________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૪૦૯
૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી તેની સાથે વૈક્રિયસપ્તક પણ ૧૦ કોડાકોડી સાગરોપમથી વધારે ન જ બંધાય તેમજ મનુષ્ય અને તિર્યંચગતિ સાથે વૈક્રિયસપ્તકનો બંધ જન હોય, માટે વૈક્રિય શરીરી૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકદ્ધિકની સાથે વૈક્રિયસપ્તકની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, અન્યથા ન જ બાંધે. તેથી નરક
પ્રાયોગ્ય ૨૮ના બંધે પણ વૈક્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાનો કેમ ન આવે ? ઉત્તર કાંઈક વિશદ્ધ હોવાથી અથવા તો અલ્પકાલીન હોવાથી વક્રિય શરીરી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫
આદિ ઉદયસ્થાનો નરક પ્રાયોગ્ય બંધમાં લીધાં નથી. એમ બે બાબત જણાવેલ છે. તેથી તેની વિવફા જ ન કરી હોય એ હકીકત વધારે ઠીક લાગે છે. પણ તેવા અક્ષરો ન મળવાથી કદાચ બંધ નહીં પણ કરતા હોય એમ
લખેલ છે. પછી તો બહુશ્રુતો જાણે. પ્ર. ૧૨૮ જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૯૩નું સત્તાસ્થાન બતાવે છે. પરંતુ તે કેવી રીતે ઘટે ? કારણ કે
નરકમાં તો ૯૩નું સત્તાસ્થાન જ ન હોવાથી નરકમાંથી આવેલાને તો ન જ ઘટે. વળી નિકાચિત જિનનામ સહિત ૯૩ની સત્તાવાળા જીવો દેવમાં જાય તો વૈમાનિકમાં જ જાય તેથી વૈમાનિક દેવમાં ૯૩ની સત્તા ઘટે અને વૈમાનિક દેવોનું જઘન્ય આયુષ્ય પણ એક પલ્યોપમ પ્રમાણ છે. અને અવિરતિ ભાવ પામ્યા પછી આહારક ચતુષ્કનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલાં કાળમાં જ ઉર્વલના દ્વારા ક્ષય થાય છે. તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પછી વૈમાનિક દેવમાં પણ ૯૩ને બદલે ૮૯નું સત્તાસ્થાન આવી જાય અને તેથી ૯૩ અને ૯૨ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બતાવેલ છે. તો આ કેવી રીતે સંગત
થાય ? ઉત્તર તમારો પ્રશ્ન બરાબર છે. આ મતે મનુષ્યને ૨૧ આદિના ઉદયસ્થાનોમાં જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ર૯ના
બંધે ૯૩નું સત્તાસ્થાન ન જ આવે, પણ ૮૯નું ૧ જ આવે. છતાં ગ્રંથકારે બતાવેલ છે તે નિકાચિત જિનનામની સત્તાવાળા ભવનપતિ અને વ્યંતરમાં પણ જાય છે. એમ કેટલાએક આચાર્ય ભગવંતો માને છે. તેઓના મતે
૯૩નું સત્તાસ્થાન બતાવેલ હોય તેમ લાગે છે. પ્ર. ૧૨૯ બંધના અભાવે ૩૦ના ઉદયસ્થાનમાં સર્વ પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા એક ભાંગામાં બારમા ગુણસ્થાનકની
અપેક્ષાએ જેમ ૮૦ આદિ ૪ સત્તાસ્થાનો બતાવેલ છે. તેમ ૧૩મા ગુણસ્થાનકે સ્વાભાવિક ૩૦ના ઉદયના સર્વ પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં ૮૦ આદિ ૪ ન બતાવતાં ૭૯ અને ૭૫ એમ બે જ સત્તાસ્થાનો કેમ
બતાવેલ છે ? ઉત્તર તીર્થંકર પરમાત્માને પણ ૧૨મા ગુણસ્થાનકે ૩૦નો ઉદય હોય છે. અને તભવ મોક્ષગામી બીજા જીવોને પણ
હોય છે. માટે અહીં બન્ને પ્રકારના જીવો આશ્રયી ૧૨મા ગુણસ્થાનકે ૩૦ના ઉદયે સર્વ શુભ પ્રકૃતિના ઉદયવાળા ૧ભાંગામાં ૮૦ આદિ ૪ સત્તાસ્થાનો હોય છે. પરંતુ ૧૩મા ગુણસ્થાનકે તીર્થંકર પરમાત્માને સ્વાભાવિક ૩૦નો ઉદય હોતો જ નથી. પરંતુ ૩૧નો જ હોય છે. માટે સ્વાભાવિક ૩૦નું ઉદયસ્થાન સામાન્ય કેવળીને જ હોવાથી
ત્યાં ૭૦-૭૫ એ બે જ સત્તાસ્થાનો હોય છે. પ્ર. ૧૩૦. સાતાનો બંધ, સાતાનો ઉદય અને બેની સત્તા, આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવેલ છે.
પરંતુ તીર્થંકર પરમાત્માઓને પરાવર્તમાન કોઇપણ અશુભ પ્રવૃતિઓનો ઉદય હોતો નથી. એમ શાસ્ત્રમાં બતાવેલ છે. તેમજ ૧૩ માં ગુણસ્થાનકે સતત સાતાનો જ બંધ હોય છે. માટે તેઓની અપેક્ષાએ કંઇક ન્યૂન લાખ પૂર્વ અને સામાન્ય કેવળીઓમાં પણ કેટલાએકને ૧૩મા ગુણસ્થાનકે સતત સાતાનો ઉદય જણાય છે. અને બંધ તો સાતાનો જ હોય છે. તેથી સામાન્ય કેવળીની અપેક્ષાએ આ ભાંગાનો કાળ દેશોન પૂર્વક્રોડ વર્ષ
કેમ ન ઘટે ? ઉત્તર સ્થૂલદષ્ટિએ તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ સામાન્ય કેવળી તેમજ તીર્થકર કેવળી ભગવંતોને પણ અસાતા
વેદનીય કર્મથી ઉત્પન્ન થયેલ ક્ષુધા વગેરે યથાસંભવ ૧૧ પરિષહો હોય છે. અને તે અસાતા વેદનીયના ઉદયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org