ગાથામાં હ્યું છે. ૨૧ મિથ્યાત્વ અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મરણ પામીને મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર અથ વા મરણ પામ્યા સિવાય મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર એ
બન્નેને ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે. ૨૨ દેશવિરતિ અને સર્વવિરતિનો શિરભાગ કયો લેવો ? તેમજ તે બન્નેના યોગનો કર્યો સમય લેવો ? તે સંબંધમાં મને આ પ્રમાણે લાગે છે. જે સમયે
દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયથી અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય પ્રવર્તુમાન પરિણામવાળો આત્મા રહેતો હોવાથી ગુણશ્રેણિ પણ તેવી જ કરે છે. તેમાં દેશવિરતિના પહેલા સમયે જે દલિકો ઉતાર્યા અને જેટલાં સમયમાં તે દલિકોન ગોઠવ્યા તેમાંનો જે છેલ્લો સમય તેને જ દેશવિરતિની ગણા શ્રેણિના શિર તરીકે લેવો અને સર્વવિરતિ ચારિત્ર જે સમયે પ્રાપ્ત કરે તે સમયે જેટલાં સમયમાં રચના કરે તેના છેલ્લા સમયને સર્વવિરતિની ગણાશ્રેણિના શિર તરીકે લેવો. હવે તે બન્નેના શિરભાગ એવી રીતે મળી શકે - દેશવિરતિ ની ગુણશ્રેણિ છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરે. પરંતુ તે તેટલાં કાળે પ્રાપ્ત કરે કે સર્વવિરતિના પહેલા સમયે જેટલાં સ્થાનકોમાંથી દળરચના થાય છે તેટલાં જ સમયો શેષ હોય, દાખલા તરીકે દેશવિરતિના પહેલા સમયે ૧૫૦૦ સમયમાં ગુણાશ્રેણિ થાય છે અને સર્વવિરતિના પહેલા સમયે ૫૦૦ સમયમાં થાય છે. તો ૧૫૦ સમયમાંના પહેલા હજારે સમય દેશવિરતિ ગુણઠાણે ગાળી સર્વવિરતિ ગુણઠાણે જાય. આ પ્રમાણે થવાથી દેશવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે ૧૫૦૦ સમયોમાં રચના થઇ તેમાંનો ૧૫૦૦માં સમય અને સર્વવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે ૫૦૦ સમયમાં રચના થઇ તેમાંનો ૫૦૦મ સમય એ બન્ને એક જ આવી શકે દેશવિરતિ ગુણઠાણે જેટલાં સમયમાં રચના થાય છે તેના સંખ્યાતમા ભાગના સમયમાં સર્વવિરતિ ગુણઠાણે ૨ચના થાય છે. એટલે આવી રીતે બન્ને શિરભાગનો યોગ થવામાં કોઇ વિરોધ આવતો નથી. દેશવિરતિ અને સર્વવિરતિ ગુણઠાણે પહેલા સમયે જેટ લાં સમયમાં રચના થાય છે તેના છેલ્લા સમયને ગુણશ્રેણિનું શિર તેટલા માટે કહ્યું છું કે તે ગુણઠાણે નીચે નીચેના સમયો ભોગવાઇ દૂર થાય તેમ તેમ ઉપર ઉપર સમય વધે છે અને રચનાના સમયની સંખ્યા
કાયમ રહે છે. ૨૩ અંતર્મુહૂર્ત પછી ગુણશ્રેણિનું પ્રાપ્ત થવાનું કારણ અપૂર્વ અનિવૃત્તિકરણના કાળથી વધારે કાળમાં ગુણશ્રેણિ થાય એ છે અને અંતરકરણ શરૂ થતા પહેલા
મરણ થાય એમ કહેવાનું કારણ નીચે કહ્યું છે. એટલે અહીં જે સમયે મરણ પ્રાપ્ત કરવાનું કહ્યું ત્યારથી અંતર્મુહૂર્ત ગયા બાદ જ ગુણશ્રેણિનું શિર પ્રાપ્ત થાય. ગુણશ્રેણિનું શિર કયું કહેવાય ? તે પહેલા કહેવાયું છે.
અહીં એ શંકા થાય કે અંતરકરણ ક્રિયા જે સમયે શરૂ થાય તે પહેલાના સમયે મરણ પ્રાપ્ત કરવાનું કેમ કહ્યું ? ત્યાર પછી કેમ ન હ્યું ? તેના ઉત્તરમાં મને લાગે છે કે જેટલાં સ્થાનકોનું અંતરકરણ અહીં થવાનું છે તેની અંદર જ ગુણ શ્રેણિ જેટલાં સ્થાનકોમાં થાય છે તે દરેક સ્થાનકો આવી જતા હોવા જોઇએ અને જો એમ હોય તો તેનો શિરભાગ પણ અંતરકરણના દલિકો સાથે દૂર થાય એટલે અંતરકરણ કર્યા પછી મરણ પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઇ શકે નહીં. આંતરૂ પાડવાની ક્રિયા શરૂ હોય અને મરણ પામે તો પણ ઉત્કૃષ્ટ પ્રદે શદય ન થાય, કારણ કે આંતરૂ પાડતા નાની મોટી સ્થિતિ વચ્ચે જેટલાં સ્થાનકોનું આંતરૂ પાડવાનું છે તે દરેક સ્થાનકમાંથી દલિકો ઉપાડે છે માટે દલિકો ઓછા થાય અને તેથી ગુણશ્રેણિના શિરભાગને પ્રાપ્ત કરવા છતાં પણ ઉત્કૃષ્ટ પ્રદેશદય ન થાય. અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદય તો કહે છે માટે એ તકરણ કર્યા પહેલા મરણ પામે એમ કહ્યું, ગુણશ્રેણિનો શિરભાગ જો અંતરકરણના દલિકો સાથે દૂર ન થતો હોય તો અંતરકરણ કરતા કે અંતરાકરણ કર્યા પછી મરણ પામે તો પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઇ શકે, જો એમ હોય તો અંતરકરણ કરતાં પહેલો મરણ પ્રાપ્ત કરે એમ કહેવાનું પ્રયોજન રહે નહીં તેથી ઉપરની કલ્પના મે કરી છે. મધ્યમ - ૮ કષાય અને ૬ નોકષાય એ ૧૪ પ્રકૃતિઓને અંતરકરણ કરતી વખતે આવલિકા પ્રથમ સ્થિતિ રાખી બાકીને આખી ગુણાશ્રેણિ નાશ કરે છે, તેથી અંતરકરણ ક્રિયા શરૂ થાય તેના પહેલાના સમયે કાલ કરે તો અંતર્મુહૂર્ત બાદ ગુણએ ણિના શીર્ષને પામીને ઉત્કૃષ્ટ પ્રદેશ ભોગવી શકે માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org