________________
૪૦૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પ્ર. ૧૨૫
ઉત્તર
, ૧૨૬
ઉત્તર
બન્ને રીતે ૮૬ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ બતાવો છો તો સારસંગ્રહમાં આ સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમ બતાવેલ છે ? એકેન્દ્રિયમાં જઇ વૈક્રિય અષ્ટકની ઉર્વલના સાથે જ શરૂ કરે છે, પરંતુ ઉત્તમ પ્રકૃતિઓની ઉદ્વલના પહેલાં અને તેથી અશુભ અથવા તેથી ઓછી ઉત્તમ પ્રકૃતિની ઉદ્ગલના પછી પૂર્ણ થાય છે. માટે પહેલાં દેવદ્વિકની ઉદ્ગલના પૂર્ણ કરે ત્યારે ૮૬ની સત્તા થાય અને ત્યાર પછી પણ વૈક્રિય ચતુષ્ક અને નરકદ્વિક આ ૬ પ્રકૃતિઓની ઉર્વલના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી આ ૬ પ્રકૃતિઓની ઉર્વલના દ્વારા સત્તાનો ક્ષય ન થાય ત્યાં સુધી ૮૬ની સત્તા હોય છે. એ અપેક્ષાએ આ સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઘટી શકે છે. વૈક્રિય તથા આહારક શરીર બનાવી જીવ સાતમા ગુણસ્થાનકે પણ જાય છે. માટે જ સાતમા ગુણસ્થાનકે આ બે યોગ સહિત ૧૧ યોગ બતાવેલ છે. અને સાતમા ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તો આહારકનો બંધ અવશ્ય હોય એમ આ ગ્રંથકાર માને છે. તેથી સામાન્યથી આ ગુણસ્થાનકે સ્વરવાળા વૈક્રિય અને આહારક શરીરના ઉદયનો ૨૯નો ૧-૧ અને ૩૦નો ૧-૧ એમ ઉત્તર શરીરના ૪ અને મૂળ શરીરના ૧૪૪ એમ ૧૪૮ ઉદયભાંગા હોય છે તો જેમ આહારક શરીરી ૨૯ અને ૩૦ના ઉદયે આહારકદ્ધિક સહિત ૩૦નો બંધ કરે તે અપેક્ષાએ ૧૪૬ ભાંગા લઇ ૩૦ના બંધે મતાંતરે આહારકના ૨ ઉદયભાંગા સહિત જેમ ૭૭૭૨ ઉદયભાંગા બતાવેલ છે તેમ વક્રિયના પણ ૨ ભાંગા કેમ ન આવે ? ગ્રંથકારના મતે આહાકદ્ધિક સહિત ૩૦ના બંધે જેમ આહારકના ૨ ઉદયભાંગા આવે તેમ વક્રિયના પણ ૨ ઉદયભાંગા આવે, તેથી ૩૦ના બંધે કુલ ઉદયભાંગા આ મતે ૭૭૭૭ આવે,પણ વૈક્રિય શરીર બનાવી સાતમે જવા છતાં લબ્ધિ ફોરવેલ હોવાથી તેવા જીવોને આહારકદ્ધિક સહિત ૩૦નો બંધ થાય એવા વિશુદ્ધ સંયમના સ્થાનો પ્રાપ્ત થતાં નથી. પરંતુ સાતમા ગુણસ્થાનકના અમુક મંદ સંયમ સ્થાનો જ હોય છે. માટે આ મતે પણ વૈક્રિયના ૨ ભાંગા ન આવે. પરંતુ ૨૮ અને ૨૯ ના બંધમાં આવી શકે. તેમજ આ મત પ્રમાણે સાતમા ગુણસ્થાનકે સામાન્યથી ૧૪૮ ઉદયભાંગા હોવા છતાં ૨૮ અને ૨૯ના બંધે આહારકના ૨ ભાંગી ન આવે, કારણ કે આહારકની સત્તાવાળાને આહારકનો બંધ અવશ્ય હોય, એમ તેઓ માને છે. માટે ૨૮ના બદલે ૩૦, અને ૨૯ના બદલે ૩૧નું બંધસ્થાન થાય, તેથી ૨૮ અને ૨૯ના બંધમાં ૨૯ અને ૩૦ના ઉદયના ૨ વક્રિયના અને ૧૪૪ સામાન્ય મનુષ્યના એમ ૧૪૬ ઉદયભાંગા હોય અને તેથી જ આ મત પ્રમાણે ટીકાકારે ૨૮ આદિ ચારે બંધસ્થાનોમાં અનુક્રમે ૮૮-૮૯-૯૨ અને ૯૩નું એમ ૧-૧ સત્તાસ્થાન બતાવેલ છે. એમ મને લાગે છે.
તેમજ આહારક કે વૈક્રિય શરીર બનાવી સાતમે જાય તો પણ આ જીવોને મંદ સંયમસ્થાનો હોવાથી આહારકદ્વિક બંધાય તેવા ઉચ્ચકોટીના સંયમસ્થાનો આવતાં નથી, માટે આહારકની સત્તા હોય તો પણ આ ગુણસ્થાનકે ઉત્તર શરીરી આહારકદ્ધિક ન જ બાંધે આવો પણ એક મત છે. તેથી તે મત પ્રમાણે ૩૦ના બંધ ઉત્તર શરીરીના ભાંગા જ ન આવવાથી ૭૭૭૩ ઉદયભાંગા જ હોય છે. અને આ મત પ્રમાણે ૨૮ના બંધે ૯૨ અને ૮૮ તેમજ ૨૯ ના બંધે ૯૩ અને ૮૯ એમ બે-બે સત્તાસ્થાનો પણ ઘટી શકે. આ રીતે આ બાબતમાં મને ત્રણ મતો લાગે છે. પછી તો બહુશ્રતો કહે તે પ્રમાણ. અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ થતો જ નથી. તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ૩૦ અને ૩૧ તેમજ મનુષ્ય આશ્રયી ૩૦નું એમ ૨ ઉદયસ્થાનો બતાવેલ છે. અને ઉત્તર વૈક્રિય શરીરી મનુષ્ય-તિર્યંચોને પણ તેવા સંકિલષ્ટ પરિણામ ન હોવાથી તેઓ પણ નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરતા નથી. માટે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે વૈક્રિય મનુષ્ય-તિર્યંચના ઉદયસ્થાનો પણ આવતાં નથી. એમ તમોએ સારસંગ્રહમાં લખેલ છે. પરંતુ પંચસંગ્રહ તૃતીયદ્વાર મૂળ ગાથા ૬૪માં તેમજ તેની ટીકામાં અને એ જ પ્રમાણે પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિ ઉદીરણા કરણની ટીકામાં વૈક્રિયસપ્તકને ઉદયબંધોકુરા બતાવેલ છે. જ્યારે દેવો અને નારકોને તો ભવપ્રત્યયથી જ આ સાત પ્રકૃતિનો બંધ જ નથી. તેથી વૈક્રિય લબ્ધિ સંપન્ન વૈક્રિય શરીર બનાવે ત્યારે તેના ઉદયમાં વર્તતા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો વૈક્રિયસપ્તકની ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એમ લાગે છે. અને જો તેમ હોય તો દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ
પ્ર. ૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org