________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૪૦૭
પ્ર. ૧૧૮
દેવોની જેમ નારકો પણ ઉત્તર ક્રિય શરીર બનાવે છે. તો નારકના પણ ઉત્તર શરીરના ભાંગા જુદા કેમ ગણેલ
નથી ?
ઉત્તર
પ્ર. ૧૧૯
ઉત્તર
પ્ર. ૧૨૦
ઉત્તર
પ્ર. ૧૨૧ ઉત્તર
દેવોના ઉત્તર વૈક્રિય શરીરમાં ૨૭ના ઉદયસ્થાન પછી ઉદ્યોતનો ઉદય પણ હોઇ શકે છે. માટે ૨૮થી ૩૦ સુધીના ઉદયસ્થાનોમાં પ્રકૃતિઓ બદલાય છે. માટે ઉત્તર વૈક્રિયના ૨૮ આદિ ત્રણે ઉદયસ્થાનના ૮-૮ એમ ૨૪ ભાંગા અધિક હોય છે. અને તે મૂળ શરીરથી ભિન્ન હોવાથી જુદા ગણાય છે. પરંતુ નારકોને અપર્યાપ્ત અવસ્થામાં ૨૫ આદિના ઉદયસ્થાનોમાં અને ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં ૨૫ આદિના ઉદયસ્થાનોમાં પ્રકૃતિઓનો તફાવત નથી. પરંતુ એકની એક જ હોય છે. માટે ૫ ઉદયસ્થાનના ૫ ઉદયભાંગા જ ગણાય છે. ૭૭૯૧ ભાંગામાં લબ્ધિ અપર્યાપ્ત જીવોના કુલ ઉદયભાંગા કેટલાં ? અને ક્યા ક્યા ? ૨૧ના ઉદયે લબ્ધિ અપર્યાપ્ત એકેન્દ્રિયના સૂક્ષ્મ-બાબર અપર્યાપ્તના અયશ સાથેના ૨, વિક્લેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ એમ ૭, અને ૨૪ના ઉદયે એકેન્દ્રિયના અપર્યાપ્તના સૂક્ષ્મ-બાદર, પ્રત્યેક-સાધારણ સાથે અયશના ૪, ર૬ના ઉદયના વિક્લેજિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ એમ ૫, એમ ત્રણે ઉદયસ્થાને મળી લબ્ધિ અપર્યાપ્ત જીવોના ૧૬ ઉદયભાંગા હોય છે. જેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૨૧ અને ૨૬ના ઉદયનો લબ્ધિ અપર્યાપ્ત જીવોનો ૧-૧ ભાંગો બતાવેલ છે તેમ ૨૧ અને ૨૫ના ઉદયના દેવો અને નારકોના કેમ બતાવેલ નથી ? દેવો અને નારકો લબ્ધિ અપર્યાપ્ત હોતા જ નથી. માત્ર કરણ અપર્યાપ્ત જ હોય છે. તેથી તેઓના મનુષ્ય અને તિર્યંચની જેમ લબ્ધિ અપર્યાપ્તના ઉદયભાંગા હોતા નથી. કેવળી આશ્રયી ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો ? અને તે કઇ અપેક્ષાએ ? કેવળી સમુદ્દઘાતમાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે સામાન્ય કેવળી તથા તીર્થકર કેવળીને અનુક્રમે ૨૬ અને ૨૭નું ઉદયસ્થાન હોય છે. તેથી બીજા સમયની અપેક્ષાએ બન્ને ઉદયસ્થાનનો જઘન્ય કાળ ૧ સમય અને છઠ્ઠા તથા સાતમા સમયની અપેક્ષાએ બન્ને ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ ૨ સમય છે. સામાન્ય મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ ૨૧ આદિ જે ૫ ઉદયસ્થાનો બતાવેલ છે. તે પાંચે ઉદયસ્થાન દરેક મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ શું હોય જ ? પરભવમાંથી કાળ કરી વિગ્રહગતિ દ્વારા મનુષ્યમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ જ ૨૧નું ઉદયસ્થાન હોય છે. પરંતુ પરભવમાંથી કાળ કરી 2 શ્રેણિ દ્વારા ઉત્પન્ન થનાર મનુષ્યને ૨૧નું ઉદયસ્થાન જ ન હોય. પરંતુ ૨૬ આદિ ૪ ઉદયસ્થાનો જ હોય, કારણ કે પરભવના અન્ય સમય સુધી પરભવ સંબંધી ૨૧ સિવાયનું કોઇપણ ઉદયસ્થાન હોય છે. અને પછીના સમયે ઉત્પત્તિ સ્થાને આવતાં જ મનુષ્યને ર૬નું ઉદયસ્થાન આવી જાય છે. એ જ પ્રમાણે પરભવમાંથી કાળ કરી ઋજુશ્રેણિ દ્વારા ઉત્પન્ન થનાર અન્યગતિના જીવોને પણ ૨૧નું ઉદયસ્થાન હોતું નથી. પરંતુ ૨૧ સિવાયના ઉદયસ્થાનો યથાસંભવ હોય છે. કેવલ ૧ ઉદયસ્થાન હોય એવા કોઇ જીવો હોય કે નહીં ? પરભવમાંથી કાળ કરી જશ્રેણિ દ્વારા ઉત્પન્ન થનાર અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિયોને માત્ર ૨૪નું અને શેષ મનુષ્ય-તિર્યંચો ને માત્ર ૨૬નું ૧ જ ઉદયસ્થાન હોય છે. બન્ને પ્રકારના ૮૬ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય ? ઉપરના પ્રશ્નમાં બતાવ્યા પ્રમાણે બન્ને પ્રકારના ૮૬ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય. પણ વધારે ન હોય.
પ્ર. ૧૨૨
ઉત્તર
પ્ર. ૧૨૩
ઉત્તર
પ્ર. ૧૨૪
ઉત્તર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org