________________
૧૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનકના (૧૨માના) ચરમ સમયે ગુણશ્રેણિના શીખર પર વર્તતાં ગુણિતકર્માશ જીવને એ ૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
અહીં ક્ષપણા બે પ્રકારે છે - લઘુક્ષપણા અને ચિરક્ષપણા. ત્યાં ૮ વર્ષ અને ૭ માસ અધિક ઉમરે સંયમને પામેલ જીવ, અને તે સંયમ પામ્યા પછી અંતર્મુહૂર્ત કાલે ક્ષપકશ્રેણિને શરૂ કરે તે જીવની જે ક્ષપણા તે લઘુક્ષપણા કહેવાય છે. અને જે ઘણ કાલ ગૃહવાસ અનુભવીને સંયમ પામે છે, સંયમ પામીને પણ આગળ ઘણાં કાલ પછી જે ક્ષપકશ્રેણિ કરે તે જીવની જે ક્ષપણા તે ચિરક્ષપણા કહેવાય છે. એ ચિરક્ષપણા વડે ઘણાં યુગલો નિર્જરીને થોડા જ પુદ્ગલો બાકી રહે છે તેથી એ ક્ષપણા વડે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો નથી, તે કારણથી “લઘુ ક્ષપણા વડે ક્ષય કરવાને તત્પર થયેલા જીવને'' એમ ક્યું છે. અને અહીં વિશેષ એ જાણવું કે - અવધ્યોઃ = અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો અનલિબ્ધિક જીવને એટલે અવધિ લબ્ધિ રહીત જીવને શીધ્ર ક્ષપણા વડે તત્પર થયેલા જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. કારણ કે અવધિલબ્ધિને ઉત્પન્ન કરવાવાળા જીવને ઘણાં પુદગલો ક્ષય પામે છે, તે કારણથી અવધિ લબ્ધિવાળા જીવને એ બે કર્મોનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો નથી માટે “અવધિ લબ્ધિ રહિત જીવને'' એ પ્રમાણે કહ્યું છે.
તથા મોરાનાં - સમ્યકત્વમોહનીય, સંવલન-૪, વેદ-૩ એ ૮ મોહનીય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશ ક્ષપક જીવને પોત - પોતાના ઉદયના ચરમ સમયે હોય છે.
તથા નિને - અર્થાત જે પ્રકતિઓનો ઉદય કેવલી ભગવંતને હોય છે તે જિનોદયિક કહેવાય, તેની મધ્યમાં દારિકસપ્તક, તેજસસપ્તક, સંસ્થાન-૬, પ્રથમસંઘયણ, વર્ણાદિ-૨૦, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, વિહાયોગતિદ્વિક, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, નિર્માણ એ પર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશ જીવને સયોગી કેવલી ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે. સુસ્વર-દુઃસ્વરનો સ્વરનિરોધકાલે, ઉચ્છવાસનામકર્મનો ઉચ્છવાસના નિરોધકાલે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
તથા કોઇપણ એક વેદનીય, મનુષ્યગતિ, મનુષ્ય આયુષ્ય પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત સુભગ , આદેય, યશ-કીર્તિ, તીર્થકર અને ઉચ્ચગોત્ર એ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશ જીવને અયોગી કેવલીના ચરમ સમયે હોય છે.
उवसंतपढमगुणसेढीए निद्दादुगस्स तस्सेव । પાવરૂ સીસમુદાં, તિ નાવસ્થ સુરનવો iા ૧૨ / उपशान्तप्रथमगुणश्रेण्यां निद्रादिकस्य तस्यैव ।
प्राप्यति शीर्षकोदयमिति जातदेवस्य सुरनवकस्य ।। १२ ।। ગાથાર્થ - પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તમાન ઉપશાંત કષાય આત્મા નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. તથા દેવપણાને પામેલો તે જ આત્મા વૈક્રિયસપ્તક અને સુરદ્ધિક એ દેવનવકનો ઉત્કૃષ્ટપ્રદેશોદય કરે છે.
