________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૪૦૫
પ્ર. ૧૦૮ ઉત્તર
પ્ર. ૧૦૯ ઉત્તર
પ્ર. ૧૧૦
ઉત્તર
પ્ર. ૧૧૧
ઉત્તર
પ્ર. ૧૧૨
મોહનીય કર્મના એવાં કેટલાં અને ક્યાં સત્તાસ્થાનો છે કે જેઓનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્તથી વધારે હોય ? ૨૮-૨૭-૨૬-૨૪ અને ૨૧ એમ ૫ સત્તાસ્થાનનો સારસંગ્રહમાં બતાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્તથી વધારે પણ હોય છે. માત્ર મનુષ્યગતિમાં જ ઘટે એવાં મોહનીય કર્મના સત્તાસ્થાનો કેટલો ? અને ક્યાં ક્યાં ? ૨૩ અને ૧૩ થી ૧ સુધીના મોહનીયકર્મના ૯ સત્તાસ્થાનો માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. બીજી કોઇ ગતિમાં ઘટતાં નથી. ક્યા ક્યા વેદ શ્રેણિ માંડનારને ક્યાં-ક્યાં સત્તાસ્થાનો ન આવે ? સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને પનું ૧ અને નપુંસકવેદ શ્રેણિ માંડનારને ૫ તથા ૧૨નું એ બે સત્તાસ્થાનો ન આવે અને પુરુષવેદે શ્રેણિ માંડનારને બધાં જ આવે. પાંચમા ગુણસ્થાનકે મોહનીયકર્મના ૨૨ અને ૨૧ના સત્તાસ્થાનો કેટલી ગતિમાં હોય ? તિર્યંચ અને મનુષ્યને પાંચમું ગુણસ્થાનક હોવા છતાં બદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વી જો તિર્યંચમાં જાય તો યુગલિકમાં જ જાય અને યુગલિકમાં દેવોની જેમ વિરતિના પરિણામ ન હોવાથી ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન ૫ મા ગુણસ્થાનકે તિર્યંચગતિમાં હોતું નથી. પણ મનુષ્યગતિમાં જ હોય છે. ક્ષપકશ્રેણિમાં ૫ ના બંધે પુરુષવેદે શ્રેણિ માંડનારને ૧૧નું અને ૪ ના બંધે પુરુષવેદનો ક્ષય ન થાય ત્યાં સુધી પનું સત્તાસ્થાન આવે છે. છતાં સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને ૧૧નું સત્તાસ્થાન પાંચના બંધે આવવાને બદલે ચારના બંધે કેમ આવે ? અને નપુંસક વેદોદયે શ્રેણિ માંડનારને ૫ના બંધે ૧૨નું સત્તાસ્થાન જ કેમ નહીં ? તેમ જ ૧૧નું પણ ૪ ના બંધે જ કેમ ? અને આ બન્ને વેદોદયે શ્રેણિ માંડનારને પનું સત્તાસ્થાન જ કેમ નહીં ? નવમા ગુણસ્થાનકે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદયકાળ જેટલો છે. તેના કરતાં પુરુષવેદનો ઉદય કાળ વધારે હોય છે. અને જ્યાં સુધી કોઇપણ વેદનો ઉદય છે. ત્યાં સુધી પુરુષવેદ બંધાય જ છે. પણ વેદોદયના વિચ્છેદની સાથે જ પુરુષવેદનો બંધ પણ વિચ્છેદ થાય છે. તેમજ પુરુષવેદોદયે અને સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને પહેલાં નપુંસકવેદનો અને ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય થાય છે. પણ નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદ તથા સ્ત્રીવેદનો ક્ષય એક સાથે જ થાય છે. તેથી નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારને ૧૨નું સત્તાસ્થાન ઘટતું જ નથી. પરંતુ બીજા વેદોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદનો ક્ષય થયા પછી સ્ત્રીવેદનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૨નું સત્તાસ્થાન ઘટે જ, ત્રણે વેદોદયે શ્રેણિ માંડનાર હાસ્ય પદ્ધ અને પુરુષવેદ એ ૭નો ક્ષય કરવાની શરૂઆત એક જ સાથે કરે છે. તેથી નપુંસકવેદોદયે સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદના ક્ષયની સાથે જ જ્યારે ૧૧નું સત્તાસ્થાન આવે છે ત્યારે પુરુષવેદનો બંધ પણ વિચ્છેદ થયેલ હોવાથી આ બન્ને વેદોદયવાળા જીવોને ૧૧નું સત્તાસ્થાન ૪ના બંધે જ આવે, પણ પાંચના બંધે ન જ આવે.
વળી સ્ત્રીવેદના ક્ષય પછી આ બંને વેદોયવાળા જીવો ૭નો ક્ષય પણ એક સાથે જ કરે છે. માટે ૭ના ક્ષય પછી ૪ના બંધે ૪નું આવે, પણ એનું સત્તાસ્થાન ન આવે. ત્યારે પુરુષ વેદોદયે શ્રેણિ માંડનારને હાસ્યષકનો ક્ષય થાય ત્યાં સુધી પુરુષવેદનો ઉદય હોવાથી પુરુષવેદનો બંધ પણ ચાલુ હોય છે. તેથી સ્ત્રીવેદના ક્ષય બાદ પના બંધે હાસ્યષકનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૧નું સત્તાસ્થાન આવે. ૭નો ક્ષય કરવાની શરૂઆત એકી સાથે કરે છે. પરંતુ પુરુષવેદનો બંધ ચાલુ હોવાથી ૭નો ક્ષય એક સાથે થતો નથી. પણ હાસ્યષકનો ક્ષય થાય તે સમયે પચ્ચાનુપૂર્વીએ સમયોન ૨ આવલિકામાં બંધાયેલ પુરુષવેદનો ક્ષય ન થવાથી ૪ના બંધે સમયોન બે . આવલિકા કાળ સુધી પનું સત્તાસ્થાન આવે. અને પછી ૪નું આવે. પમા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમ્યકત્વીને મોહનીયકર્મના ઉદયપદો અને પદવંદ કેટલાં ? અને કઇ રીતે ? તે જ પ્રમાણે ક્ષાયિક અને ઔપશમિકને પણ કેટલાં ? અને કઇ રીતે હોય ?
ઉત્તર
પ્ર. ૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org