________________
४०६
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉત્તર પાંચમા ગુણસ્થાનકે ક્ષયોપથમિક સમ્યકત્વીને ૬-૭ અને ૮ એમ ૩ ઉદયસ્થાનો હોય છે. ત્યાં છના ઉદયની ૧
ચોવીશી માટે ૬, ૭ના ઉદયની બે ચોવીશી માટે ૧૪ અને ૮ના ઉદયની ૧ ચોવીશી માટે ૮, એમ કુલ ૨૮ ને ૨૪ વડે ગુણતાં ૬૭૨ પદવૃંદો હોય છે. એ જ પ્રમાણે ક્ષાયિક અને ઓપશમિકને ૫-૬ અને ૭ આ ૩ ઉદયસ્થાનો હોય છે. ત્યાં પના ઉદયની ૧ ચોવીશી માટે ૫, ૬ ના ઉદયની ૨ ચોવીશી માટે ૧૨, અને ૭ના ઉદયની ૧
ચોવીશી માટે ૭ એમ ૨૪ ઉદયપદ અને ૨૪ ને ૨૪ વડે ગુણતાં ૫૭૬ પદવૃંદ થાય છે. પ્ર. ૧૧૪ જિનનામનો બંધ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ના બંધનો કાળ
અંતર્મુહૂર્ત જ હોવો જોઇએ પરંતુ ૧ સમય કેવી રીતે ઘટે ? ઉત્તર જિનનામ કર્મનો બંધ જઘન્યથી અંતર્મુહૂર્ત હોવા છતાં પણ ઉપશમશ્રેણિમાં જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય
૨૯ના બંધનો આઠમાના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ કરી પડતાં ફરી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે આ જ ૨૯ પ્રકૃતિઓનો બંધ કરી બીજા સમયે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય
૩૦નો બંધ કરે, માટે આ અપેક્ષાએ જઘન્ય કાળ ૧ સમય પ્રમાણ પણ હોય છે. પ્ર. ૧૧૫ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધનો સારસંગ્રહમાં બતાવેલ જઘન્ય કાળ શી રીતે ઘટે ? તે બરાબર
સમજાવો. ઉત્તર અવસર્પિણીના ચોથા આરામાં શ્રેણીક રાજાની જેમ નિકાચિત જિનનામનો બંધ કરી ૮૪ હજાર વર્ષના
આયુષ્યવાળા પ્રથમ નરકમાં જઇ ત્યાંથી ઉત્સર્પિણીના ત્રીજા આરાની શરૂઆતમાં થનાર પદ્મનાભ તીર્થકર પરમાત્માની જેમ સાધિક ૮૪ હજાર વર્ષ પ્રમાણ કાલ થાય તે આ પ્રમાણે......
પ્ર. ૧૧૬
ચોથા આરાનો અમુકકાળ બાકી હતો ત્યારે નરકમાં ગયેલા અને ત્યાં પાંચમા-છઠ્ઠા પહેલા અને બીજા આ ૨૧-૨૧ હજારવર્ષ પ્રમાણ ચારે આરાનો કાળ ૮૪ હજાર વર્ષ અને ત્રીજા આરાના લગભગ ૩ વર્ષ વ્યતીત થાય ત્યારે નરકમાંથી આવી તીર્થકરની તરીકે ઉત્પન્ન થાય માટે ત્રીજા આરાનો અમુક અને ચોથા આરાનો અમુક કાળ અધિક ૮૪ હજાર વર્ષ પ્રમાણ સતત જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ હોય છે. અને જો નિકાચિત જિનનામની સત્તાવાળો દેવમાં જાય તો જઘન્યથી પણ ૧ પલ્યોપમના આયુષ્યવાળા વૈમાનિકમાં જ જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧ પલ્યોપમ તેમજ સુરા સમણિ' આ મતની અપેક્ષાએ જિનનામ નિકાચિત કરી તીર્થંકર પરમાત્માનો જીવ ૧૦ હજાર વર્ષ પ્રમાણ આયુષ્યવાળા ભવનપતિ આદિ દેવમાં અથવા નરકમાં પણ જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧૦ હજાર વર્ષ પ્રમાણ પણ ઘટે છે. લબ્ધિ અપર્યાપ્ત જીવોને પ્રથમના પોતપોતાના બે જ ઉદયસ્થાનો બતાવેલ છે. પરંતુ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે પરાઘાત અથવા પરાઘાત અને વિહાયોગતિનો ઉદય અવશ્ય થાય છે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવો પણ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને જ કાળ કરે છે. માટે એકેન્દ્રિયોને ૨૫નું અને શેષ તિર્યંચ-મનુષ્યોને ૨૮નું ત્રીજું ઉદયસ્થાન પણ કેમ ન હોય ? શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત વગેરેનો ઉદય લબ્ધિ પર્યાપ્ત જીવોને અવશ્ય થાય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્ત જીવોને મરણપર્વત પરાઘાત વગેરેનો ઉદય થતો જ નથી. તેથી પોતપોતાના પ્રથમના બે જ ઉદયસ્થાનો હોય છે. રૈવેયક આદિ દેવોને ઉદયસ્થાનો અને ઉદયભાંગા કેટલાં હોય ? રૈવેયક અને અનુત્તર દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નથી. તેથી તેઓને ૨૧ આદિ પ્રથમના ૫ ઉદયસ્થાનો અને દરેક ઉદયસ્થાનના ૮-૮ એમ કુલ ૪૦ ઉદયભાંગા હોય છે. એ જ પ્રમાણે અન્ય દેવોને પણ મૂળ શરીર આશ્રયી ૫ ઉદયસ્થાન અને ૪૦ ઉદયભાંગા હોય છે.
ઉત્તર
પ્ર. ૧૧૭
ઉત્તર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org