ટીકાર્ય - પોતાની પ્રથમ ગુણશ્રેણિના શિખર પર વર્તતાં ઉપશાંત કષાયી ગુણિતકશ જીવને નિદ્રાદ્રિકનો અર્થાત્ નિદ્રા-પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તથા તે જ ઉપશાંત કષાય જીવને “વહુ' ત્તિ પ્રાપ્ત કરશે, “સીસમુદ્રયંતિ’ १८ वेणियेत्यादि इह वेदनीयग्रहणेन द्वे सातासाते गृह्यते । तत वेदनीयद्वयः नाम्नो नाप्रकृतय उच्चैर्गोत्रं चेति द्वादशानां प्रकृतीनामुत्कृष्टप्रदेशोदयोऽयोगीचरमसमय लभ्यते ।
તત્રકૃતિમધ્યે મનુષ્યા,ઃસંગ્રહોદૃશ્ય સોગાદઃ ચૂળ મનુષ્યતિર્યાપુણોઃ નોમુવતી(ગાથા-૧૬) ફત્યારના પ્રવેશોદાચ વાર્તાત્ | અર્થ :- વેદનીય ઇત્યાદિ અહીં વેદનીયના ગ્રહણથી સાતા - અસાતા ગ્રહણ કરાય છે. તેથી વેદનીય-૨, નામકર્મની-૯ પ્રકૃતિઓ અને ઉચ્ચગોત્ર એ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય અયોગીના ચરમ સમયે મલે છે. આ પ્રવૃતિઓની મધ્યમાં મનુષ્યાયુષ્યનું ગ્રહણ દેખાય છે તે અશુદ્ધ પાઠ છે. ચૂર્ણીમાં મનુષ્ય તિર્યંચાયુષ્ય બદ્ધાનો વોસો - ઇત્યાદિથી ઉત્કૃષ્ટ પ્રદેશોદયને બતાવશે. ગુણશ્રેણિ એટલે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે જે દળરચના થાય છે તે. તે રચના અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોમાં થાય છે. પહેલે સમયે જે દલિકો ઉપરના સ્થાનકોમાંથી ઉતારે તેમાંના ઉદય સમયમાં થોડા, પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, તેનાથી પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, યાવતુ અંતર્મુહૂર્ત પ્રમાણ ગુણશ્રેણિના છેલ્લા સમયમાં અસંખ્યાતગુણા ગોઠવે છે. બીજે સમયે ઉપરના સ્થાનકોમાંથી પૂર્વ સમયથી અસંખ્યાતગુણા દલિક ઉતારે છે તેને પણ ઉદય સમયથી આરંભી અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. એમ ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ઉતારે છે અને ઉદય સમયથી આરંભી ઉત્તરોત્તર સ્થાનકમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગંઠવે છે. અહીં એટલું સમજવાનું કે નીચે નીચેના સ્થાનકી ભોગવાઇને દૂર થાય એટલે શેષ શ ષ સ્થાનકમાં ૨ચના થાય પરંતુ ઉપર સ્થાનકો વધતા નથી. દાખલા તરીકે પહેલે સમયે ઉતારેલા દલિકોની ઉદય સમયથી આરંભી ૫,૦૦૦ સ્થાનકોમાં ગુણ શ્રેણિ દ્વારા રચના થઇ તો બીજે સમયે ૪,૯૯૯ સ્થાનકમાં ૨ચના થાય, એ પ્રમાણે એક એક ન્યૂન ન્યૂન સ્થાનકમાં રચના થાય. લગભગ ઘણી ગુણશ્રેણિઓમાં દલિક ગોઠવવાનો આ ક્રમ છે. આની અંદર અંતર્મુહૂર્તનો છેલ્લો સમય અહીં અસત્કલ્પનાએ ૫૦૦૦મો સમય એ ગુણશ્રેણિનું શિર કહેવાય છે. કારણ કે તે સ્થાનકમાં બીજા કોઇપણ સ્થાનકોથી વધારેમાં વધારે દલિકો ગોઠવાય છે. આ સ્થાનકને જ્યારે અનુભવતો હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org